.અગણીત પ્રેમ


.       .અગણીત પ્રેમ    

તાઃ૩૧/૧/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહને સંબંધ છે અવનીપર,ગત જન્મે થયેલ કર્મની કેડીએ મેળવાય
થયેલ પાવનકર્મ જીવના અવનીએ,જે મળેલ દેહના વર્તનથી સંબંધ આપી જાય 
....માનવદેહ એ થયેલ કર્મની કેડી જગતપર,જીવને પાવનકર્મની રાહ પણ આપી જાય.
અદભુતલીલા કુદરતની છે અવનીપર,જે કર્મથી જીવને આવન જાવન દઈ જાય
સરળજીવનની રાહમળે દેહને જીવનમાં,જ્યાં પવિત્રદેહનો સંબંધ કર્મકરાવી જાય
અગણીત પ્રેમ મળે દેહને જીવનમાં,જે પવિત્રકર્મની રાહથી જીવને એદોરી જાય
ના મોહનો કોઇ સંગાથ મળે દેહને,કે ના કોઇજ અપેક્ષા પણ જીવનમાં રખાય
.....માનવદેહ એ થયેલ કર્મની કેડી જગતપર,જીવને પાવનકર્મની રાહ પણ આપી જાય.
જીવનમાં કરેલ કર્મએ અનેક સંબંધનો સ્પર્શ આપે,જે મળતા પ્રેમથી અનુભવાય
નિર્મળપ્રેમ નિખાલસ પ્રેમ સંગે અપેક્ષીત પ્રેમ,જગતપર એ દેહને સ્પર્શ કરી જાય 
કળીયુગમાં મોહ અને અપેક્ષા સંગે,દેખાવની દુનીયાનો સ્વારથીપ્રેમ પણ મેળવાય
ના નિર્મલરાહ મળે દેહને જીવનમાં,જે અગણીત પ્રેમની કેડીમાંજ સમયે અથડાય
.....માનવદેહ એ થયેલ કર્મની કેડી જગતપર,જીવને પાવનકર્મની રાહ પણ આપી જાય.
=============================================================

સમય એજ કૃપા


      .સમય એજ કૃપા   

તાઃ૩૧/૧/૨૦૧૯       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના દેહને મળે પરમાત્માની કૃપા,જે સમયના સંગે ચાલતા જાય
સુખદુઃખનો સંગાથ મળતો જાય જીવનમાં,જયાં પાવનરાહે જીવન જીવાય
......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય.
માનવદેહ એ પુર્વજન્મે મળેલ દેહના,થયેલ કર્મ જીવને બંધન આપી જાય
સમયને સમજી જીવન જીવતા અવનીએ,પાવનકૃપાએ નિર્મળ ભક્તિ થાય
અનેક પવિત્રદેહ ધારણ કરી પધાર્યા પરમાત્મા,જે અનેક નામથી ઓળખાય
શ્રધ્ધાસંગે પુંજા કરતા જીવનમાં,પાવનકર્મનો સંગાથ મળતા શાંંન્તિ મેળવાય
......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય.
અવનીપર મળેલદેહને સંબંધછે સમયનો,જે બાળપણજુવાની ધડપણથી દેખાય
કુદરતની પાવનકૃપાનો અનુભવ થાય દેહને,જે જીવનમાં સત્કર્મને કરાવી જાય
જન્મમરણ એ આગમનવિદાય જીવનો છે,એ અનેક દેહનો સંબંધ આપી જાય 
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,દેહ પર કૃપા થતા શાંન્તિની કૃપા થાય
......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય.
==============================================================