મળેલ જીવન


       .મળેલ જીવન      

તાઃ૧/૨/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની પરમકૃપાએ ભક્ત જીવોને,પાવનરાહની પ્રેરણા એજ દેહ મળી જાય
મળેલ માનવદેહને અવનીપર સત્કર્મના સંગાથે,પરમાત્માની આંગળી ચીંધાઈ જાય 
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
અનેકદેહ અવનીપર જીવને મળે,જગતપર આવનજાવનથી નાકદી કોઈથી છટકાય
સરળ જીવનની રાહ મળેલદેહને મેળવવા,શ્રધ્ધાભાવનાનો સંગાથ મળે પ્રેરણા થાય
સમયનો સ્પર્શ થાય મળેલદેહને,જે કુદરતની લીલા સંગે કળીયુગની અસર કહેવાય
તનમનધનથી શાંંતિ મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિનો સંગાથ મળી જાય
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
જીવનમાં કર્મધર્મનો સંગાથ મળે દેહને,જે નિખાલસ ભાવનાનો સહવાસ આપી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે દેહને,એ સંતજલાસાંઈના આશિર્વાદ કહેવાય
સમજણનો સહવાસ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્ર જીવનનો સંગાથ દઈ જાય
ના અપેક્ષા કદી મળેલ દેહને રહે,કે ના કદીય દુષ્કર્મની કોઇ જ પ્રેરણા કદીય થાય  
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
================================================================