દોડી આવો


.       .દોડી આવો 

તાઃ૨/૨/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દોડી આવો નિખાલસ પ્રેમ લઈને,હ્યુસ્ટનમાં અનંત આનંદ મળશે ભઈ
પાવનરાહને પકડીને ચાલતા કલમપ્રેમીઓ,સન્માનને પારખી લેશે અહીં
.....મળી કૃપા માતા સરસ્વતીની સંતાનને,જે કલમથી પાવનપ્રેમ પ્રસરાવી જાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જે નાકદી અપેક્ષાને આપી જાય
કલમ પકડતા પ્રેરણા મળે માતાની,એ અંતરની પ્રેરણાએ લખાઈ જાય
અવનીપરનુ આગમન એ કર્મનો સંબંધ છે જીવને,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા ભાવનાથી કલમ પકડતા,મળેલદેહને માતાનીકૃપા પણ મળી જાય
.....મળી કૃપા માતા સરસ્વતીની સંતાનને,જે કલમથી પાવનપ્રેમ પ્રસરાવી જાય.
સદગુણને સાચવી ચાલતા અવનીપર,જીવને મળેલદેહનુ સન્માન થઈ થાય
નિર્મળપ્રેમ લઈને આવતા હ્યુસ્ટનમાં,પવિત્રપ્રેમ સંગે સંબંધીઓ મળી જાય
પકડેલ પવિત્ર કલમનીકેડી જીવનમાં,અનંતપ્રેમીઓનો પ્રેમ પણઆપી જાય
માતાની કૃપા મળતા કલમપ્રેમીઓ મળ્યા,જે સાહિત્ય સરીતાથી ઓળખાય  
.....મળી કૃપા માતા સરસ્વતીની સંતાનને,જે કલમથી પાવનપ્રેમ પ્રસરાવી જાય.
===============================================================