ના સમજાય

.      .ના સમજાય   

તાઃ૫/૨/૨૦૧૯        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં સમય સમજીને જીવાય
અગણિત કર્મનો સંબંધ છે દેહને,પાવનરાહ મળતા જીવનમાં સમજાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય.
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે જન્મ મરણનો સંબંધ દઈ જાય
સમય સંગે ચાલતા મળેલદેહના જીવને,વાણીવર્તનથી પ્રેરણા આપીજાય
આગમન એ થયેલ કર્મનો સંબંધ છે,જે પાવનપ્રેમ પણ પ્રગટાવી જાય 
સરળજીવનમાં દેહપર પ્રેમની જ્યોત પ્રગટે,જે નિખાલસતા આપી જાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય
સત્કર્મનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથીજ સમજાય
સરળ જીવનનીરાહ પકડી ચાલવા,વડીલના અંતરથી આશીર્વાદ લેવાય
પરમાત્માની પાવન કૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરાય
જે માનવ દેહને સદમાર્ગે દોરી જાય,એ સમયની સમજણે જ મેળવાય 
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય. 
=============================================================

સંબંધનો સ્પર્શ

.       .સંબંધનો સ્પર્શ  

 તાઃ૫/૨/૨૦૧૯         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહને અનેક અદભુત સંબંધ મળે,જે માનવદેહ મળતા જીવને સમજાય
કુદરતની આ નિર્મળકેડી અવનીપર,જ્યાં માનવતાને સમજીને સત્કર્મોને કરાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર છે,જે ગત જન્મના દેહનાકર્મે મેળવાય
સરળ જીવનની રાહ પકડી ચાલવા,પાવન ભક્તિ રાહે પરમાત્માની પુંજા થાય
મળે પાવનપ્રેમ પરમાત્માનો જીવનમાં,જે નિખાલસ સંબંધનો સ્પર્શ આપીજાય 
અપેક્ષા નારાખી કદી મળેલ દેહથી,એજ સંત જલાસાંઇની કૃપા અપાવી જાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,મળેલ દેહને સુખશાંંતિનો સંગાથ થઈ જાય
લાગણી મોહને દુર રાખી નિર્મળરાહે જીવન જીવતા,પવિત્ર કર્મ જીવનમાં થાય
અજબ શક્તિ શાળી પરમાત્માનો પ્રેમ મળે,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળ સંબંધનો સ્પર્શ થતા દેહને,જીવનમાં પ્રભુની પાવનકૃપા પણ મળી જાય 
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
===============================================================

પરખ આજકાલની

.      .પરખ આજકાલની

તાઃ૩/૨/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ માનવદેહ અવનીપર,જે કર્મના બંધનથી કુદરત આપી જાય
સંબંધનો સહવાસ મળે જીવનમાં,એ પુર્વ જન્મનો સંગાથ જીવનો કહેવાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
અનેકદેહનો સંબંધ છે જીવોને,જે તેમણે મળેલદેહથી કરેલ કર્મથી મેળવાય
કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે જન્મો જન્મના સબંધથી સમજાય
સરળજીવન સંગે નિસ્વાર્થ ભાવનારાખતા,મળેલદેહની માનવતા મહેંકી જાય
આજકાલ એ કુદરતની છે લીલા જગતપર,ભુતકાલને કદી કોઇથીય પકડાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
પવિત્રદેહ એ પરમાત્માની કૃપા ભારતપર,જે દેહ લઈને આગમન કરી જાય
સત્કર્મની રાહ બતાવી સંસારમાં રહ્યા પ્રભુ,જેને આજે ગઈકાલ જ કહેવાય
સમય પારખીને ચાલેલ જીવને,મળેલદેહથી ધર્મકર્મ વર્તનને પારખીને ચલાય
આવી અવનીપર જીવે કરેલકર્મ એ બંધન કહેવાય,જે જન્મમરણ આપીજાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
=============================================================

દોડી આવો

.       .દોડી આવો 

તાઃ૨/૨/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દોડી આવો નિખાલસ પ્રેમ લઈને,હ્યુસ્ટનમાં અનંત આનંદ મળશે ભઈ
પાવનરાહને પકડીને ચાલતા કલમપ્રેમીઓ,સન્માનને પારખી લેશે અહીં
.....મળી કૃપા માતા સરસ્વતીની સંતાનને,જે કલમથી પાવનપ્રેમ પ્રસરાવી જાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જે નાકદી અપેક્ષાને આપી જાય
કલમ પકડતા પ્રેરણા મળે માતાની,એ અંતરની પ્રેરણાએ લખાઈ જાય
અવનીપરનુ આગમન એ કર્મનો સંબંધ છે જીવને,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા ભાવનાથી કલમ પકડતા,મળેલદેહને માતાનીકૃપા પણ મળી જાય
.....મળી કૃપા માતા સરસ્વતીની સંતાનને,જે કલમથી પાવનપ્રેમ પ્રસરાવી જાય.
સદગુણને સાચવી ચાલતા અવનીપર,જીવને મળેલદેહનુ સન્માન થઈ થાય
નિર્મળપ્રેમ લઈને આવતા હ્યુસ્ટનમાં,પવિત્રપ્રેમ સંગે સંબંધીઓ મળી જાય
પકડેલ પવિત્ર કલમનીકેડી જીવનમાં,અનંતપ્રેમીઓનો પ્રેમ પણઆપી જાય
માતાની કૃપા મળતા કલમપ્રેમીઓ મળ્યા,જે સાહિત્ય સરીતાથી ઓળખાય  
.....મળી કૃપા માતા સરસ્વતીની સંતાનને,જે કલમથી પાવનપ્રેમ પ્રસરાવી જાય.
===============================================================

મળેલ જીવન

       .મળેલ જીવન      

તાઃ૧/૨/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની પરમકૃપાએ ભક્ત જીવોને,પાવનરાહની પ્રેરણા એજ દેહ મળી જાય
મળેલ માનવદેહને અવનીપર સત્કર્મના સંગાથે,પરમાત્માની આંગળી ચીંધાઈ જાય 
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
અનેકદેહ અવનીપર જીવને મળે,જગતપર આવનજાવનથી નાકદી કોઈથી છટકાય
સરળ જીવનની રાહ મળેલદેહને મેળવવા,શ્રધ્ધાભાવનાનો સંગાથ મળે પ્રેરણા થાય
સમયનો સ્પર્શ થાય મળેલદેહને,જે કુદરતની લીલા સંગે કળીયુગની અસર કહેવાય
તનમનધનથી શાંંતિ મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિનો સંગાથ મળી જાય
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
જીવનમાં કર્મધર્મનો સંગાથ મળે દેહને,જે નિખાલસ ભાવનાનો સહવાસ આપી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે દેહને,એ સંતજલાસાંઈના આશિર્વાદ કહેવાય
સમજણનો સહવાસ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્ર જીવનનો સંગાથ દઈ જાય
ના અપેક્ષા કદી મળેલ દેહને રહે,કે ના કદીય દુષ્કર્મની કોઇ જ પ્રેરણા કદીય થાય  
.....પાવનકર્મ એ પરમાત્મા પર વિશ્વાસ રાખતા,જીવનને સદમાર્ગની રાહ મળતી જાય.
================================================================