સમજણનો સાથ


.      .સમજણનો સાથ     

તાઃ૬/૩/૨૦૧૯         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની પવિત્રકૃપા છે અવનીપર,જે સમયની સાથે મળતી જાય
મળેલ દેહને સંબંધ છે કર્મનો,સમજણનો સાથ મળતા અનુભવાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
અનેક દેહ મળે જીવને અવનીપર,માનવદેહ મળે એજ કૃપા પ્રભુની
મળેલ માનવદેહને જીવનમાં સમયસંગે,વાણીવર્તનનો સાથ મળીજાય
પવિત્ર ભારતની ભુમીપર,પરમાત્મા અનેકદેહ લઈ જીવને પ્રેરી જાય
નિર્મળભક્તિમાર્ગની રાહમળે દેહને,જે જીવનમાં સમજણ આપીજાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
ના અપેક્ષાનો કોઇ સાથ મળે,જે જીવને મોહમાયાથી બચાવી જાય
વાણીવર્તન એજ સમય સંગે ચાલે જીવનમાં,જે સમય સમયે સમજાય
માનવ જીવનમાં નિર્મળ ભાવનાનીભક્તિ,સાચી સમજણથી મેળવાય
પરમકૃપા પરમાત્માની અવનીપર છે,જે પવિત્ર ભક્તિરાહ આપીજાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
============================================================
Advertisements