.વ્હાલા ભોલેનાથRelated image.
      ..વ્હાલા ભોલેનાથ        

તાઃ૧૧/૩/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર જીવનની રાહ મળે દેહને,જ્યાં વ્હાલા ભોલેનાથની કૃપા થાય
પાવનરાહની કેડી પકડી ચાલતા,મળેલ માનવજન્મ પાવન કરી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
નિર્મળ જીવનનો સંગાથ મળે દેહને,જે કુદરતની અનંત કૃપા કહેવાય 
મળે માનવ દેહ જીવને અવનીપર,જે કરેલ કર્મનો સંગાથથી મેળવાય
અદભુત કૃપા મળે વ્હાલા ભોલેનાથની,સંગે માતા પાર્વતી રાજી થાય
ૐનમઃ શિવાયના સ્મરણથી અનુભવાય,જે પાવનસમજણ આપી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
પવિત્રપ્રેમનો સંગાથમળ્યો ભોલેનાથનો,અવનીપરપુત્ર ગણેશ આવીજાય
ભાગ્યવિધાતાની કલમપકડતા જગતપર,માનવદેહને પ્રેરણા આપી જાય
ગૌરીનંદન શ્રીગણેશને સંગાથમળ્યો,જીવનમાં રીધ્ધી સિધ્ધી આવી જાય
અજબ શક્તિશાળી ભોલેનાથજી,ભારતમાં પવિત્ર ગંગાનદી વ્હાવી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
==========================================================
Advertisements