કૃપાળુ પ્રેમ


.       .કૃપાળુ પ્રેમ     

તાઃ૧૪/૩/૨૦૧૯        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પ્રેમ મળે ભક્તને,જ્યાં મળેલ દેહથી નિર્મળ ભક્તિ થાય
પાવનરાહ મળે સંત જલાસાંઇની કૃપાએ,જ્યાં માનવતાનેજ સચવાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
મળેલ માનવદેહને સંબંધ છે કરેલ કર્મનો,જે માનવતાને સ્પર્શી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાએ મેળવાય
શ્રધ્ધાભાવનાની પવિત્રરાહેકર્મ કરતા,જીવનમાં કૃપાળુ પ્રેમ મળી જાય
મળેલ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
નાતજાતનો ના સંબંધ દેહને જીવનમાં,જ્યાં સાંઈબાબાની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે થતા કર્મથી,જે નિખાલસતા આપીજાય
ના દેખાવની કોઇ કેડી અડે,કે ના અભિમાન પણ દેહને અડી જાય
એજ પવિત્ર કર્મની રાહ મળતા જીવને,મળેલ જન્મ પાવન કરી જાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
=========================================================
Advertisements