પ્રેમની જ્યોત


                                 .પ્રેમની જ્યોત  

તાઃ ૧/૫/૨૦૧૯                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય

મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય

….ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.

અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય

શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય

પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવથાય

પાવનપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય

….ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.

સંસારનો પ્રેમ મળે જીવનમાં,જે મળેલ દેહના સંબંધીઓથી મેળવાય

મળેલ નિખાલસપ્રેમ શાંંતિ સંગે,આવી પ્રેમની જ્યોત પ્રગટાવી જાય

એજ કૃપા પરમાત્માની મળેલદેહપર,અનંતશાંતિનો સાથ આપી જાય

ના અપેક્ષા જીવને  મળેલ દેહને,કે  ના કોઇ જ મોહ માયાય અડી જાય

…ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપાકહેવાય

.===================================================