કળીયુગની કાતર


.      .કળીયુગની કાતર  

તાઃ૩/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુતલીલા છે પરમાત્માની અવનીપર,જે સમયની સાથે સમજણ આપી જાય
ના કોઇ જીવથી છેટકાય જગતપર,એ મળેલદેહને સ્પર્શ આપતા સમજાઈ જાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
આગમન જીવનુ કર્મના સંબંધે જન્મ મળતા દેખાય,એ માનવ દેહથી સમજાય
કરેલકર્મ એજ જગતપર આગમનજાવન આપીજાય,જે દેહનુ જન્મમરણ કહેવાય
મળેલ માનવ દેહને જ કર્મ મળી જાય,જ્યાં નિખાલસ ભાવનાથી ભક્તિ કરાય
જીવનમાં અનેક કર્મ કરવાના દેહને,પણ શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજાથાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
કર્મને સંબંધ છે કુદરતની લીલાનો,જે જન્મ મળતા સમયની સાથે જીવને મળે
જગતપર અનેક સમયથી પાવનરાહ ચીધે છે,જે સુર્યદેવના પ્રત્યક્ષ દર્શને મેળવાય
પાવન જીવનની રાહ મળે,જ્યાં સવારે પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરી વંદન કરાય
અજબશક્તિશાળી છે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જીવન જીવાડી જાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.

===============================================================

સંગાથ મળ્યો


       .સંગાથ મળ્યો
તાઃ૨/૫/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમાત્માની કૃપાએ મળેલ માનવદેહને,સુખ શાંંતિનો સંગાથ મળી જાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય.
નિર્મળપ્રેમ લઈને આંગણે આવવા,પરમાત્મા એજીવને પ્રેરણા આપી જાય
સમયની સમઝણ એ કુદરતની કેડી,જે અવનીપર મળેલદેહને અનુભવાય
માનવતાની મહેંકપ્રસરે જગતપર,જે સત્કર્મના વર્તનથી જીવનમાં મેળવાય
મળેલ માનવજીવનમાં શાંંતિમળે,જ્યાં નિર્મળજીવનની રાહપકડીને જીવાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય.
કર્મનો સંબંધ એ અવનીપરનુ આગમન,દુનીયાપર દેહ મળતાજ અનુભવાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિખાલસભાવનાથી પુંજન થાય
શ્રધ્ધા ભાવનાથી ભક્તિકરતા પરમાત્માની,જીવને નિર્મળરાહ એ આપી જાય
સફળ જીવનની રાહ મળે મળેલદેહને,જે મળેલ જન્મને સફળતા આપી જાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય ==========================================================