સુર્યપુત્ર શનિદેવ.સુર્યપુત્ર શનિદેવ

તાઃ૪/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યપુત્ર શનિદેવની પુંજા જીવનમાં,શનિવારના દીવસે શ્રધ્ધા રાખી કરાય
પવિત્રભુમી ભારતમાં શિંગણાપુરમાં,પાવનદેહ લઈને શનિદેવ આવી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શનિવારની સવાર એ પાવન દીવસ થઈ જાય,જ્યાં શ્રધ્ધાએ અર્ચના થાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને અવનીથી,એ સુર્યદેવની પાવનકૃપા કહેવાય
સત્કર્મનો સંગાથ મળતા મળેલદેહને,શનિદેવની પુંજા કરવાની પ્રેરણા થાય
કૃપામળે શનિદેવની માનવીને,જે શં શનેસ્ચરાય નમઃના સ્મરણથી મેળવાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવનમાં,મળેલ માનવ દેહને પવિત્રરાહ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,એ શનિદેવની નિર્મળ ભક્તિએ સમજાય
અદભુત શક્તિશાળી દેવછે અવનીપર,જે અજબશક્તિશાળી સુર્યપુત્રકહેવાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે ભક્તિની,એ મળેલજીવનને પાવન કરી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.

================================================================