. .પ્રેમ મળ્યો


.            
          .પ્રેમ મળ્યો  
 તાઃ૨૦/૫/૨૦૧૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ    
નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય 
સરળ જીવનનો સંકેત મળ્યો દેહને,એ દેહના પાવનવર્તનથી દેખાય 
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય. 
સુખદુઃખનો સંબંધ એ મળેલ દેહને,થયેલ કર્મના સંબંધથીજ પ્રેરી જાય 
જીવને મળેલ સંબંધ અવનીપર,એજ જન્મ મળતાજ દેહને સ્પર્શી જાય 
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળે,એ નિર્મળ ભક્તિએ સમજાય 
નિર્મળ જીવનની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇનીજ કૃપા કહેવાય 
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય. 
અવનીપર આગમનથતા મળેલદેહને,સગા સંબંધીઓનો સંગાથ મેળવાય 
નાઅપેક્ષા કે નાકોઈ જરૂરીયાત અડે,એ મળેલદેહને વર્તન આપી જાય 
નિખાલસ સમજણનો સંગાથ મળે જીવનમાં,જે નિર્મળતાજ આપી જાય 
મોહમાયાની ના કોઇ કેડી અડે જીવનમાં,એજ પાવનરાહ મળી કહેવાય 
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય 

================================================================