ગૌરવ ગુજરાતનુ


               ગૌરવ ગુજરાતનુ 
  
 તાઃ૨૫/૫/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્ર ભુમી ભારતમાં માન સન્માનની પાવનકેડી ગુજરાતીઓની દેખાય     
પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,સદમાર્ગની રાહે દુનીયામાં ચાલી જાય 
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.
અપેક્ષાના ના વાદળ સ્પર્શે જે જીવનમાં,સફળતાનો સંગાથ આપી જાય     
મળેલ માનવદેહને માતા હીરાબાનો અનંતપ્રેમ આશીર્વાદથી મળી જાય 
સદમાર્ગને પકડી ચાલતા જીવનમાં,ભાજપનાએ ભાગ્યવિધાતા થઈ જાય    
ગુજરાતને એ પાવનરાહ દેવા,,ગુજરાતના એ મુખ્યપ્રધાન પણ થઈ જાય ...
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.
મળ્યો કુટુંબનોપ્રેમ જીવનમા,જે નિખાલ ભાવનાએ પવિત્રરાહ આપી જાય      
નામોહમાયાની કોઇ માગણી જીવનમાં,જે ગુજરાતીઓને સદમાર્ગે દોરીજાય 
જયજયગરવી ગુજરાત કહેતા પ્રદીપને,નરેન્દ્રભાઈથી ગુજરાતની શાન દેખાય            
ઊજવળ જીવનની રાહ પકડી ચાલતા,નાકોઇજ પાર્ટીની આફત અડી જાય  
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

==================================================================