કુદરતનો સંગાથ


                        .કુદરતનો સંગાથ
   
   તાઃ૨૩/૭/૨૦૧૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
       શ્રાવણ માસના પ્રથમ દીવસે રમેશભાઈ અમેરીકા આવ્યા તેમને લેવા માટે તેમના જમાઈ મહેશકુમાર એરપોર્ટ પર આવી ગયા હતા.તેમની બે બેગ લેવાની હતી એટલે જ્યાં બેગો આવેત્યાં જમાઈની સાથે તે પણ ઉભા હતા .થોડીવારમાં બેગો આવવાની શરૂ  થઈ તેમની બેગ   આવતા જમાઈને બતાવી જમાઈએ  બંન્ને બેગો  લઈ લારીમાં મુકી દીધી અને પછી સસરાને કહ્યુ પપ્પા   હાથની બેગ પણ મને આપી દો તેને પણ આ લારીમાં મુકી એટલે આપણેબહાર નીકળી જઈએ.એરપોર્ટથી બહાર આવ્યા.તો તેમની દીકરી માલીની કાર ચલાવીને આવીગઈ. પપ્પા કારમાં બેસવા આવ્યા તો દીકરી કારમાંથી બહાર આવી પપ્પાને પગે લાગી પપ્પાએતેને બાથમાં લીધી દીકરીની આંખમાં પાણી આવી ગયુ.આશીર્વાદ આપી પપ્પા બોલ્યા બેટાભગવાનનો કૃપા તેં સંસ્કાર સાચવી રાખ્યા છે.એમ કહી કારમાં પાછળની સીટ પર દીકરી જોડે બેસી ગયા.દીકરી એટલા માટે પાછળ બેઠી કારણ કેટલા વર્ષો પછી તેના પિતાજી પહેલી વખત અમેરીકા આવ્યા.તે આણંદમાં સ્કુલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. સવારે નવ વાગે સ્કુલમાં
 આવતા કારણ કે સ્કુલ દસ વાગે શરૂ થતી એટલે વિધ્યાર્થીઓને ભણાવવાનુ કામ તે કરતા હતા.સાંજે પાંચ વાગે સ્કુલ બંધ થાય એટલે છ વાગે ધેર પહોચી જતા.શનીવારે સાડા આઠ વાગે સ્કુલમાં આવતા કારણ કે સ્કુલ નવ વાગે શરૂ થાય અને બે વાગે બંધ થાય એટલે ત્રણ વાગે  ધેર આવી જાય.રવિવારે સ્કુલ બંધ હોય એટલે તેમના પત્નિ સાધનાબેનને લઈ સાંજે ચાર વાગે સાંઇ બાબાના મંદીરે જતા અને સાત વાગે આરતી દર્શન કરી ધેર પાછા આવતા હતા.આ તેમના 
 સંસ્કાર હતા જે સમયની સાથે તેઓ ચાલતા હતા.   
              મળેલ માનવજીવન એ તો કર્મના બંધનથી પરમાત્મા જીવને અવનીપર લાવી જાય.જન્મ મળે  પણ તેને ઉંમર મળતા સદમાર્ગે જીવન જીવાતુ હોય તો શાંતિ મળતી જાય જે જીવને સદમાર્ગે દોરી  જાય.રમેશભાઈને પણ ભક્તિની પાવનરાહ  માબાપના આશિર્વાદ અને  સંત જલાસાંઇની કૃપાએ  મળી ગઈ.જેને લીધે તેઓ શિક્ષક તરીકે ભણતરથી બાળકોને જીવનમાં યોગ્ય રાહ લઈ લાયકાત  આપતા હતા.તે મના પત્નિ સાધનાબેન પણ ભણતર કરી અને તેમના  જીવનસંગીની થઈને આવ્યા  હતા. તેઓ પણ સવારમાં સુર્ય અર્ચના કરી અને ધરમાં ધુપદીપ કરી પુંજા  કરતા હતા. કુળદેવીની   કૃપા થતા સમયસર સંતાનનુ આગમન થયુ.તેમને ત્રણ  દીકરા અને બે દીકરીઓ હતી .ત્રણેય દીકરા 
 કેતન, સુરજ અને દીપક અને દીકરીઓ માલીની અને સંગીતા હતી.કેતન શિક્ષક થયો સુરજ ડૉક્ટર થયો અને દીપક એન્જીનીયર થયો દીકરીઓમાં માલીની નર્શનુ ભણી અને સંગીતા વકીલ થઈ આમ  રમેશભાઈ અને સાધનાબેનનુ કુળ માતાની કૃપાએ યોગ્ય રસ્તે ચાલતા થયા.
                 જગતમાં સમય કોઈથી પકડાય નહીં પણ પરમાત્માની કૃપાએ કુળને યોગ્ય માર્ગે લઈ લીધા. સંતાનો પાવનરાહથી નોકરી કરતા હતા તેથી માબાપને નિવૃત કર્યા હતા.જીવનમાં સમય આવ્યો એટલે સદમાર્ગનો સંગાથ લઈ પિતા રમેશભાઈને દીકરી માલીનીને ત્યાં બીજુ સંતાન આવ્યુ અને  તે છ વર્ષનુ થયુ તો જમાઈનો ફોન આવ્યો અને કહે પપ્પા તમે અને મમ્મી અમેરીકા આવો તો  અમને આશિર્વાદ અને પ્રેમ મળે. રમેશભાઈએ તેમની પત્નિને વાત કરી પણ તે કહે અત્યારે મારાથી અમેરીકા ન અવાય કારણ આપણા સુરજની પત્નિને સંતાન આવવાનુ છે તો  મારે અહીં રહેવુ પડે. તો તમે એકલા થોડા સમય માટે માલીનીને ત્યાં જઈ આવો તો તેને આનંદ થાય.અને આપણને 
 સંતાનોની પાવનરાહ જોઇ જીવનમાં શાંન્તિ થાય.પરમાત્માની કૃપાએ કુટુંબમાં સૌને સાચી રાહ મળીજેને લીધે પિતા રમેશભાઈ અને  માતા સાધનાબેનને  સંપુર્ણ શાંતિ માતાની કૃપા એ  મળી જે અનુભવે સમજાય છે.તેમના પાંચેય  સંતાનને પિતાએ ભણતરની રાહ બતાવી જેને પકડી ભણતરથી ઉજવળ કેડીએ મળેલદેહને સુખ અને શાંતિ મળી રહી છે.  જીવને જન્મમળે ત્યાર પછી ઉંમરનીસાથે ચાલો તો ભગવાનનીકૃપા થાય એ રમેશભાઈના કુટુંબથી દેખાય છે. 
                મોટા દીકરો કેતનને તો અત્યારે કૉલેજમાં પ્રોફૅશરની નોકરી મળતા સમય માટે તેણે નવુ મકાનલીધુ જે કૉલેજની નજીકમાં છે જેથી તે સમય પ્રમાણે નોકરી કરતો અને રવિવારે તે અને તેની પત્ની  દિવ્યાબેન પપ્પા મમ્મીને ઘેર આવી મદદ કરી પોતાની ફરજ બજાવતા હતા.બીજો દીકરો સુરજ ભણીને  ડૉક્ટર થયો અને ચાર વર્ષ હોસ્પિટલમાં કામ કર્યુ અને હવે પોતાનુ દવાખાનુ શરૂ કર્યુ જેમાં સામાન્ય  રીતે દર્દીઓની સેવા કરતો થયો.દવાખાનાની નજીક નવુ મકાન લીધુ તેની પત્ની જ્યોતિબેન દવાખાનાની ઓફીસમાં કામ કરી મદદ કરતી હતી.સમય તો કોઈથી છુટે નહી તેની સાથે ચાલવાથી વડીલોના આશિર્વાદ  અને ભગવાનની કૃપા થતા જીવનમાં શાંતિ અને યોગ્ય માણસોનો સંગાથ મળે.
           તમે જુઓ કે રમેશભાઇએ તેમના જીવનમાં સાચી અને નિર્મળરાહ લીધી તો પત્ની સાધનાબેનનો સાથ મળતા જીવનમાં  પવિત્રરાહ સહિત પરમાત્માનો પ્રેમ પણ મળ્યો જે પવિત્ર જીવોને સંતાન તરીકે આપ્યા.પાંચે સંતાનોને ભણતરની પાવન રાહ મળતા યોગ્ય લાયકાત મળતા માબાપને ઘણો જ આનંદ થયો.આજે તમે જુઓ કે તેમની દીકરી  માલિની લગ્ન પછી તેના પતિની સાથે અમેરીકામાં ગઈ ને તેના વરનેલાયકાતને કારણે ઇન્ડીયન કોન્સોલેટની ઓફીસમાં નોકરી મળી ગઈ જેને કારણે કોઇ જ જવાબદારી નહીં
          કોઇપણ વ્યક્તિને તે કાયદેસર મદદ કરતાં માલિનીના પપ્પાને પણ અમેરીકા આવવામાં પણ કાયદેસર હકક આપી અહીં બોલાવ્યા એટલે રમેશભાઈને  અમેરીકા આવવામાં કોઇ જ તકલીફ પડી  નહીં.તેઓ  અમેરીકા તેમની દીકરી માલીનીને ત્યાં આવ્યા તેમને ખુબજ આનંદ થયો.કારણ માલીની પહેલી દીકરી તોરલતો સ્કુલમાં ભણવા જતી  હતી ને બીજુ સંતાન દીકરો આવ્યો એનુ નામ વિર રાખ્યુ. દરરોજ સવારમાં મમ્મી પપ્પા ધરના મંદીરમા જલાસાંઇની પુંજા કરતા ત્યારે બંન્ને બાળકો સમયસર આવીને  પગે લાગતા એ જોઇને રમેશભાઈને ધણો આનંદ થયો અઠવાડિયામાં  એક વાર માલિની પપ્પાને ભારત   ફોન કરી મમ્મી જોડે વાત કરાવતી.
           સમય તોકોઇથી પકડાય નહીં અમેરીકા આવ્યે ચાર મહીના થયા એટલે હવે એક અઠવાડિયા પછી રમેશભાઈ ભારત પાછા જવાના હતા એટલે તેમની દીકરી માલિનીએ અને જમાઇ મહેશકુમારે ઘણી બધી વસ્તુઓ લાવી આપી  જે તેમને ભારત લાવવાની હતીં.માલિનીના ઘરની સામે એક અમેરીકન પરિવાર રહેતો હતો તેઓને આ  ભારતીય પરિવાર ગમતો હતો. એટલે જ્યારે રમેશભાઈ ભારત આવવા માટે તૈયાર થયા તે વખતે તે અમેરીકન પુષ્પગુછ લઈને તેમને ભેટીને આપી ગયા.રમેશભાઇને ખુબ  આનંદ થયો તેમના ગયા પછી દીકરી માલિની અને જમાઈ મહેશકુમારને ભેંટીને આંખો ભીની થઈ ગઈ. તેમને ખબર પડી કે આજ કુદરતની કૃપા અને કુદરતનો સંગાથ જે પરમાત્માની કૃપાએ જ  મળી ગયો.
             જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે તેમનો દિકરો કેતન અને તેની પત્ની સાધના પણ સાથે લેવા  આવી હતી. એરપોર્ટથી બહાર નીકળી કારમાં બેસતા પહેલા પત્ની સાધનાને બાથમાં લઈ બોલ્યા  તારો પ્રેમ અને સાચી રાહથી સંતાનોને પવિત્રરાહ મળી તે માટે તારો આભાર.પછી તેમને લેવા આવેલ  દીકરા કેતનને પણ બાથમાં લઈ પ્રેમ આપી વ્હાલ કર્યુ.
  
 =======================================================================================