Posted on જાન્યુઆરી 31, 2020 by Pradip Brahmbhatt
. .જય અંબે માતા
તાઃ/૧૦/૧/૨૦૨૦ (પોષસુદ પુનમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ મા અંબાનો જન્મદીવસ,પાવનધરતી પર ભક્તોથી ઊજવાય
આરાસુરમાં જન્મ લઈ માતાજી,ગુજરાતની ધરતીને પાવનએજ કરી જાય
......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય.
વંદન કરી માતાની અર્ચના કરતા,ભક્તોના પ્રેમને માતા પારખી જાય
આવેલ ભક્તોને સંકેત મળે જીવનમાં,અનંત પ્રેમની વર્ષા મેળવી જાય
સત્કર્મની પાવનરાહ મળે જીવનમાં,એજીવને અંતે મુક્તિમાર્ગ દઈ જાય
આરાસુરથી આણંદ આવીને માતાજી,પ્રદીપના પરિવારપરકૃપા કરીજાય
......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય.
મળે માતાનોપ્રેમ શ્રધ્ધાભક્તિએ જીવનમાં,જે સદમાર્ગની રાહે લઈ જાય
પાવનકર્મની કેડીમળે જીવનમા,જે અંબામાતાની અસીમકૃપાએ મેળવાય
દેહલઈને માતા આવ્યા અવનીપર,જે ભક્તોપર પાવનકૃપાપણ દઈ જાય
અજબ શક્તિશાળી ધરતી છે ભારત,જ્યાં પવિત્રદેહ લઈ કૃપા કરી જાય
......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય.
==============================================================
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a comment »
Posted on જાન્યુઆરી 1, 2020 by Pradip Brahmbhatt
. .સત્કર્મની કેડી
તાઃ૧/૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સંગે ચાલતા ગુજરાતીઓ,જગતપર નિખાલસથી પ્રેરણા આપી જાય
માન અભિમાનની નામાગણી રાખે,જે પવિત્રકર્મ સંગે સન્માન પામી જાય
....એ કૃપા માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ સન્માન કરાવી જાય.
મળેલદેહને તો સંબંધ છે થયેલકર્મનો,જે અવનીપર દેહના વર્તનથી દેખાય
સરળ જીવનની રાહ મેળવી જીવવા,સત્કર્મનો સંગાથ પ્રભુકૃપાએ મેળવાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે શ્રધ્ધાભક્તિએ પાવનકર્મ કરાવી જાય
કૃપાની પાવનરાહ મળે દેહને,એ મા કૃપાએ દેહથી પકડેલ કલમથી દેખાય
.....એ કૃપા માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ સન્માન કરાવી જાય.
પવિત્રરાહે કલમ પકડતા જીવનમાં,અનંતપ્રેમની વર્ષાએ પાવનરાહ દઈ જાય
ના કોઇજ અપેક્ષા માનવદેહની રહે,જે દેહને પવિત્રરાહની પ્રેરણાએ દેખાય
મનથી પકડેલ કલમથી અનંતરાહમળે જીવને,જે અનેકને આનંદ આપી જાય
શાંંતિનો સંગાથ મળે દેહને જીવનમાં,જે સત્કર્મનો સાથ જીવને આપી જાય
.....એ કૃપા માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ સન્માન કરાવી જાય.
================================================================
Filed under: સામાજીક કાવ્યો | Leave a comment »