કૃપા માતાની


.           .કૃપા માતાની     
તાઃ૩૦/૯/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીપર,અનેક કર્મના બંધનથી દેહ મળતો જાય
પરમકૃપામળે કુળદેવી માકાળકાની,જીવને કુટુંબના સંબંધથી મેળવાય
....મળે કૃપા મને કુળદેવી માકાળકાની,જે દેહને ભક્તિપ્રેમનો સંગાથ આપી જાય.
પવિત્ર જીવનની રાહ મળે મળેલ દેહને,માતા કૃપાએ કુળને પ્રેરી જાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવને,જે નિર્મળભાવે ભક્તિ કરાવી જાય
અજબશક્તિશાળી માકાળકા હિંદુધર્મમાં,જે જીવને શાંન્તિ આપી જાય
ઓમ ક્રી કાલિયે નમો નમઃના સ્મરણથી,માતાની મને કૃપા મળી જાય
....મળે કૃપા મને કુળદેવી માકાળકાની,જે દેહને ભક્તિપ્રેમનો સંગાથ આપી જાય.
નિર્મળભાવથી માતાનાદર્શન કરતા,કૃપાએ પાવનરાહ જીવનમાં મેળવાય
મળેલદેહને માનવજીવનમાં સમય સ્પર્શી,જીવનમાં અનેકકર્મ આપી જાય
કુળદેવી માકાળકાની પાવનકૃપાએ,મારાકુળને પવિત્રજીવથી વધારી જાય
અદભુતલીલા પવિત્રમાતાની અવનીએ,અનેક સ્વરૂપે દર્શન આપી જાય
....મળે કૃપા મને કુળદેવી માકાળકાની,જે દેહને ભક્તિપ્રેમનો સંગાથ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

શાંંન્તિનો સંગાથ


સ્કંદપુરાણ મુજબ વૈશાખ માસ દરમિયાન કરવા જોઈએ આ કામ, ભગવાન વિષ્ણુ ની પ્રાપ્ત થાય છે અસીમ કૃપા, આ એક કામ ભૂલ થી પણ ના કરવું.. - મોજીલું ગુજરાત
          . શાંન્તિનો સંગાથ   
તાઃ૩૦/૯/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પ્રેમ મળે પરમાત્માનો દેહને,જ્યાં જીવથી શ્રધ્ધાભાવથી વંદન થાય
મળેલ માનવ દેહને કર્મનો સંબંધ છે,થયેલ કર્મથી દેહ આપી જાય
....અજબ શક્તિશાળી પરમાત્માની લીલા,અનેક દેહથી આવનજાવન કરી જાય.
સમયનો સ્પર્શ જીવને દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય 
નિખાલસ ભાવનાથી પુંજન કરતા,દેહને ભગવાનની કૃપા મળતીજાય
જીવનમાં મળેલદેહને શાંન્તિનો સગાથ મળે,જે પાવનરાહે દોરી જાય
નાઆશા અભિમાન કે મોહમાયા અડે,એ નિર્મળ જીવન આપી જાય
....અજબ શક્તિશાળી પરમાત્માની લીલા,અનેક દેહથી આવનજાવન કરી જાય.
પવિત્રપ્રેમથી રાહ મળે દેહને,જે વડીલના પ્રેમ આશિર્વાદથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એ જીવને સ્પર્શે,જે જન્મમરણથી મળીજાય
કુદરતની પાવનકૃપા મળે દેહને,જે ભજન ભક્તિજ ધરમાં આપી જાય
સરળ જીવનની રાહ મળતા જીવને,અનેક પવિત્ર કામ જીવનમાં થાય
....અજબ શક્તિશાળી પરમાત્માની લીલા,અનેક દેહથી આવનજાવન કરી જાય.
##############################################################

માનવ દેહ


ભગવાન રામ અને કૃષ્ણ પણ નહોતા તોડી શક્યા જન્મ મરણનું બંધન, જાણો કેવી રીતે થયું તેમનું મૃત્યુ. - Suvichar Dhara
.              .માનવ દેહ  
    તાઃ૨૯/૯/૨૦૨૦        પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જગતપર અનેકરાહે અનુભવથીજ મેળવાય  
જીવને મળેલદેહની લીલા પ્રભુકૃપાએ,ગત જન્મે દેહથી થયેલ કર્મથી મળી જાય
.....એ પાવનકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
પવિત્રકૃપા મળે દેહને જ્યાં નિર્મળરાહે,મળેલ માનવદેહથી નિર્મળજીવન જીવાય
સરળ જીવનનીરાહ મળે માનવદેહને,જે જીવનમાં દરેક પળને સાચવતા દેખાય 
કુદરતની આ કૃપા અવનીપર અનેક જન્મથી,પરમાત્મા દેહ લઈને આવી જાય
પવિત્ર ભારતદેશમાં જન્મલઈ આવ્યા,જે અનેક પરમાત્માના નામથી ઓળખાય
.....એ પાવનકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
રામ કહો કે કૃષ્ણ કે હનુમાન કહો,કે ભોલેનાથ જે શંકર ભગવાન પણ કહેવાય
પરમાત્માએ પવિત્રદેહથી આગમન કર્યો,જગતમાં પવિત્ર હિંદુ ધર્મથી ઓળખાણ
સંસારની કેડી મળી દેહને,જે સીતા,રાધા,પાર્વતી,લક્ષ્મી,રાંદલના દેહથી દેખાય
સંતાનની સાંકળ એજ લીલા પ્રભુની ધરતીપર,જે કુળને પાવનરાહે જ દોરી જાય 
.....એ પાવનકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

પવિત્ર ભક્તિ


શું તમારા ઘરમાં પણ છે હનુમાનદાદા નો ફોટો, તો ખાસ આપો ધ્યાન નહી તો થઇ શકે છે મોટુ અનર્થ - MojeMastram
.             .પવિત્ર ભક્તિ
તાઃ૨૬/૯/૨૦૨૦        પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપા પરમાત્માની અવનીપર મળે,જ્યાં નિર્મળ ભાવનાસંગે પવિત્ર ભક્તિ થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જયાં રામસીતાની કૃપાએ હનુમાનજી ઓળખાય
..અજબશક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતાઅંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
ભારત પવિત્રભુમી જગતપર જ્યાં શ્રીરામનો જન્મથયો,જે રાજા દશરથ પુત્ર કહેવાય
કુટુંબની પાવનરાહ લેવા પત્ની સીતાજી મળી જાય,સંગે ભાઈ લક્ષ્મણ આવી જાય
જગતમાં ના કોઇ દેહની તાકાત જે સમયને પકડી,મળેલદેહનો સમય પસાર થાય
પરમભક્ત હનુમાનજીએ ભારતમાં દેહ લીધો,જે પવિત્રકર્મ સંગે જીવન જીવી જાય
..અજબશક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતાઅંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
શ્રીહનુમાનજી અનેકનામથી ઓળખાય,એ બાહુબલી બજરંગબલી મહાવીર કહેવાય
પરમાત્મા શ્રીરામના લાડલા ભક્ત થયા,જ્યાં રાજારાવણને ત્યાંથી સીતાજી લેવાજાય
મળેલદેહને પવિત્રભક્તિ રાહ મળી,શ્રીરામના ભાઈ લક્ષ્મણને મૃત્યુથી બચાવી જાય
શ્રીરામસંગે શ્રી હનુમાનજીની અજબકૃપા મળે,જ્યાં હનુમાન ચાલીસાનુ વાંચન થાય
..અજબશક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતાઅંજનીના એ લાડલા દીકરાત કહેવાય.
*****************************************************************

.મારો પવિત્રદેશ


માતૃભૂમિ નો પોકાર , ભારત માતા નો પોકાર... - Ae Vatan Tere Liye | Facebook
    
             .મારો પવિત્રદેશ
તાઃ૨૫/૯/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અજબશક્તિશાળી દેશ છે દુનીયામાં,જે મારો પવિત્ર ભારતદેશથી ઓળખાય
પવિત્રભુમી અવનીપર એ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળે,જે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
કુદરતની આ લીલા અવનીપર આવી,જે પરમકૃપાએ પાવનભુમી જ કહેવાય
મળે દેહ પ્રભુને ભારતની ધરતીપર,એજ અનેક નામે ભક્તિરાહ આપી જાય
પવિત્રરાહ જીવને મળેલદેહને આપવા,એ ભારતમાં પણ દેહ લઈ જીવી જાય
અનેકનામથી પરમાત્મા ઓળખાય દેશમાં,ના દુનિયામાં બીજોદેશ ઓળખાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળે,જે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
પવિત્ર પર્વત હિમાલય ભારતમાં,જ્યાં શંકરભગવાન પવિત્ર ગંગાને વહાવી જાય
મળેલજીવને સમયે દેહથી મુક્તિ લેવા,પવિત્રગંગા જળથી જીવનેમુક્તિ મળીજાય
અવનીપર ના કોઇ બીજો દેશ છે,કે જ્યાં પરમાત્મા કોઇ દેહ લઈ આવી જાય
પવિત્ર ભારતદેશ મારો અવનીપર,જ્યાં પરમકૃપા પરમાત્માની અનેકદેહથી થાય
.....પાવનભુમી પર માબાપનો પ્રેમ મળેpજે જીવને જન્મદઈ સંતાનથી લાવી જાય.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

નિર્મળ જીવન


સુખી અને સફળ જીવનના સૂત્રો જણાવે છે, કમળ પર બેઠેલાં લક્ષ્મીજી... - Suvichar Dhara
.              .નિર્મળ જીવન  
તાઃ૨૪/૯/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
અવનીપરનુ આગમન અને વિદાય,પરમાત્માની પાવનલીલાજ કહેવાય 
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
સુખશાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નાકોઇ જ મોહમાયા રખાય
થયેલ કર્મએ સાથ આપે દેહને,ના કોઇ દેહથી કદી જીવનમાં છટકાય
શ્રધ્ધાભાવના એ પાવનરાહ છે,અવનીપર પ્રભુએ લીધેલ દેહનેજ પુંજાય
પવિત્રરાહે જીવનજીવતા વ્હાલા સંત,જીવને સદમાર્ગની રાહ આપીજાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
નિરાધારને આધાર મળે જીવનમાં,જે દેહને પરમશાંંતિની રાહ દઈ જાય 
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,એજ દેહને નિર્મળ જીવનથી દેખાય
કુદરતની પાવનકેડી છે અવનીપર,એ મળેલ દેહને શાંંતિ એ પ્રેરી જાય
પાવનરાહ એ જીવથી થયેલકર્મથી સ્પર્શે,એદેહને શ્રધ્ધાભક્તિથી જીવાય
.....મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પ્રભુકૃપાએજ નિર્મળ જીવન આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.સરસ્વતી માતા


વસંત પંચમી ના દિવસે માતા સરસ્વતી ને આવી રીતે કરો પ્રસન્ન,થશે તમારા પર અપાર કૃપા

……. ………………. . સરસ્વતી માતા
તાઃ૨૩/૯/૨૦૨૦ ………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ માતા સરસ્વતી અવનીપર,કલમપ્રેમીઓના કલમપ્રેમથી દેખાય
પાવનરાહે કલમ પકડતા જીવનમાં,અનંતશાંંતિ કલમનીકેડીથી આપી જાય
…..એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
કલમની કેડી નિર્મળછે અવનીપર,જે મળેલદેહને શ્રધ્ધાએ કલમથી પ્રેરાય
અનેકરાહે પ્રેમથી કલમ પકડતા,માતા સરસ્વતીની આંગળીપર કૃપા થાય
પાવનરાહે મગજને પ્રેરણા કરે માતાજી,જે કલમની અદભુત કેડી કહેવાય
કલમપ્રેમી માતા જગતપર કહેવાય,જેમને પ્રેમથી વંદનકરતા કલમ પકડાય
….એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
માતાની કૃપાએ કલમ પકડતા દેહથી,અનેકરાહે કલમથી લેખલખાઇ જાય
માનવસમાજને એ આંગળી ચીંધે,જે વાંચતા જોતા મનને ખુશ કરી જાય
અદભુતલીલા એ માતાની જગતપર,જે અદભુત કર્મની પ્રેરણા આપી જાય
આજકાલને ના સ્પર્શ કરે કલમ અવનીપર,એ અનેકરાહે દેહને મળી જાય
…..એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સંસારનીકેડી


             .સંસારનીકેડી 

તાઃ૨૩/૯/૨૦૨૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જે પકડેલ પ્રેમ સંસારમાં દેહ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ છે પ્રેમનો,પાવનકૃપા પરમાત્માની થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
અદભુતલીલા અવીનાશીની અવનીપર,જગતપર જીવને દેહ આપી જાય
થયેલકર્મ જીવના મળેલ દેહને સ્પર્શે,જે જીવને જન્મમરણથી અનુભવાય
નિમીતબને માબાપ જીવનમાં,જે સંસારના સંબંધથી દેહને કર્મઆપીજાય
પરમપ્રેમ મળેદેહને અવનીપર,એજ શ્રધ્ધાભાવથી થયેલ ભક્તિથી દેખાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
કુદરતની આકેડી જગતપર દેખાય,જે જીવનાકર્મથી દેહને સમયે મેળવાય
દેહને મળે સંસારની કેડી જીવનમાં,એ સંસારને કુળથી આગળ લઈ જાય
પતિપત્નીના સંગાથે ચાલતા કુળને,સંતાન મળે જે પુત્રપુત્રીથી ઓળખાય
પાવનકર્મનીrરાહ મળે જીવને દેહથી,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.ગજાનંદ ગણેશજી


ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય
             .ગજાનંદ ગણેશજી 
તાઃ૨૨/૯/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સિધ્ધી વિનાયક વ્હાલા શ્રીગણેશ,જગતમાં પવિત્રરાહે ભાગ્યવિધાતા કહેવાય
માતા પાર્વતીના એવ્હાલા સંતાન,સંગે પિતા ભોલેનાથનાય લાડીલા થઈ જાય
...એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
પાવનરાહે મળેલદેહને કર્મનીકેડી મળી,ધર્મકર્મને દુર રાખી કૃપા આપી જાય
વ્હાલા પિતા શંકરભગવાન સંગે,માતા પાર્વતીના લાડલા ગૌરીનંદન કહેવાય
મળે આશીર્વાદ દેહને પાવનકર્મથી,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાયને પુંજાય
પવિત્રકર્મની રાહ મળી વ્હાલા ગણેશજીને,જીવનમાં કાર્તીકભાઈ મળી જાય
...એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
સંસારની પવિત્રકેડી મળી જીવનમાં,પત્નિ રિધ્ધીસિધ્ધીના ભરથાર થઈ જાય
જગતમાં મળેલમાનવદેહપર પત્ની રિધ્ધીનો પ્રેમમળે,જ્યાં ગણેશની કૃપા થાય
જીવનમાં કરેલ કર્મને સિધ્ધીના સોપાન મળૅ,જ્યાં પત્ની સિધ્ધીનો પ્રેમ મળે
અજબ કૃપાળુ પરિવાર ભોલેનાથના સંતાનનો,જેની જગતમાં પુંજાપણ કરાય
...એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કલમપ્રેમી નવીનભાઈ


એક અનુભૂતિઃ એક એહસાસ » 2015 » August
           .કલમપ્રેમી નવીનભાઈ   
તાઃ૨૧/૯/૨૦૨૦   (શ્રધ્ધાંજલી)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રદેહને રાહ મળી પરમાત્માની,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
પવિત્રકર્મનો સંગાથ રાખીને જીવનમાં,અનંતકર્મ સમાજના કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
શ્રધ્ધામાર્ગથી કર્મ કરતા હ્યુસ્ટનમાં,માતા સરસ્વતીનીકૃપા મેળવીજાય
આંગણે આવી કૃપામળે પરમાત્માની,સંત જલાસાંઇનોપ્રેમ મળી જાય
નિર્મળભાવના સંગે જીવનજીવતા,નાકોઇ આફત અભિમાન અડીજાય
મળેલ માનવદેહથી કલમપ્રેમીઓને,પ્રેમ આપી પવિત્રકર્મએ કરી જાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
નિખાલસપ્રેમ મળ્યો સમાજના કાર્યથી,જે મળતા સન્માનથીજ દેખાય
પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે કલમની પવિત્રનિખાલસ ભાવના કહેવાય
મળેલ દેહની માનવતા પ્રસરી,એ કલમપ્રેમી નવીનભાઈથી ઓળખાય
સમયની સાંકળ પકડી ચાલતા,જગતમાં એ પવિત્ર કલમપ્રેમી કહેવાય
.....એવા વ્હાલા કલમપ્રેમી નવીનભાઈના જીવને,પરમાત્મા મુક્તિમાર્ગે લઈ જાય.
*****************************************************************
 હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાના કલમપ્રેમી શ્રી નવીનભાઈ બેંકરને તાઃ૨૦/૯/૨૦ ના રોજ પરમાત્માએ જીવને દેહથી મુક્તિઆપી તે નીમિત્તે તેમના સગાસંબંધી અને કલમપ્રેમીઓને
જીવનમાં શાંંતિ આપે તેની યાદ નીમિત્તે આ કાવ્ય લખાયેલ છે તે સપ્રેમ ભેંટ.
   લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત પરમાત્માને પ્રાર્થના.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++