જય દુર્ગા માતા


.         જય દુર્ગા માતા

તાઃ૩૧/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્ર કરવા,માતા દુર્ગામાતાથી આવી જાય
પવિત્ર શક્તિશાળી એ માતા થયા,શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનુભવથી દેખાય
પાવનકર્મ કરવા માતાને વંદન કરતા,મળેલ દેહને પ્રેરણા થાય 
અજબ શક્તિશાળી માતા,જે દુશ્કર્મી મહીશાસુરને મારી જાય
એજ કૃપા થઈ અવનીપર માતાની,જે સમાજને સુખ દઈ જાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લીધા,જે માનવદેહપર કૃપા કરાય
અનેકદેહથી આગમન થયુ,જે હિંદુધર્મને દુનીયામાં પ્રસરાવીજાય
માનવદેહના જીવને પાવનરાહે,જન્મમરણથી મુક્તિજ મળી જાય
પાવનકૃપાથી માતાજી પધાર્યા,જેમને જય દુર્ગેમાતાથી વંદનકરાય
....પરમકૃપાળુ એ માતા હતા,જે નિર્મળભાવનાથી પુંજન કરાવી જાય.
#########################################################

વ્હાલા પવનપુત્ર


તુલસીદાસ | મન નો વિશ્વાસ
.           .વ્હાલા પવનપુત્ર          

તાઃ૩૦/૧/૨૦૨૧.               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રી રામ ભક્ત હનુમાન,જગતમાં વ્હાલા પવનપુત્રથીય ઓળખાય
અજબ શક્તિશાળી લાડલા દીકરા,માતા અંજનીના પણ કહેવાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
પરમાત્માનુ આગમન ભારતમાં,જે ભુમી પવિત્ર કરવા જન્મી જાય
પવિત્રકૃપા મળી હતી શ્રીરામની,જ્યાં હનુમાનજી ઉડીને લંકા જાય
સીતામાતાને એ શોધી લાવ્યા,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે રામના ભાઈ લક્ષ્મણને બચાવી જાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
શ્રી હનુમાનજી એસુર્યદેવની દીકરી,સુવર્ચલાના પતિદેવ પણ કહેવાય
મળેલદેહને પાવનરાહ મળી,જે માતાપિતાના આશિર્વાદથી મેળવાય
પ્રભુ શ્રી રામના જીવનમાં,આવેલ તકલીફને દુર કરવા એદોડી જાય
જગતમાં ઓળખાણ પવિત્ર ભક્ત તરીકે,જે તેમના કર્મથીજ દેખાય
.....પવિત્ર ભક્તિરાહ શ્રીરામકૃપાએ મળી,જે રાજા રાવણના દહનથી દેખાય.
############################################################

મળી માયા


Std-12-Final 22-12-2017.p65
.          .મળી માયા 

તાઃ૩૦/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળી માયા દેહને અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
કુદરતની આ લીલા જગતમાં,જે કર્મધર્મનો સંગાથ આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
અવનીપર મળેલદેહને સંગાથ મળે,જે સમયસંગે જીવને સમજાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહમળે,એ ધર્મકર્મથી મેળવાય
મળી માયા જો દેહને જીવનમાં,જે કાયાને અનેકરાહે લઈ જાય
એ જીવને જન્મમરણના બંધનથી,અનેક કર્મનીકેડી આપી જાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
નિખાલસપ્રેમ જગતમાં પરમાત્માનો,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે દેહને જે જીવનેસંબંધ આપીજાય,એ પાવનરાહે દેખાય
ના અડે મોહમાયા જીવનમાં,જ્યાં પાવનકૃપા પ્રભુની મળી જાય
જીવને આવનજાવનથી છોડાય,જ્યાં જીવથી મુક્તિમાર્ગ મેળવાય
....મળે પરમાત્માની પાવનકૃપા દેહને,એ જીવને જન્મમરણથી દેખાય.
*******************************************************

આશિર્વાદ મળ્યા


પીએમ મોદી જન્મ દિવસે માતા હિરા બા ના આશિર્વાદ લેવા આવશે
.     .આશિર્વાદ મળ્યા  

તાઃ૨૯/૧/૨૦૨૧       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યા માતા હિરાબાના આશિર્વાદ,શ્રી નરેંદ્રભાઈથી પવિત્રરાહ મેળવાય
ગુજરાતીઓની શાન છે ભારતદેશમાં,જે અનેકરાહે દુનીયામાં એ દેખાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
નિર્મળભાવનાથી જીવનજીવતા,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
પવિત્ર ભારતદેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી આવી જાય
આશિર્વાદથી મળેલદેહને પાવનરાહે મળે,જે નરેંદ્રભાઈને સન્માન આપીજાય
ભારતને પવિત્રદેશ કર્યો અવનીપર,એ ગુજરાતીઓની અજબશક્તિ કહેવાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
શ્રધ્ધાભાવથી જીવન જીવતા કૃપા મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય
નિર્મળભાવનાએ કર્મ કરતા શ્રીનરેંદ્રભાઈ,એ ભારતના વડાપ્રધાન થઈ જાય
પવિત્રકર્મ જીવનમાં શ્રધ્ધાથીકરતા,ભારતના ગુજરાતીઓજ માન મેળવીજાય
ગુજરાતીઓની ગુજરાતી ભાષા પવિત્ર,જે કલમથીઅનેકલેખ જગતમાં વંચાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
##############################################################

અપેક્ષાની આશા


.          .અપેક્ષાની આશા      

તાઃ ૨૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહના મનમાં સમયની સાંકળ ચાલે,જે તેના વર્તનથી દેખાય
કળીયુગ સતયુગની સમજણથી જીવતા,નાઅપેક્ષાની આશા રખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
આગમનનો સંબંધ એથયેલકર્મનો,જે ગતજન્મના વર્તનથી મેળવાય
કુદરતની આજ લીલા જગતમાં,ના કોઇજ જીવથી કદીય છટકાય 
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભારતની ભુમીને પાવન કરી પરમાત્માએ,જે પવિત્ર દેહથી દેખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
મળે પરમાત્માના આશિર્વાદ દેહને,જ્યાં પરમાત્માની ભક્તિપુંજાથાય
માનવદેહના જીવને શાંંતિ મળે,જે જીવને અપેક્ષાથીજ દુર લઈ જાય
પવિત્રજીવનની રાહ મળે,એ પવિત્રદેહના આશિર્વાદે સત્કર્મ થઈજાય
સમયનીસાથે ચાલતા જીવનમાં,પરમાત્માની પાવનકૃપાએ આનંદથાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
*************************************************************

જલ્દી દોડજે


.        .જલ્દી દોડજે        

તાઃ૨૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવને કર્મની રાહ આપી જાય
સમયનીસાથે ચાલતા રહેવા મળેલદેહથી,નિખાલસ જીવન મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના દેહથી સમજાતી જાય
માનવદેહ એજ કૃપા જીવ પર,જે પાવનરાહે જીવન જીવડાવી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર,એ પશુપક્ષીમાનવદેહથી મળતો જાય
પવિત્રકૃપા મેળવવા ભક્તિરાહ પર,જલ્દી દોડજે મુક્તિરાહ મેળવાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
જીવને દેહથી થયેલ કર્મનો સ્પર્શ,એ જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કર્મનો સંબંધ જીવનમાં,ના કોઇજ જીવથી કદી છટકાય
માગણી મોહને પારખી જીવન જીવતા,આફતથી જલ્દી દોડીને છોડાય
અદભુતલીલા અવનીપર પ્રભુની,જગતમાં ના કોઇ જીવથી કદી છ્ટકાય
....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય.
###########################################################

मेरे सांईबाबा


Video : દર્શન કરો અમદાવાદના રામદેવનગરમાં આવેલા સાંઇ મંદિરના - Sandesh
           .मेरे सांईबाबा          

ताः२८/१/२०२१           प्रदीप ब्रह्मभट्ट 


शेरडीवाले मेरे सांईबाबा,जगतमें भक्तोके दुःख प्रेमसे हरते है
पावनराहकी केडीमीली भक्तीसे,जीवनमें शांंतिभी मीलजाती है
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
समयके साथ हम जहां चलतॅ है,वहां जीवनमे क्रुपा मीलती हे
अनंतप्रेमकी क्रुपा मीली श्रध्धासे,जो आशिर्वादसे मील जाती है
भोलेनाथकी पावनक्रुपा हुइ,जो शेरडीमे संत सांइबाबासे आगये
द्वारकामाईका साथ मीला बाबाको,जो पवित्र धरतीभी कर गये
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
ॐ श्री सांइनाथाय नमः के स्मरणसे,शेरडीसेक्रुपा मील जातीहै
जन्ममरणका संबंध रहेता है जीवको,जो मानव देहका कर्म है
मळेल मानवदेहको ना नातजात अडे,जो मानवता महेंकाती है
श्रध्धा और सबुरीका संबंध देहको,जो बाबाने पावन कर दीया
....पवित्रप्रेमका सागर मीला भक्तिसे,जो बाबाके आशिर्वादसे मील गया.
********************************************************

જય લક્ષ્મી માતા


ઘર કે ઓફિસમાં માતા લક્ષ્મીના આવા ફોટો રાખશો તો થશે નુકસાન અને અટકી જશે તમારી પ્રગતિ – Gujarat Live
.          .જય લક્ષ્મી માતા 

તાઃ૨૭/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો ભારતની પવિત્રભુમી પર,માતાથી શાંંતિ આપી જાય
શ્રીલક્ષ્મીજીનો દેહ લીધો ભારતમા,જે શ્રીવિષ્ણુના પત્નીથી ઓળખાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
ભારતની ભુમીમાં દેહ લીધો માતાથી,એ માનવદેહને પવિત્રરાહે દેખાય
શ્રધ્ધાભાવથી લક્ષ્મીમાતાની ભક્તિ કરતા,માતાની પાવનકૃપા પણ થાય
અવનીપરના આગમનમાં મળેલદેહને,હિંદુ ધર્મમાં પવિત્રભક્તિ મળીજાય
અનેક સ્વરૂપ લીધા પરમાત્માએ,જે પવિત્રપુંજનથી જગતમાં ઓળખાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી આવી જાય
માતા લક્ષ્મીના એ જીવનસાથી થયા,જે અવનીપર શ્રી વિષ્ણુજી કહેવાય
દુનીયામાં ભારતદેશ જ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહના જીવનુ એનશીબ કહેવાય,જે પવિત્રધરતી પર જન્મ લઈ જાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
#############################################################

પવિત્ર દેહ


sawan story read story why lord shiva like sawan 2020 so much– News18 Gujarati
           .પવિત્ર દેહ                

તાઃ૨૬/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
માનવદેહનો જન્મ લઈને પધાર્યા,જે પવિત્ર નામથી ઓળખાય
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,પાવનકૃપા કરવા આવી જાય
માબાપ એજ પવિત્રદેહ છે દુનીયામાં,જે જીવને દેહ આપી જાય
કૃપા કરવા અનેકદેહ લીધા પરમાત્માએ,જે પવિત્રભક્તિ દઈજાય
મળેલ માનવ દેહના જીવને પવિત્રરાહથી,અંતે મુક્તિ મળી જાય
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
જીવને મળેલદેહ એગતજન્મે કરેલકર્મથી,આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે મળેલદેહને,જે પવિત્ર આશિર્વાદથી મળતા થાય
પરમાત્માના લીધેલ દેહને,શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરાય
મળે જીવના દેહને પાવનકૃપા,જે દેહના સત્કર્મના સાથથી દેખાય 
...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
**********************************************************

નિખાલસતા


.      .નિખાલસતા
        
તાઃ૨૫/૧/૨૦૨૧        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહને સંબંધમળે માનવતાનો,જે દેહનાકર્મથી દેખાય
કુદરતની પાવનકૃપાનો સાથ મળે,જ્યાં નિખાલસતાથીજ જીવાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
ભક્તિની પવિત્રરાહ પકડીને ચાલતા,દેહને સત્કર્મનો સંગાથ મળે
શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
મોહમાયાની ચાદર પણ દુર રહી જાય,જે અનંતશાંંતિ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહની,માનવતા પાવન થઈ જાય 
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
કળીયુગમાં કાયાને માયા સ્પર્શે,જે જીવને તકલીફમાં ખેંચી જાય
પવિત્રરાહે જીવન જીવવા દેહથી,પરમાત્માની શ્રધ્ધાથી પુંજા થાય
માનવદેહની માનવતાપ્રસરે અવનીપર,ત્યાં જીવને શાંંતિ મળીજાય
પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહના જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++