પ્રેમ જ્યોત


.      .પ્રેમ જ્યોત 

તાઃ૨૦/૧૨/૨૦૧૯      પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવ દેહ એતો પરમાત્માની,પાવન કૃપા જ કહેવાય
અવનીપરના આગમનને સંબંધ,ગતજન્મે કરેલકર્મથી મેળવાય
.....એજ લીલા પરમાત્માની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
પવિત્ર ભુમી અવનીપર એજ કહેવાય,જ્યાં પ્રભુના દર્શન થાય
નામોહ કે માયાનો સંબંધ છે દેહને,જે તેમના વર્તનથી દેખાય
જીવને મળેલદેહથી જીવનમાં,પાવનરાહે પ્રભુકૃપાને મેળવી જાય
નાકોઇ અપેક્ષાનો સંગાથમળે,કે નાકોઈજ માગણી સ્પર્શી જાય
.....એજ લીલા પરમાત્માની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
પાવનરાહ મળે દેહને,જ્યાં પરમાત્માની ચીંધેલ રાહે જ જીવાય
આફતને ના આંબે કોઇજ જગતપર,એજ અદભુતલીલા કહેવાય 
પાવનકર્મની રાહમળે જીવને,જે દેહની પ્રેમજ્યોત પ્રગટાવી જાય
કર્મનો સંબંધ છે જીવને દેહથી,જે પાવનકર્મથી મુક્તિ દઈ જાય
.....એજ લીલા પરમામાની જગતપર,જે અનેક સ્વરૂપે દેહ લઈ જાય.
=======================================================

નિખાલસ સ્નેહ


.     .નિખાલસ સ્નેહ  

તાઃ૨૨/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની શીતળકેડી,એ જ જીવની પાવનરાહ કહેવાય
કર્મનીકેડી એ બંધનછે જીવના,પરમાત્માની કૃપાએ અનુભવાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
કુદરતની આ અજબ છે લીલા,જે જગતના બંધનથી સમજાય
કરેલકર્મ અવનીએ જીવનમાં,સરળ જીવનની રાહ આપી જાય
નિર્મળ જીવનની કેડી મળે,જ્યાં શ્રધ્ધાએ માબાપને વંદન થાય
અવનીપરના આગમનનુ બંધન માબાપ છે,જે કર્મથીજ બંધાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
ભક્તિપ્રેમ એ રાહછે જીવની,જે થકી જીવનમાં શ્રધ્ધાએ પુંજાય
મનથી કરેલ નિર્મળકર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
સંત જલાસાંઇની મળે કૃપા,જે મળેલ માનવદેહ પાવનકરી જાય
ના અપેક્ષાની કોઇ રાહ અડે,કે ના માગણી કોઇ મનથી થાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
=======================================================

મા મેલડીની કૃપા


.                           . મા મેલડીની કૃપા

 

3૧/૧/૨૦૧૬                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

.              .વલાસણથી કપિલાબેનનો ફોન આવ્યો મેં ફોન લીધો તો કહે મને મધુબેને કહ્યુ કે તુ અમેરીકાથી આવ્યો છે એટલે મને તો બહુ જ આનંદ થયો કે પાંચ વર્ષ પછી મારા મામાના છોકરા સાથે મેં વાત કરી. તારી તબિયત સારી છે ને? તારી પત્ની તારી સાથે આવી છે? તેની તબીયત કેવી છે? બધુ બરાબર છે ને? હવે સાંભળ તને સમય હોય તો તુ મને મળવા વલાસણ આવજે કારણ મારે તો ઉંમરના કારણે અવાય નહીં. આપણે મળીયે તો આનંદ થાય  અને સાંભળ તુ આવીશ ત્યારે હું તને ભાવતા રોટલા બનાવીશ. અને બીજુ એ કે આ શુક્રવારે અમારા કુળદેવી માતા મેલડીના પ્રાગટ્યનો ઉત્સવ છે એટલે તને માતાજીના દર્શનનો લાભ મળશે તો તમે બંન્ને ચોક્કસ આ શુક્રવારે માતાજીના દર્શન કરી માતાજીના પ્રસાદનો લાભ મેળવશો. આતો સમયની વાત થઈ તને મેલડી માતામાં શ્રધ્ધા અને વિશ્વાસ છે એટલે તને માતાજીએ બોલાવ્યો તો આ પ્રસંગમાં તુ અને ભાભી બંન્ને સાથે દસ વાગ્યા પહેલા આવી જ જો  એટલે તમને પ્રસંગનો લાભ મળે.

.             .આજે બુધવાર હતો એટલે મારે મારા જુના મિત્રને ત્યાં જવાનુ હતુ.મારે તેને સરપ્રાઇઝ આપવી હતી તેના દીકરાના લગ્ન બેવર્ષ પહેલા થયા હતા તેની કંકોત્રી આવી હતી પણ મારી નોકરીને કારણે અવાયુ નહતુ એટલે મારે તેને લગ્નની ભેંટ આપવી હતી અને ભુતકાળને યાદ કરી આનંદ કરવો હતો. તેથી ચાર વાગે મારા મિત્ર રમેશભાઈને ત્યાં મારો પડોશી તેની ગાડીમાં અમને તેને ઘેર મુકી આવ્યો. તેમના ઘરનુ બારણુ ખખડાવ્યુ તો ભાભીએ બારણુ ખોલ્યુ. મે પુછ્યુ મારા મિત્ર ક્યાં ગયા? તો ભાભી કહે તેમનાથી ઉભા થઈને ચલાતુ નથી એટલે ખુરશીમાં જ આખો દીવસ બેસી  ભગવાનનુ નામ લેછે અને ઉભા થવુ હોય તો તેમણે લાકડી પકડી આપણે તેમને ઉભા કરી ચાલવામાં મદદ કરવી પડે. મને આ સાંભળી ઘણુ દુખ થયુ કારણ અમે બંન્ને શિયાળામાં સવારમાં એકથી બે માઈલ કસરત કરી દોડતા હતા. આજે રમેશભાઈને ઉંમર અડી હોય તેમ લાગ્યુ. હું તેમને જોઈ દોડી બાથમાં લઈ ઉભા કર્યા મારી ભીની થઈ ગઈ કારણ ભુતકાળ યાદ આવ્યો. તેમની સાથે બેસી જુની યાદ તાજી કરી.સમય પસાર થયો.

.             .દુનીયામાં જીવથી ભુતકાળના ભ્રમણમાંથી ત્યારે બહાર નીકળાય જ્યારે તે સાચી શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરે અને કળીયુગની મોહમાયાને દુર રાખી જીવે. મારા જીવનમાં પણ જુઓ કે મારી ભક્તિ સાચી છે તો મને મેલડી માતાએ પ્રાગટ્યના પવિત્ર દીવસે કપિલાબેનને નિમિત બનાવી બોલાવ્યો. શુક્રવારે અમે બંન્ને રીક્ષા કરી વલાસણ ગયા તો ગામની ભાગોળમાં માતાજીનુ મંદીર હજારો માતાના ભક્તોથી ભરાયેલ હતુ. કેટલી બધી શ્રધ્ધા અને ભાવનાથી આવી માતાજીની કૃપા મેળવવા સેવા કરતા હતા ઉપરના ફોટામાં તમે જુઓ કે માતાજીના દર્શન કર્યા પછી જે ભક્તો આવ્યા છે તેમને ચા નાસ્તો આપી પોતાની ફરજ બજાવતા ભક્તો એ સાચી સેવા જ્યાં માતાની અસીમકૃપા મળી જાય. માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહી સતત માતાજીનુ સ્મરણ કરતા ભક્તો મે જોયા એટલે અમે પણ લાઈનમાં ઉભા રહ્યા. બહારથી આવેલાને અત્યારના મંદીરના નિયમોનો ખ્યાલ ના હોય એટલે સમજીને સાચવીને ચાલવુ પડે. જોકે અમારી પર માતાની કૃપા થઈ તે અનુભવાયુ કારણ અમે તો બહારથી આવેલા છીએ તેવો ખ્યાલ આવતા બે ચાર ઉંમરવાળા  ભક્તો આવી કહે તમે અમારી સાથે ચાલો માતાના દર્શન કરાવીએ. અમે તેમની સાથે ચાલ્યા કોઇપણ અડચણ વગર માતાના દર્શનનો લાભ મળ્યો. એ જ માતાની અસીમકૃપા થઈ જે જીવનની યાદગીરી પણ બની ગઈ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

જીવનની જ્યોત


   .                                   .  .જીવનની જ્યોત                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતર ગામમાં રહેતા મણીભાઈ મળેલ માબાપના સંસ્કારને કારણે સવારમાં તાંબાના લોટામાં પાણી ભરી સુર્યદેવનુ સ્મરણ કરતા અને ૐ હ્રીમ સુર્યાય નમઃ મંત્ર જપતા સુર્યદેવને પાણીની અર્ચના કરી ઘરમાં મંદીર સામે બેસી પુંજા કરતા. એ દરમ્યાન તેમના પત્ની કાશીબેન ચા નાસ્તો તૈયાર કરતા જે સાથે બેસી ખાઈ લેતા અને ત્યારબાદ મણીભાઈ તેમના મિત્ર છગનભાઈની દુકાને સમયસર પહોંચી દુકાનમાં રજીસ્ટરનુ કામ શરૂ કરી લેતા. તેમનો જન્મ આજ ગામમાં થયો હતો તેમના પિતા ખેતી કરતા હતા એટલે જ્યાં સુધી  ભણવાની તક મળી ત્યાં સુધી ગામમાં ભણ્યા. નિર્મળતાથી જીવન જીવતા ઘણી વખત માનવીને કર્મ યા ધર્મની કસોટીમાં કળીયુગના કારણે થોડુ સહન કરવુ પડે.એક વખત એવુ બન્યુ કે તેમના દીકરા રમેશને નડીયાદના નાટ્યગ્રુહના  એક કાર્યક્રમમાં રાવણનુ પાત્ર ભજવવાની વિનંતી કરી. જુના મિત્રોની યાદને ચાલુ રાખવા માટે તેણે હા પાડી અને તે કાર્યક્રમમાં ખુબજ સુંદર રીતે તે પાત્ર પણ રજુ કર્યુ. જેના માન રૂપે તેનુ સન્માન પણ કરવામાં આવ્યુ તેના માબાપને ઘણો જ આનંદ પણ થયો કે તેમના દીકરાએ રાજા રાવણનુ પાત્ર ભજવી ખુબજ સુંદર લાયકાત બતાવી. આમ તો તેમનો દીકરો રમેશ નિશાળમાં પણ સારા માર્ક્સથી ભણીને કૉલેજમાં પણ તે આગળ વધી રહ્યો હતો. તેના જીવનમાં કદી કોઇ તકલીફ અત્યાર સુધી તો મળી ન હતી  અને માબાપની અપેક્ષા પણ ન હતી. કારણ ઘણીવાર સંતાનને મળેલ માન સન્માનને કારણે માબાપને અહંકાર અડી જાય જે સંતાનને ખોટા માર્ગે લઈ જાય.

મણીભાઈનો બીજે દીકરો મોહન હતો જે તેમને ઘણી વખત દુકાનમાં પણ મદદ કરતો હતો કારણ હવે પિતાની ઉંમર પચાસની ઉપર થઈ એટલે ઘણીવાર તે વધારે ઉભા રહી શકતા ન હતા. ને હવે શુ થયુ હતુ કે તેઓ જ્યાં કામ કરતા હતા તે તેમના મિત્રને લકવા થયો એટલે હવે દુકાને આવતા ન હતા પણ એક મિત્રને કારણે છગનભાઈને વષો જુના તેમના મિત્ર મણીભાઈ પર ભરોશો હતો એટલે તેમને તે મિલ્કતના ભાગીદાર બનાવીને સંતોષ મેળવ્યો તેમ લાગ્યુ કારણ હવે છેલ્લા છ મહીનાથી દવાખાને જવાથી દુકાને પણ આવી શકતા ન હતા. ઘણીવાર મણીભાઈ પણ તેમને ઘેર મળવા જતા ત્યારે બંનેની આંખમાં પાણી આવી જતા જે છગનભાઈના દીકરા પણ જોતા હતા. છગનભાઈનો એક દીકરો દીનેશ  નિશાળમાં શિક્ષક હતો અને બીજો દીકરો મિનેશ સરકારી કચેરીમાં ક્લાર્કનુ કામ કરતો હતો.એટલે પિતાજીને દુકાનમાં મદદ કરી શકતા ન હતા.પણ તેમને ખબર હતી કે તેમના પિતાના મિત્ર તેમને સારી રીતે મદદ કરતા હતા જેથી તેમને સંતોષ હતો.

જીવનની દરેક પળ જગતમાં કોઇથી શચવાઈ નથી.કારણ સમય એ કુદરતની નિર્મળ કેડી થાય જ્યાં માનવી માનવતાની સમજ સમજીને જીવન જીવી રહે. કોઇને ટકોર કરવી એ આપણી અજ્ઞાનતા કહેવાય કારણ પરમાત્માએ સૌ જીવોને જ્યાં દેહ મળે ત્યાં બુધ્ધિ અને સમજ આપેલ છે અને તે યોગ્ય સમયેજ કામમાં લાગે છે.હવે થયુ એવુ કે મણીભાઈ નો દીકરો રમેશ રાવણનુ પાત્ર ભજવ્યા પછી તેનામાં થોડા વિચારોમાં એ અહંમ અડ્યુ હોય તેમ લાગવા માંડ્યુ. કારણ એ નાટક પત્યા પછી એક દેખાવડી છોકરી આવી તેને બચી કરી કહે હે રાવણ તુ સીતાનો નહી તુ આ સવિતાનો છુ એમ કહી બચી કરી ચાલી ગઈ. રમેશના મોં પરથી લાગે કે તે વિચારોના વમળમાં ઉતરી ગયો છે. બે મહિના બાદ કૉલેજમાં ડીગ્રી મળી જતા નોકરી શોધવાનુ શરૂ કર્યુ. અને ભગવાનની કૃપા  અને માબાપના  આશિર્વાદથી  હોસ્પીટલમાં ક્લાર્કની નોકરી મળી.  નોકરી શરૂ કરી તેના ત્રીજા દીવસે લંચ બ્રેકમાં નાસ્તાની રૂમમાં તે હાથ ધોવા ગયો ત્યાં પેલી સવિતા તેને બાઝી ને કહે રાવણ હવે તુ મારો રમેશ થઈજા. વિચારમાં ને વિચારમાં આખો દિવસ જતો રહ્યો. નોકરીએથી  ઘેર પહોંચતા સમયની ખબર પણ ના પડી.રાત્રે ઉંઘનો પણ ખ્યાલ ના રહ્યો.

સવારમાં ઉઠી ક્યારે નાહ્યો  ક્યારે નાસ્તો કર્યો તે તેના માબાપને પણ ખ્યાલ  ના આવ્યો  અને  ઘરમાં  કોઇને કાંઇ કહ્યા વગર નોકરીએ નિકળી ગયો.  આ વર્તનનો પપ્પા મણીભાઇને  કોઇ  ખ્યાલ  જ ન હતો કારણ એ તો દુકાને જવા આઠ વાગે નીકળી જાય જ્યારે રમેશની નોકરી દસ વાગે શરૂ થાય એટલે તે સાડા નવ વાગે નિકળી જાય. પણ આ નવા વર્તનને મમ્મી કાશીબા પાંચ છ દિવસથી જોઇને વિચાર કરવા લાગ્યા કે  આ છોકરો આવુ વર્તન કેમ કરે છે? એક દીવસ રમેશ  ચા પિતો હતો તે વખતે તેને બૈડે  થાબડી તેને પુછ્યુ કે બેટા તારૂ  આ વર્તન કેમ બદલાઈ ગયુ છે. કોઇની સાથે વાતચિત કર્યા વગર સવારમાં વહેલો નોકરીએ જતો રહે છે અને પછી પહેલા કરતા મોડો ઘેર આવે છે. કંઇક કશુક થયુ છે કે શુ? તે કાંઇજ બોલ્યો નહીં થોડી વાર પછી ચા પીજતા પહેલા મમ્મીને  કહે હુ મારી  રીતે કામ કરુ છુ અને જીવુ છુ.

રવિવારે મણીભાઇ સેવા કરી ચા નાસ્તો કરી રહ્યા હતા તે વખતે તેમના પત્નિ તેમની બાજુમાં બેસી કહે છેલ્લા ત્રણ અઠવાડિયાથી રમેશનુ વર્તન બદલાયુ છે. નોકરીએ વહેલો જતો રહે છે અને મોડો પાછો આવે છે.અને તેને પુછુ તો કાંઈ જવાબ આપ્યા વગર જતો રહે છે. મણીભાઈએ કહ્યુ મને સમય મળશે ત્યારે હુ પુછીશ. પણ સમય તો કોઇથી પકડાતો નથી. એક મહિનો થઈ ગયો  પણ કોઇ  જ માર્ગ ન મળતા. બીજા દિકરા મોહનને એક વખત સાથે બેસી નાસ્તો કરતા કાશીબાએ કહ્યુ કે બેટા તારા મોટાભાઈના જીવનમાં કોઇ તકલીફ હોય તેમ લાગે છે. તો તું જરા તપાસ કરીને જાણી લાવને  કે તેનુ વર્તન આવુ કેમ થયુ છે. અમને કહ્યા વગર વહેલો નોકરીએ જતો રહે છે અને સાંજે મોડો  પાછો આવે છે. અને કોઇની સાથે વાતચિત પણ કરતો નથી. એટલે તે મમ્મીને કહે છે  કે મમ્મી આ  અઠવાડિયુ મારે કૉલેજમાં રજા છે તો હું તપાસ કરીને પછી તને કહીશ. આ વાત થતા કાશીબાને શાંન્તિ થઈ કે માતાની કૃપાએ બધી શાંન્તિ મળશે.

મંગળવારે મોટાભાઇ નોકરીએ જવા નિકળી ગયા ત્યાર બાદ મોહન બસમાં બેસીને હોસ્પિટલ ગયો અને ત્રીજા માળે ભાઇની રૂમ આગળ ગયો તો તે ત્યાં ન હતો પણ ત્યાં બેઠેલા બહેનને પુછ્યુ તો કહે તે ચા નાસ્તો કરવા નીચે નાસ્તાની રૂમમાં ગયા છે. ત્યાં જઈને મોહને તેના મોટાભાઈને રાવણના પાત્ર પછી બાઝેલી છોકરીની સોડમાં બેસી તેને ખવડાવતો જોયો. આ જોઇને મોહન કાંઈજ  બોલ્યા વગર નીચે ઉતરી બસમાં બેસી ઘેર પાછો આવતો રહ્યો.  અને પછી મમ્મીની  રૂમમાં જઈ કહે મમ્મી મોટાભાઇની જીંદગી જોખમાં છે. મમ્મી કહે, શું થયુ બેટા?  તું એવુ કેમ  બોલ્યો કે  તેની જીંદગી જોખમમાં છે. એટલે મોહન કહે મમ્મી રમેશ ત્યાં નોકરી કરતી છોકરી જે રાવણના પાત્ર પછી રમેશને વળગેલીની લપેટમાં છે. તે એની સોડમાં પેસીને જીંદગી બગાડી રહ્યો છે તેવુ લાગે છે. પણ મમ્મી તુ ચિંતા ના કરીશ હું તારા દિકરા તરીકે અને તેના ભાઈ તરીકે મારી ફરજ બજાવીશ.

ગુરૂવારે મોહન ફરી હોસ્પિટલ ગયો અને નીચે ઑફીસમાં જઈને કર્મચારીની ઓળખ તરીકે  પુછ્યુ કે રમેશભાઈની રૂમમાં બીજા કોણ બહેન કામ કરે છે. તો કહે ત્યાં કોઇ બહેન કામ  નથી કરતા પણ એક સવિતાબેન છે જે સફાઇનુ કામ કરે છે તે ત્યાં  વધારે ફરતા હોય છે. એટલે મોહનને ખ્યાલ  આવી ગયો કે તેજ સ્ત્રી છે જે મારા ભાઈની જીંદગી બગાડવા ચોંટી છે. અને રાવણ વખતે પણ તેજ  હતી. તેની થોડી માહિતી મેળવી તે જ્યાં ભાડાની રૂમમાં રહેતી હતી તે જગ્યાએ ચાલુ દીવસે ગયો તો એ જગ્યાના માલિકને મળી થોડી વાતચીત કરી સવિતાબેનની થોડી માહિતી મેળવી લીધી કે તે  પહેલા નડીયાદમાં તેના પતિ સાથે રહેતી હતી અને એક બાળક પણ છે. તેના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હતો તેનો ખ્યાલ તેને સંતાન થયા પછી આવ્યો. કારણ તે એક નિશાળમાં કામ કરતો હતો  જ્યાં તેને એક કામવાળીની કેડી ચોંટી હતી. એટલે તે માહિતી મળતા સવિતા તેને છોડીને આવતી રહી અને હવે બીજાને શોધી રહી છે જે તેનો જીવન સાથી બને.

સાંજે ઘરે આવી મોહનને મનમાં અશાંન્તિ હોવાને કારણે કોઇની સાથે બહુ વાતચીત  કર્યા વગર  વહેલો પોતાની રૂમમાં જઈ સુઇ ગયો.  બીજે દીવસે મોટોભાઇ જ્યારે નોકરીએ  જતો રહ્યો  ત્યારે મમ્મીની સાથે ચા નાસ્તો કરતા ગઈ કાલે જે માહિતી મળી તે વાત કહી કે મમ્મી તારો મોટો છોકરો તો ખોટા રસ્તે છે. તેને રાવણ વખતે જે છોકરી બાઝીતી તે તો પરણેલી છે અને એક છોકરાની  મા પણ છે અને પતિને તરછોડી છુટાછેડા લીધા વગર રમેશ જ્યાં કામ કરે છે ત્યાં કામવાળીનુ કામ કરે છે અને દરરોજ રમેશની સૉડમાં પડીને રમેશની જીંદગીમાં જોડાવા  પ્રયત્ન કરે છે.  અને રમેશ  ભોળો  છે એટલે તેને બીજો કાંઇ ખ્યાલ આવતો નથી  એટલે તે આપણા ઘરમાં  તેનુ વર્તન  બદલે  છે. આ સાંભળી કાશી બા વિચારના વમળમાં કાંઇજ ના બોલી શક્યા. રાતે એક ગ્લાસ પાણી પી ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ ના આવ્યો.

બીજે દીવસે ઘરમાં ભગવાનની પુંજા કરતા હતાં ત્યાં માતાજીની  દ્રષ્ટિ પડી હોય તેમ લાગતા  તેમને મનમાં વિચાર આવ્યો અને તે કૃપા સમજતા બહાર સુર્યદેવને અર્ચના કરવા ગયા ત્યાં તેમના  જુના બહેનપણી જ્યોતી બહેન મળવા આવ્યા. જ્યોતીબેન પધારો ઘરમાં તેમ કહી તેમનો  હાથ  પકડી ઘરમાં લાવ્યા. જ્યોતીબેન  ત્યાં ખુરશીમાં  બેસો હુ દીવો કરી આવુ છુ. બેટા મોહન  માસીને  પાણી આપ હું આવુ છું. મોહને  પધારો માસી કહી ખુરશીમાં બેસવા  કહ્યુ અને પાણી  પણ  આપ્યુ. પછી કાશીબા આવીને તેમની સાથે બેઠા. ઘણા લાબા સમય પછી  અચાનક આવ્યા તેથી  કાશીબાને આનંદ થયો. પછી વાત કરતા તેમને તેમના મોટા દીકરાના ખોટા રસ્તાની વાત કરી. ત્યારે જ્યોતી બહેને તેમને કહ્યુ કે તમે ભુવા જ્યોતીષ કરતા કુળદેવીને પ્રાર્થના કરો અને બને તો  નવરાત્રીના નવ દીવસ  માતાના ગરબાનો લાભ લઈ ભક્તિ કરીને માને પ્રાર્થના કરો તે  બધુ  જ સંભાળી  લેશે.  બે મહિના બાદ નવરાત્રીનો તહેવાર આવવાનો હતો  એટલે કાશીબાને માતાની  કૃપાએ પ્રેરણા  મળી એમ લાગ્યુ. તે રાત્રે કાશીબાને માતા કહેવા આવ્યા કે તારી ભક્તિને કારણે હુ  આવી હતી તુ શ્રધ્ધાએ નવરાત્રી કરજે કહી માતા જતા રહ્યા.

કાશીબાને આ એક આધ્યાત્મિક પ્રેરણા અને સાચી ભક્તિની કૃપા લાગી એટલે તેમણે મોહનને કહ્યુ બેટા તુ માતાજીની ભક્તિ કરતો રહેજે  જે આપણા કુટુંબને સાચી રાહે લઈ અંતે મુક્તિમાર્ગ  આપશે. નવરાત્રીના આગલા દીવસે કાશીબાએ મોટા પુત્ર રમેશને કહ્યુ કે તે નોકરીએ જતા પહેલા મંદીરમાં માતાને પગે લાગજે અને બને તો નવરાત્રીના નવ દીવસ એક વખત ખાજે. રમેશ કહે મા હુ થશે તો કરીશ કહી જવાબ આપ્યો.

નવરાત્રીના પ્રથમ દીવસે સવારમાં જ  ઘરમાં માતાજીને પગે લાગી મમ્મીને કહે હું દીવો કરી પછી નોકરીએ જઈશ. આ વર્તનથી કાશીબાને માતાની કૃપાનો અનુભવ થયો. તેમણે મનથી નક્કી કર્યુ કે મારે સંપુર્ણ અપવાસ કરવો છે કારણ માતાએ કૃપા કરી એટલે જ રમેશ રોકાયો. ત્રીજે દીવસે જ જાણવા મળ્યુ કે સવિતા પર તેના પતિએ કેસ કર્યો હતો અને તે જીતી ગયો હતો એટલે સવિતાને તેના પ્રથમપતિની સાથે રહેવા અને તેના બાળકનુ ધ્યાન આપવાની જવાબદારી આવી ગઈ.આ કામ થવાથી રમેશને ખ્યાલ આવી ગયો કે સવિતાતો પરણેલી અને એક સંતાનની માતા હતી એટલે તેને ખરો ખ્યાલ આવ્યો કે નવરાત્રીની સાચી ભક્તિએ મને બચાવ્યો.મા નવરાત્રીના નવ ગરબાએ મને પવિત્ર જીંદગી આપી અને માબાપ,ભાઇનો પ્રેમ મેળવવાની તક આપી.

================================================

સ્નેહાળ રાત્રી


.                                               .સ્નેહાળ રાત્રી

તાઃ૨૮/૮/૨૦૧૪                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

.         .પોરબંદરની સાંકડી શેરીમાં રામજી મંદીરની બાજુમાં આવેલ મકાનોમાં ત્રીજા નંબરના
મકાનમાં  મનુભાઈ પરિવાર સહિત રહેતા હતા. મળેલા સંસ્કાર અને માબાપના પ્રેમને કારણે
જીવનમાં ભક્તિ અને ભણતરને પકડી ઉજ્વળ જીવનનીરાહ મેળવી લેતાં તે સરદાર હાઇસ્કુલમાં
શિક્ષક તરીકેની નોકરી મેળવી  હાઇસ્કુલમાં વિધ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન,ગુજરાતી,હીન્દીઅને
સંસ્કૃત ભાષા શિખવી રહ્યા હતા.તેમની પત્ની સવિતાબેન પણ માબાપે આપેલ રાહે કૉલેજમાં
બે વર્ષ ભણ્યા બાદ યોગ્ય પાત્ર દેખાતા માબાપે તેને મનુભાઇ સાથે લગ્ન કરી સંસારની કેડી
આપી હતી. સવિતાબેન ભણતર અને મળેલ સંસ્કાર પ્રમાણે બુધ્ધિને યોગ્ય માર્ગે લઈ જતા
દેખાતા હતા કારણ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પતિને પગે લાગીને ચા નાસ્તો  બનાવી
ઘરમા કરેલ મંદીરમાં જ્યાં મા અંબા,મા કાળકા,મા દુર્ગા, માતા પાર્વતીજી,શ્રી ભોલેનાથ,
સીતારામ, અને સંત શ્રી જલારામ તથા સાંઇબાબાની પુંજા આરતી કરતા હતા.
.                 .સમય તો કોઇથી પકડાતો નથી. હા તેની સાથે ચાલવા પ્રયત્ન કરો તો થોડો લાભ
મળે. લગ્ન બાદ  મનુભાઇને ઘરમાં થતી પુંજાને કારણે પરમાત્માની કૃપા મળતી હોય તેમ
લાગતુ હતુ. તેમને સ્કુલમાં પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરવાની તક મળી.
વિધ્યાર્થીઓનાસ્પેશ્યલ ક્લાસ મળ્યા અને આવકપણ વધી.તેમને સવિતાની ભક્તિનો
જ આ પ્રતાપ છે તેજણાતા તેમણે પણ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઇ તૈયાર થઈ
ભગવાનની પુંજા કરવાની શરૂ કરી દીધી. લગ્ન બાદ ત્રીજા વર્ષે રાજકોટની હાઇસ્કુલમાંથી
તેમને જે પગાર અહીંની સ્કુલમાં મળતો હતો તેનાથી ડબલ પગારની ઓફર આવી.તેમણે
સવિતાને વાત કરી અને તે વાતમાં સહમત થતા તેઓ માર્ચ માસમાં રાજકોટમાં એક મકાન
ભાડે રાખીને સ્કુલમાં નોકરી શરૂ કરી દીધી.
.             .દરરોજ સવારમાં સુર્યના ઉદયને વંદન કરી પાણીથી અર્ચના કરવાની ટેવ મનુભાઇને
બાળપણથી માબાપની ભક્તિએ માર્ગદર્શન મળેલ.તેઓ દરરોજ સુર્ય અર્ચના કરતા અને
ત્યારબાદપ્રભુને દીવો અગરબત્તી કરી ચા નાસ્તો કરી નોકરી કરવા નીકળી જતા.તેમના
પત્ની પણ સમયસર ઉઠી ચા નાસ્તો તૈયાર કરી સ્નાન  કરી પુંજન અર્ચન કરી રસોડામાં
આવી તેમના પતિની સાથે ચા નાસ્તો કરતા.આ તેમના જીવનની દરરોજનીરીત હતી.
સમય તો રોકાય નહીં.ચાર વર્ષ બાદ સવિતાબેને દીવાળીના આગલે દીવસે પુત્રને જન્મ
આપ્યો માતાની કૃપાએ અને પ્રેરણાએ માબાપે તે સંતાનને નિખીલ નામ આપ્યુ. અને તે
નામને સાર્થક કરવાનો પ્રયત્નકરતો હોય તેમ માબાપને અણસાર થતો.અને તે તેના
અભ્યાસમાં મળતી લાયકાતથી દેખાતુ.
.               .સમયતો કોઇથી પકડાતો નથી, પણ કોઇપણ જીવ તેની સાથે ચાલવા પ્રયત્ન કરે
તો પરમાત્માની  કૃપાએ થોડો લાભ મળે છે.સવિતાબેને નવરાત્રીના નવમા દીવસે પુત્રીને
આગમન આપ્યુ.પવિત્ર દીવસે જન્મ થયો.માતાની અસીમ કૃપા અને સવિતાબેનની નિર્મળ
ભક્તિએ જ દીકરીનુ પૃથ્વીપર આગમન થયુ અને તેને સાધના નામ આપ્યુ. નાનપણથી
જ તે પોતાના મોટાભાઇને વ્હાલ કરતી. ભાઇની સાથે બેસીને ચા નાસ્તો કરતી  અને તેની
થાળીમાંથી પણ એ ખાઇ જતી અને રમત પણ રમતી. સમય ચાલવા માંડ્યો. નિખીલે હાઇસ્કુલ
પ્રથમ  ક્લાસે પાસ કરી અને કૉલેજમાં પણ પ્રવેશ મળી ગયો.ભણતરમાં ઘણા સારા માર્ક્સ
મળેલ તેથી તેને કૉલેજમાં બે વર્ષ બાદ મેડીકલમાં પ્રવેશ મળી ગયો. જો કે સાધના તો
નિખીલને વ્હાલથી ડૉક્ટર કહેતી એ તેની ટેવ હતી.અને સમય આવતા જ્યારે નિખીલને
મૅડીકલમાં પ્રવેશ મળ્યો ત્યારે તેણે સાધનાને બાથમાં લઈ કહ્યું જો બહેનતુ મને ડૉક્ટર
કહેતી હતી ને તે હવે હુ ડૉક્ટર થવાનો કેવો તારો વ્હાલ હતો જે મને યોગ્ય માર્ગે લઈ જાય છે.
.             .સાધના પણ માબાપને વ્હાલ કરતી અને સમય આવતા હાઇસ્કુલમાંથી ઘણા જ
સારા માર્કે પાસ થઈ. તેની ઇચ્છા એ હતી કે તે યોગ્ય રીતે ભણતર મેળવી જીવનના પાયાને
મજબુત કરે.તેણે ભણતરમાં ઘણી સારીરાહ લેતાં તેને કૉલેજમાં પ્રોફેસરની નોકરી મળી અને
તે પણ ઘણી જ સારી રીતે કરી રહી હતી. નિખીલ પણ  સમય આવતા ડૉકટરની ડીગ્રી મેળવી
લઇ અને તેને પણ સરકારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ.નોકરી બાદ બીજા વર્ષે તે જ
હોસ્પીટલમાં નર્સની નોકરી કરતી તેમની જ જ્ઞાતિની રાગીણી નામની છોકરી જેના માબાપ
પણ  ડૉક્ટર છે તેમણે સામેથી નિખીલને વિનંતી કરી અને તેના માબાપની સાથે વાત કરી
તેમની દીકરીને તારી સાથે પરણાવવાની ઇચ્છા વ્યક્ત કરી.સવિતાબેન અને મનુભાઇને
જ્યારે આ માહિતી મળી ત્યારે તેમને  ઘણો જ આનંદ થયો કારણ તેમના દીકરાને તેના
વ્યવસાયમાં કામ કરતી છોકરી અને તેના માબાપ પણ તે વ્યવસાયમાં છે એટલે હા પાડી
અને માતાની કૃપા થતા સમયસર નિખીલના લગ્ન રાગીણી સાથે થઈ ગયા. બંન્ને એક જ
વ્યવસાયમાં જોડાયેલ હોઇ કોઇપણ જાતની અડચણ કે તકલીફ ન હતી પડતી.અને તેથી
ત્રણ વર્ષ બાદ બંન્ને એ પોતાના માબાપની પરવાનગી મેળવી એક નવુ ઘર વેચાતુ લઈ
જીવનની નવી કેડી શરૂ કરી.
.             .પ્રેમની કેડી પકડીને ચાલતા મનુભાઇ હવે નિવૃત્ત થયા એટલે હવે કુટુંબની કોઇ
જવાબદારી રહી નહીં તેમના પત્નિ પણ નિખાલસ પ્રેમથી ભક્તિ પકડીને પોતાનો સંસાર
ચલાવી રહ્યા હતા.તેઓ બન્ને મળેલ માનવજીવન સાર્થક કરી જીવી રહ્યા હતા. તેમના સંતાનો
પણ વડીલોના આશિર્વાદ મેળવી માનવતાની મહેંક પ્રસરાવીરહ્યા હતા.જીવનમાં સમય તો
કોઇથી પકડાતો નથી પણ તેની સાથે ચાલવા સાચી શ્રધ્ધાએ પ્રયત્ન કરી એ તોપરમાત્મા
કૃપા કરે અને સાચી રાહ પણ મળે. એક વખત નવરાત્રીના સમયે મનુભાઇને તેમના ઘણા જુના
મિત્ર  દામોદરભાઇ મુલાકાત થઈ. તે દસ વર્ષ કેનેડા તેમના સાળાને ત્યાં રહ્યા હવે કાયમ
માટે તે ભારત પાછા આવી ગયા. વર્ષો પછી જુના મિત્રને મળતા ઘણોજ આનંદ થયો.
મનુભાઇએ તેમને ઘેર આવવાની વિનંતી કરી. અનેરવિવારે તેમની પત્ની સાથે મનુભાઇને
ત્યાં આવ્યા.લાંબાસમયે મળ્યા એટલે સાથે બેસી નાસ્તો કર્તા ઘણી બધી જુની યાદોને યાદ
કરી આનંદ કર્યો. દીકરો નિખીલ ડૉક્ટર થયો તેની પત્ની નર્સ છે,બેબી સાધના પણકૉલેજમાં
પ્રોફેસરની નોકરી કરે છે તેવાત કરતા હતા અને તેજ વખતે સાધના કૉમ્પ્યુટર પર કૉલેજનુ
કામ પતાવી રસોડામાંથી ચા લઈ પપ્પા મમ્મી અને મહેમાન માટે આપવા આવી  આવેલા
મહેમાનને પગે લાગીઅને પાછી પોતાની રૂમમાં ગઇ. દામોદરભાઇ એ મનુભાઇને પુછ્યુ કે
આ દીકરી પરણી છે કે કુંવારી છે.તો મનુભાઇએ કહ્યુ કે હમણા બે વર્ષથી કોલેજમાં પ્રોફેસરની
નોકરી મળી છે હજુ કુંવારી છે. દામોદરભાઇને પોતાની પત્નીએ વાત કરતા કહ્યુ કે તમારા
નાના ભાઇ રણછોડભાઇનો દીકરો મનોજ એન્જીનીયર છે અને હજુ કુવારો છે તો મને યોગ્ય
લાગે છે કે તે દીકરા માટે આ દીકરી યોગ્ય પાત્ર છે. તો જો તમને યોગ્ય લાગતુ હોય તો
આપણે   આગળ વધીયે. મહેમાનોના ગયા બાદ બીજા શનિવારે મનુભાઇએ અને સવિતાબેને
તેમની દીકરીને લગ્ન માટેવાત કરી. સાધનાએ કહ્યુ કે તમને જે યોગ્ય લાગે તે કરો હું તે
કરવા તૈયાર છું.મનુભાઇએ બીજે દીવસે દામોદરભાઇને ફોન કરી કે તમે તમારી અનુકુળતાએ
તમારા ભાઇને અને તેમના દીકરાને લઇને મળવા અને વાતચીત કરવા આવો દામોદરભાઇએ
તેમના ભાઇ સાથે વાત કરી મનુભાઇને ફોન કરી જણાવ્યુ કે આવતા  બુધવારે સાંજે છ વાગ્યા
પછીતમારે ઘેર આવીશું. સમય પ્રમાણે તેઓ ઘેર આવ્યા સાધના પણ કૉલેજથી પાંચવાગે
આવી ગઈ હતી.મનુભાઇએ વાતચીત કર્યા બાદ દીકરી સાધનાને બોલાવી તે આવી અને
પછી આવેલામનોજને તેમણે કહ્યુ કે બેટા તમે બંન્ને થોડી વ્યક્તીગત વાતો કરી પછી અમને
પરવાનગી આપો. બાજુની રૂમમાં મનોજ અને સાધના વાતચીત કરી બહાર આવ્યા પિતાને
મનોજે સાધના સાથે લગ્ન કરવાની હા પાડી.અને વાર તહેવાર નક્કી કરી  તેમના લગ્ન પણ
થઈ ગયા. તેમના સંતાનો નિખીલ અને સાધના પણ પોતાની જીવનની કેડીને યોગ્ય માર્ગે
ચાલતા હતા.
.               .તેમનો નાનો દીકરો રાકેશ ભણતરમાં થોડો પાછળ છે તેવું પિતા મનુભાઇ અને
માતા સવિતાબેનનેલાગતુ હતું તેમણે ઘણી વખત તેને કહ્યુ પણ છતા તેની રાહ બદલતો
ન હતો. અંતે માતાએ અંબામાતા અને કુળદેવી કાળકામાતાને દીવો કરી પ્રાર્થના કરી કે
તેમના દીકરાનેમાતા સાચા માર્ગે લઈ જઈ જીવનની જ્યોતપ્રગટાવે. નવરાત્રીનો તહેવાર
આવી રહ્યો હતો એક રાત્રે સ્વપ્નામાં માતાએ સવિતા બેનને રાહ બતાવી કેઆવી રહેલી
નવરાત્રીએ શ્રધ્ધા રાખીને  એક વખત જમીને દરરોજ સાંજે ઘરમાં માતાના નામે દીવો
કરવાનુ દીકરાને કહો. આ સ્વપ્નાની વાત તેમણે તેમના પતિ મનુભાઇને કહી.તેમણે
ઘરમાં મંદીરમાં દીવો કરી પ્રાર્થના  સહિત વંદન  કરી વિનંતી કરી કે હે પ્રભુ હે માતાજી
આ નવરાત્રીએ દીકરો નહી કરે તો હું અપવાસ અને નવરાત્રી કરીશ. નવરાત્રીના બે
દીવસ પહેલા જ માતાએ દીકરા રાકેશને કહ્યુ કે બેટા આપણા હીન્દુ તહેવારમાં  નવરાત્રી
એ પવિત્ર તહેવાર છે તુ આ વખતે નવરાત્રી કરીશ તો તને મા કૃપા કરી બધી રીતે સાચી
રાહે લઈ જશે.દીકરાએ  મમ્મીને પુછ્યુ કે નવરાત્રીમાં શુ કરવાનું તો મમ્મી કહે દરરોજ
એક વખતજમવાનુ અને રાત્રે ગરબામાં જઈ  આરતી કરી પાછુ ઘેર આવી જવાનુ.સારૂ
મમ્મી હુ આ નવરાત્રી  કરીશ. રાત્રે સવિતાબેને પતિને વાત કરી . રાકેશ આ નવરાત્રી
કરશે. નવરાત્રીના નવેનવ દીવસ રાકેશે સાચા પ્રેમ અને સ્નેહથી માતાની શ્રધ્ધાથી સેવા કરી.
.            .માતાની અસીમ કૃપાનો અનુભવ થયો હાઇસ્કુલમાં અને કૉલૅજમાં ઘણા સારા માર્કસથી
પ્રથમ ક્લાસેપાસ થયો અને પોતાના જીવનની કેડી વકીલ તરીકે શરૂ કરી. જીવનમાં સાચી રાહ
માતાની સ્નેહાળ રાત્રીથી  મળી ગઈ એજ માતની કૃપા એજ સાચી ભક્તિ અને એજ પવિત્ર કર્મ.

====================================================================

શ્રી જલારામ ઠક્કર


                           શ્રી જલારામ ઠક્કર

તાઃ૧/૧૧/૨૦૧૨    (ગુરૂવાર)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ   જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા  રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.

પ્ર   પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
   નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી  જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી અન્નદાનની રાહ લીધી.

    ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક   કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
   કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને પ્રભુ કૃપા મળે છે.
   રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.

********************************************************

બચાવો


.                             બચાવો

તાઃ૧૬/૬/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

.           .પરમ કૃપાળુ પરમાત્માએ મનુષ્ય દેહ આપી જીવને કર્મના
બંધનથી જન્મની પરંપરા કે પછી મુક્તિ મેળવવાની તક આપી છે.
આ સાંકળમાંથી બહાર નિકળવાની ઇચ્છા હોય તો કોઇપણ યુગમાં
સાચી ભક્તિ જીવને બચાવે છે.

* જીવે કરેલ કર્મ એજ તેની તિજોરી છે.
* દરેક દેહે જીવન દરમ્યાન મહેનત કરવી જ પડે છે.મહેનતના
.  ફળ રૂપે તેને જરૂરીયાત મળે છે.
* પશુ પક્ષી અને પ્રાણીએ દુનીયામાં આધારીત દેહ છે.જેને બીજા
.  પર આધાર રાખવો પડે છે.
* મનુષ્ય દેહ એ પરમાત્માની અસીમ કૃપાએ મળે છે.જે કર્મના
.  બંધનમાં બંધાવે યા તેમાંથી મુક્તિ કરાવી શકે છે.
* દરેક પળને સાચવીને સત્કર્મોનો સાથ મેળવી જીવન જીવતાં
.  દેહનો અંત પરમાત્માના હાથમાં જ છે તે વિશ્વાસ એ કૃપા છે.
* કળીયુગમાં દેખાવની ભક્તિ કે પહેરવેશ એ જીવને કર્મમાં જકડી
.  રાખી જીવને દેહ મળતા જ રહે છે કારણ તે મુક્તિથી દુર છે.
* અંતરમાં વિશ્વાસ અને નિર્મળ સ્વભાવ એ વડીલને વંદનની રાહ
.  આપે છે.
* ઉંમરનો સંબંધ જન્મ મળેલા દરેક જીવને છે.પણ લાયકાતે જ
.  તેને વંદન અને પ્રણામ મળે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++