માબાપની સેવા


..Image result for માબાપ..
.      .માબાપની સેવા
તાઃ૧૭/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની અજબલીલા અવનીપર,અનેક અનુભવથી સમજાઇ જાય
પાવનકેડી એ આપે શાંન્તિ જીવનમાં,ના અપેક્ષા કોઇ અડી જાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
કર્મનીકેડી એ તો સંબંધ છે દેહના અવનીએ,જે દેહ મળતા દેખાય
કરેલ કર્મનો સંબંધ એસ્પર્શે જીવને,જે જીવને મળેલ દેહથી સમજાય
અવનીપરનુ આગમન એ કૃપા માબાપની,અવનીપર દેહ આપી જાય
ઉંમરને ના આંબે કોઇ જગતપર,મળેલ દેહના વર્તનથી સમજાઈ જાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
જીવને જકડે છે કર્મના સંબંધ,એજ મળેલ દેહના વર્તનને અડી જાય
પ્રેમ જગતમાં મળે છે દેહને જીવનમાં,જે નિર્મળ જીવનને સ્પર્શી જાય
પ્રેમની નિર્મળરાહે જીવતા પતિપત્નીને,સમયની કેડીએ પ્રેમ મળી જાય
માબાપની લાયકાત મળે જીવનમાં,જે સંતાનના આગમનથી જ દેખાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
======================================================
Advertisements

વ્હાલા ભઈ


            .વ્હાલા ભઈ

તાઃ૧૯//૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા લઈ આવ્યા છે વ્હાલા અહીં
બમબમભોલે મહાદેવને હિમાલયથી એ હ્યુસ્ટન લઈને આવ્યા ભઈ
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
નિર્મળ ભાવનાથી એ ભક્તિ કરે છે,ને વિશ્વપિતાનો રાખે છે સંગ
અપેક્ષા મોહને દુર રાખીને જીવનમાં,કલાની પણ કદર કરેછે અહીં
અનેક જીવોનો નિખાલસ પ્રેમ લે,નેસંગે વડીલોના મળે આશિર્વાદ
એવી પાવનરાહના અધિકારી દેહને,પ્રદીપ પણ વંદન કરે છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
કલાની પવિત્ર કેડી પકડીને,અનેક દેહોને કલા આપી રહ્યા છે અહીં
એજ માતા સરસ્વતીની અસીમ  પવિત્રકૃપા,જે કરેલ કર્મથી સહેવાય
લાગણી મોહ કદી ના સ્પર્શે તેમને,એજ પવિત્ર જીવનની રાહ કહેવાય
ભક્તિની પવિત્રકેડી લઈને કલાનીકેડીએ નાટકપણ કરી જાય છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
===========================================================
    હ્યુસ્ટનમાં પરમકૃપાળુ ભોલેનાથની ચીંધેલી રાહે ચાલી પવિત્ર ભક્તિનો માર્ગ
બતાવીને માતા સરસ્વતીની કૃપાએ કલાનીકેડી પકડી અનેક જીવોને પવિત્રમાર્ગ
બતાવી રહેલા શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીને પ્રણામ સહિત આ કાવ્ય પવિત્રનાટક
"ગણેશલીલા" નિમીત્તે હ્યુસ્ટનના કલાપ્રેમી તરીકે સપ્રેમ ભેંટ
                      લી પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ દીવસ


…..Image result for રમા બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન…..

     .જન્મ દીવસ  

તાઃ૩/૭/૨૦૧૭                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીવસ છે રમાનો આજે,જે મારી જીવનસંગીની કહેવાય
પાવનપ્રેમની ગંગા લઈને માબાપની,મને આપી રહી છે પ્રેમ
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
પરમ પ્રેમ મને મળ્યો છે રમાનો,ત્યાં પાવન રાહે જીવન જીવાય
કર્મનો સંબંધ એ કૃપા જલાસાંઇની,જે મળતા શાંન્તિ થઈ જાય
પાળજ ગામની મહેંક પ્રસરાવી,મારી જીવન સંગીની બની જાય
આણંદ આવી પ્રેમ વહેવડાવી,મારીસંગે એ હ્યુસ્ટન આવી જાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
આજકાલને નાઅંબાય કોઇથી જીવનમાં,મળેલ દેહને સ્પર્શી જાય
માતાપિતાના આશીર્વાદ રવિ,દીપલને,પવિત્રકર્મે જીવનજીવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,ભણતરની પવિત્રકેડીમળી જાય
જન્મ દીવસની ઉજવળી કરતા,આજે રમા સત્તાવન વર્ષની થાય
.....એજ મને મળી જાય છે,જે મારા સંતાનના પાવન જીવનથી દેખાય.
=======================================================

સગપણ


..Image result for સગપણ..

.      .સગપણ
તાઃ૧૯/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,એ જીવના કર્મના બંધન જ કહેવાય
આગમન ને વિદાયએ જીવના સંબંધ,પરમાત્માની કૃપાએ સચવાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
માનવદેહ મળે જીવને માબાપની કૃપાએ,જે કુટુંબના સંબંધ દઈ જાય
બાળપણ જુવાનીને ઘૈડપણએ સ્પર્શે દેહને,એ સમયથી પરખાઈ જાય
જીવને મળેલ દેહને સગપણ અવનીપર,જે આગમન થતા મળતો જાય
નિર્મળજીવન જીવતા સંગે કૌટુંબીક સંબંધ,એ માનવતાને સ્પર્શી જાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
અનેકદેહ અવનીપર આવે જાય,એ જીવને કર્મના બંધનથી મળી જાય
સગપણ દેહના મળે આગમને,ને પરમાત્માનીકૃપાએ સત્કર્મ દેહથી થાય
પવિત્રકર્મ એ મળેલ દેહને શાંંન્તિ આપે,જે જલાસાંઇની રાહે લઈ જાય
અવનીપર આગમનવિદાયના બંધન છુટે,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
=========================================================

કુટુંબની કેડી


.     .કુટુંબની કેડી 

તાઃ૫/૬/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ અજબકેડી છે,જે જીવનની જ્યોત પ્રગટાવી જાય
કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલ દેહને અનુભવ આપી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
મળેલ દેહ જીવને અવનીએ,માબાપ થકી અવનીએ આવી જાય
કુટુંબછે શરીરના સંબંધ અવનીએ,જે પ્રેમની પાવનકેડી દઈ જાય
ભાઈબહેનના પ્રેમની જ્યોત પ્રગટે,જે માબાપની જ કૃપા કહેવાય
પતિપત્નીના સંબંધનીકેડી,એ કર્મનાબંધન પ્રેમાળ જીવનથી દેખાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
શ્રધ્ધા ભક્તિને સમજીને પારખી ભજતા,ભગવાનની કૃપા મળી જાય
અનંતપ્રેમથી જીવને પાવન રાહ મળે,જે દેહના વર્તનથી જ સમજાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે કુટુંબમાં દેહનાબંધનથી અડી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,અંતે જન્મમરણને પ્રભુકૃપા મળી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
======================================================

ચી.દીપલનો લગ્નદીવસ


..Image result for ચી.દીપલ..
.    .ચી.દીપલનો લગ્નદીવસ    

તાઃ૧૦/૫/૨0૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માએ પકડી કેડી દીપલની,ત્યાં પાવનકર્મ જીવનમાં થાય
સાથ મળ્યો ચીંં નિશીતકુમારનો,ત્યાં કુટુંબનીકેડી પકડાઇ જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સરળ જીવનની રાહે ચાલતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
પરમાત્માના પ્રેમની રાહે જીવતા,સુખશાંંન્તિની કૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરે છે,માતાને અમારા પ્રેમથી વંદન થાય
માડી તારી કૃપાની કેડીની જ્યોત પ્રગટે,તો જીવને શાંંન્તિ થાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સંત જલાસાંઇને વંદન કરે પ્રેમથી,જીવનુ કળીયુગથી રક્ષણ થાય
કુળદેવી મા કાળકાની પુંજા કરતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
અંતરથી આશિર્વાદ પ્રદીપરમાના,દીકરીદીપલનુ કુળ ઉજ્વળ થાય
મળેકૃપા પરમાત્માની જીવનમાં,જે સંતાનનુ સુખ પણ આપી જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
=========================================================
   વ્હાલી દીકરી ચીં દીપલનો આજે લગ્નદીવસ છે.તે નિમિત્તે જમાઈ 
શ્રી નિશીતકુમારને દીપલ સહિત લગ્નદીવસની શુભેચ્છા સહિત મમ્મી,પપ્પા, 
ભાઈ રવિના જય જલાસાંઇરામ.

વડીલની લાયકાત


.    .વડીલની લાયકાત 

તાઃ૮/૫/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીએ.ત્યાં સંબંધનો સંગાથ મળી જાય
મળેલ સંસ્કારને પકડી ચાલતા,મળેલદેહની લાયકાત સમજાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
વડીલને બંધન ઉંમરના જીવનમાં,અનુભવનીઆંગળી પકડી જાય
માનવતાની મહેંક પ્રસરે સંસારમાં,જે જોતા ધણાને પ્રેરણા થાય
પગે લાગીને આશીર્વાદ મેળવતાજ,પરમાત્માની કૃપા અનુભવાય
માગણી મોહના બંધનને છોડી જીવતા,વડીલને પાવન કહેવાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
શબ્દની શીતળકેડી પકડી ચાલતા,અનેકનો નિર્મળપ્રેમ અડી જાય
શ્રધ્ધા રાખીને વડીલને મળતા,પ્રેમથી પાવન રાહ પણ મળી જાય
અંતરથી મળે આશીર્વાદ વડીલના,જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,ના કોઇ ચિંતા કે મોહ અડી જાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
===================================================