જીવનની જીવંત વાત


.                        .જીવનની જીવંત વાત   
તાઃ૨૫/૧/૨૦૧૬                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

.     સવિતાબા તમારી તબીયત કેવી છે? બધુ બરાબર છે ને.આજે દસ વષે મારી દીકરીને ત્યાં મહિનો રહેવા આવી છુ.તો તમારી સાથે વાત કરીને થોડો સમય પસાર કરુ.મારા જમાઈ ઓફીસે ગયા છે.ને મારી દીકરી તેની બે વર્ષની દીકરીને સાચવે છે. તમારે બધુ કેમનુ છે,બધુ બરાબર છે ને?  સવિતાબા આવેલ બેનની સામે જોઇ વિચારવા લાગ્યા ત્યાં કંઈ બોલે તે પહેલા જ આવેલ કુંતાબેન કહે કેમ મને ના ઓળખી હુ મારી દીકરીના લગ્ન પછી જમાઇને એક વર્ષ બાદ સારી નોકરી મળતા અહીં રહેવા આવ્યા હતા ત્યારે હુ અહીં થોડુ રહી ગઈ હતી ત્યારે તમારા દીકરાએ મદદ કરી હતી એ મને  યાદ છે.
.        સવિતાબા સામે થોડુ જોઇ પછી બોલ્યા તમારો અવાજ પહેલા સાંભળેલ છે એટલે થોડુ યાદ આવે છે અહીં ત્રીજા ધરમાં રહે છે એ જાગૃતીના તમે મમ્મી છો ને. હવે થોડુ યાદ આવે છે કારણ જીવનને કોઇ આંબી શક્તુ નથી.આજે મારી ઉંમર સીત્તેર વર્ષની થઈ એટલે યાદ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે. અને મારા વરને હજુ દુકાનમાં  નોકરી કરવી પડે છે. કેમ હજુ તમારા પતિને નોકરી કરવી પડે છે.તમારે એક દીકરો હતો ને તે અત્યારે શુ કરે છે?અહીં તમારી સાથે જ રહેતો હતો તે ક્યાં ગયો?

.        એટલામાં એક નાનો છોકરો ઘરમાંથી દોડીને આવ્યો અને બાને કહે બા હુ નિશાળ જઉ છુ.સારુ બેટા તુ ભણવા જા.અને રસોડામાં તારુ ખાવાનુ થેલીમાં મુક્યુ છે તે લઈ જ જે.હા બા હું લઈ જઈશ.એમ કહી રસોડામાં જઈ બેગ લઈ અને દફ્તર લઈ નિશાળ જવા નીકળી ગયો. કુંતાબેન એ બાળક સામે જોઇ વિચારતા હોય તેમ દેખાવા લાગ્યા. તેઓ બેઠેલ ખુરશી સવિતાબાની નજીક લાવી અને તેમને પુછવા લાગ્યા.સવિતાબા આ નાનો છોકરો કોણ છે? આંગળી ચીંધી સવિતાબા બોલ્યા આ મારા દીકરા યોગેશનો છોકરો જય છે. તે અહીં મારી સાથે જ રહી મોટો થઈ રહ્યો છે.કુંતાબેન વિચારતા હોય તેમ થોડુ અટકી ને પછી બોલ્યા તમારો એક જ દીકરો હતો અને એજ યોગેશ હતો ને. સવિતાબા કહે હા એ મારો એકજ દીકરો હતો અને દીકરી મીના પરણ્યા પછી એના સાસરે રાજકોટમાં રહે છે.તો યોગેશ ક્યાં ગયો? અને તેની વહુ ક્યાં ગઈ.માથે હાથ મુકી સવિતા બા ચુપ થઈ ગયા એટલે કુંતાબેન ચમકી ગયા. કહે બા આવુ કેમ થયું મને કાંઇ સમજાતુ નથી. કેમ કંઇ ખોટુ થયુ છે કે શું?થોડીવાર સવિતાબા  મૌન રહ્યા કંઈ બોલ્યા નહીં એટલે કુંતાબેન કહે બા કંઇ ખરાબ થયુ છે કે શુ?કે પછી યોગેશતમારી સાથે નથી રહેતો કે પછી તેને અને તેની વહુ નીતાને બહાર નોકરી મળી છે કે જેથી તમારે માથે આ જવાબદારી આવી ગઈ છે. સવિતાબા કંઇજ બોલ્યાનહીં અને ખુરશીમાંથી ઉઠ્યા અને  બોલ્યા  કુંતાબેન અત્યારે મારે હજુ ભગવાનની સેવા કરવાની છે એટલે ફરી આપણે વાત કરીશુ અત્યારે તમે જાવ એમ કહી ઘરમાં જવા ગયા એટલે કુંતાબેન કહે હું ફરી તમારા સમયે આવીશ.અત્યારે જાઉ છુ.
.      .બીજા દીવસે સવારમાં તેમની દીકરી જાગૃતી ચા બનાવી મમ્મી સેવા કરી રસોડામાં આવી  એટલે તેમને ચા આપી કહે મમ્મી શુ ખાવુ છે? ભજીયા કે રોટલી.  અને પપ્પા ઉઠી ગયા છે કે હજુ  ઉપર સેવા કરે છે. કુંતાબેન કહે ના બેટા એ તો ક્યારના ઉઠી ગયા છે અને મંદીરે જઈને પાછા આવી થોડુ એમનુ કામ કરે છે હમણાં થોડીવારમાં નીચે આવી જશે એટલે હું તેમને ચા નાસ્તો આપી દઈશ તુ તારૂ કામ પતાવીને જમાઈને મદદ કરવા ઓફીસે જા.ચીંતા ના કરતી.અને હમણાં અમે અહીંયા છીએ તો તુ તારા પતિની ઓફીસે જઈ મદદ કર તો તેને પણ કામમાં શાંન્તિ મળે.અમારી ચિંતા ના કરતી અને કિશનને પણ અમે સાચવીશુ એને સ્કુલમાં મુકી આવીશ અને તેને લઈ પણ આવીશ. આમ દીકરીને મદદ થાય અને સમય પણ પસાર થાય.
.       બેત્રણ દીવસ થયા પણ સવિતાબાએ કુંતાબેનને જોયા નહીં એટલે તેમને મનમાં જુદા જુદા વિચારો આવવા લાગ્યા એટલે રવિવારે તે તેમને મળવા સામે ચાલીને ઘેર આવ્યા.બારણુ ખખડાવ્યુ અને કુતાબેનની દીકરીએ બારણુ ખોલ્યુ સવિતાબાને જોયા એટલે તરત કહે બા આવો મમ્મી ઘરમાં જ છે. એટલે સવિતાબા કહે આ તો ત્રણચાર દીવસ થયા અને મને મળવાનાઆવ્યા એટલે મને એમ થયુ કે જતા રહ્યા કે તબીયતનો કોઇ પ્રશ્ન થયો એટલે આવ્યા નહી. જાગૃતી કહે મમ્મી બાજુવાળા સવિતાબા તમને મળવા આવ્યા છે.કુંતાબેન કહે બેટા હું નાસ્તો કરુ છુ તો તેમને કહે હું થોડીવારમાં તેમને મળવા જઊ છુ.સવિતા બા કહે સારુ બેટા હું જાઊ છુ.અને પછી પાછા ઘેર ગયા.
.        .કુંતાબેન સવિતાબાને ઘેર આવ્યા એટલે સવિતા બા તરત બોલ્યા મારી માનસિક તકલીફને કારણે તમને કંઇ કહી શકી નહીં તો મને માફ કરશો. શાંન્તીથી અહીં બેસો અને જે માનસિક તકલીફ મને મળી છે તે વાત હવે દુઃખી દીલે કહુ છુ તે સાંભળજો અને પરમાત્માને પ્રાર્થના કરજો કે મને મનની શાંન્તિ મળે તેવુ કરે.કુંતાબેન કહે સવિતાબા આપણે તો નિમિત બનીએ છીએ બાકી જીવને કર્મનુ બંધન જ ખેંચી રાખે છે.જુ ઓ તમે કે આજે આપણે અહીં ભેગા થયા છીએ ગયા જન્મની કે આવતા જન્મની આપણને કોઇ જ ખબર નથી પણ પરમાત્માને બધો જ ખ્યાલ છે.આપણે અંતરથી પ્રાર્થના કરીએ તો એ બધુ જ સંભાળી લે છે.
.      .કુંતાબેન આજે માથે પથરો મુકીને સાચી વાત કહુ છુ જે મારા જીવનમાં થયુ છે.મારા જીવનમાં મારા લગ્ન પતિ રઘુ સાથે થયા.જીવનમાં પરમાત્માએ બે સંતાન આપ્યા મારો મોટો દીકરો યોગેશ અને દીકરી મીના.મારા છોકરાના લગ્ન નીતા સાથે થયા.એ જ્યાં ભણતો હતો ત્યાં જ નીતા ભણતી હતી અને તેના પિતા સાહેબ હતા અને નસીબમાં બંધન હતા તો અમારે તેને વહુ તરીકે સ્વીકારવી પડી.બંન્ને શાંન્તિથી જીવન જીવતા હતા.મારો દીકરો એક  વકીલની ઓફીસમાં કામ કરતો હતો.અને નીતાને પણ સરકારી કચેરીમાં નોકરી મળી ગઈ.એટલે બંન્ને કમાતા હતા અને અમને પણ રાહત થઈ. લગ્ન પછી ત્રીજા વર્ષે જય નો જન્મ થયો. છોકરો સંસ્કારી જીવ હતો તે તેના વર્તનથી દેખાયુ. જ્યારે એ ચાર વર્ષનો થયો એ સમયે તેના પપ્પા નોકરીથી મોડા આવવાનુ શરૂ થયુ.એટલે એક વખત તેના પપ્પાએ તેને પુછ્યુ યોગેશ હવે તું મોડો કેમ ઘેર આવે છે? ઓફીસમાં હવે કામ વધી ગયુ કે શુ? યોગેશ કંઇ જ બોલ્યો નહીં તેની પાસે કોઇ જવાબ ન હતો.તેની રૂમમાં જતો રહ્યો.નીતા થોડી વહેલી સુઈ જતી હતી કારણ હમણાં તેને સવારે વહેલુ નોકરી પર જવાનું થયુ એટલે સવારે તે તેના સમયે નોકરી પર પહોંચી જતી કારણ સરકારી નોકરીનો હતી એટલે સમયે પહોંચવુ પડે.
.જીવનની જ્યોત ક્યારે પ્રગટે અને ક્યારે હોલવાય તે કોઇ જ સમજી શકતુ નથી.યોગેશના જીવનમાં બન્યુ એવુ કે જેનાથી તેને પરદેશનો મોહ લાગ્યો અહારથી આવેલ એક છોકરીનો સમ્બંધ થતા તેને મોહ લાગ્યો.તે જે વકીલની ઓફીસમાં કામ કરતો હતો તેના સાળાની છોકરી પ્રેમલગ્ન કરી લંડન ગઈ હતી.ત્યાં ગયા પછી થોડા સમય પછી તેને ખબર પડી કે તે જેને પરણી છે તેણે તો પહેલા બે લગ્ન કરી છુટાછેડા લીધેલ છે અને આ તેના ત્રીજા લગ્ન થયા.હવે કોઇ રસ્તો નહીં.શું કરવુ તેનો ખ્યાલ પણ ના આવે.એટલે આ વકીલે તેને કહ્યુ કે આ છોકરો પરણેલો છે પણ મહેનતુ છે અને તને લંડનમાં વાંધો નહીં આવે.એમ કરી તેની સોડમાં દાખલ કરી ગેર કાયદેસર કાગળો કરી લંડનનો મોહ લગાડ્યો એટલે યોગેશ તેની પાછળ ફરવા લાગ્યો.અને તેથી ઘેર મોડો આવવા લાગ્યો.અને ઘેર કહે મારા કામથી હુ મોડો આવુ છુ.અને બરાબર ત્રીજા મહીને નીતા જોડે ઝગડો કરી જતો રહ્યો.વકીલને ત્યાં તપાસ કરી તો ખબર પડી કે તે કોઇ લંડનથી આવેલી છોકરીને પરણી જતો રહ્યો.થોડા સમય પછી નીતા એ જાણ્યુ એટલે તે મને કહે કે મારો પતિ મારો ના રહ્યો તો હવે મારે અહીં રહેવાની ક્યાં જરૂર છે એમ કહીને જયને અહી મુકીને ત્રણ વર્ષથી જતી રહી છે હવે મારો છોકરો મારો નથી તો તેની વહુ પણ મારી ના રહીં અત્યારે અમારૂ કુળ અમારી પાસે છે એટલે અમારી જવાબદારી કે તેને મોટો થવામાં મદદ કરવી.
. આટલુ બોલી સવિતાબા ધ્રૂશ કે ધ્રુશકે રડી પડ્યા ત્યાં કુંતાબેને તેમને બાથમાં દબાવી લીધા. આ જીવનની જીવંત વાત.
. અને બરાબર પાંચ વર્ષ પછી એક રાતે યોગેશે આવી બારણુ ખખડાવ્યુ અને ઘરડા સવિતાબા પરાણે ઉઠીને આવી બારણુ ખોલ્યુ ત્યાં તેમનો ખોવાયેલ યોગેશ દેખાયો તે જ સમયે તે માના પગમાં પડી રડીને કહે છે કે મા મારૂ જીવન બગડી રહ્યુ છે મને કૃપા કરી બચાવો.મારી કુબુધ્ધીથી હુ બહાર ભાગી ગયો હવે પસ્તાયો છુ એટલે મા મને માફ કર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

મારી માવલડી


.                     .           .Mari Mavaladi

Mari Mammi  Saraswati Maa

                                            મારી માવલડી 

તાઃ૧/૧૨/૨૦૧૫                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર કોઇપણ જીવનુ આગમન એ માતાથી જ મેળવાય છે. કર્મબંધન એ જીવનો સંબંધ છે. પિતા એ જીવને દેહ મળતા મળેલ જન્મને સાર્થક કરવાની રાહ બતાવે છે. ભણતરની રાહ બતાવી ઉજ્વળતાનો સંગ આપે છે. માતા એ સંતાનને સંસ્કાર આપી પરમાત્માની કૃપાને મેળવવાની રાહ ચીંધે છે. મારા જીવનમાં મારા પિતાજીએ મળે ભણતરની રાહ બતાવી જે મેળવી વકીલનુ ભણીને વકીલાત શરૂ કરી. વકીલ તરીકે કાર્ય કરી બુધ્ધિનો વિકાસ કરી નિખાલસ જીવન જીવવાની રાહ મેળવી જે મને જીવનમાં પ્રેમ,માન અને સંબંધ આપી રહી છે.મારી માતાએ મને ભક્તિની રાહે ચલાવી સંસ્કાર અને સાચી ભક્તિથી પરમાત્માની કૃપા આપી છે. બ્રાહ્મણ કુળમાં જન્મ મળતા માતા સરસ્વતીની સેવાથી કૃપા મળતા બુધ્ધિનો ઉપયોગ કરી કલમની કેડી મને મળી એ જ માતાના સંસ્કાર અને કૃપા કહેવાય.

              હુ જ્યારે નાનો હતો ત્યારે મારા મમ્મી સવારમાં સુર્યદેવને પાણીની અર્ચના કરતા હુ જોતો ત્યારે વિચાર કરતો હતો કે આ રીતે ભક્તિ કરવાથી સુર્યદેવ રાજી થાય તો આપણુ જીવન પણ ઉજ્વળ બને એટલે ઘણી વખત હુ તેમની સાથે ઉભો રહી સુર્ય ભગવાનને પગે લાગતો હતો. બાળપણથી મને મારા પિતાજીએ ભણવાની જવાબદારી સમજાવી હતી એટલે હું સ્કુલમાં જતો અને દર વર્ષે હું પરીક્ષામાં પાસ થઈ આગળ વધતો હતો.બારમા ધોરણમાં એટલે કે એસ.એસ.સી. ની પરીક્ષા આપી પણ તેના પરિણામમાં ગણિતમાં થોડા ઓછા માર્કસ આવતા હુ નપાસ થયો.આ પરિણામ માર્ચમાં આવેલ એટલે હવે મારે ઑક્ટોબરમાં ફરી પરીક્ષા આપવી પડશે.એક દીવસ હું જ્યારે ઘરમાં ભગવાનના મંદીર આગળ બેસી માળા કરતો  હતો તે વખતે મારા મમ્મી મને કહે બેટા તારે ફરી પરીક્ષા આપવાની છે એટલે તારી પાસે  થોડો સમય છે તો તુ તારા પપ્પા વર્ષમા એકવાર નડીયાદમાં શેઢી નદીને કાંઠે આવેલ સંત પુજ્ય મોટાના આશ્રમમાં જાય છે અને પુજ્ય મોટાના દર્શન કરે છે.તુ એક કામ કર તારી પાસે સમય છે તો તું એ આશ્રમની મૌનરૂમમાં જઈ એક અઠવાડિયુ ત્યાં રહી આવ, આ કરવાથી તને ભક્તિની તક મળશે અને માતા સરસ્વતીની કૃપા પણ થશે જેથી ભણતરમાં પણ તને માતાની કૃપા મળતા તુ સારુ ભણી શકીશ. મારા પિતાજીને પણ આ વાત ગમી. મેં જવાની હા પાડી. એટલે મને ત્યાં આશ્રમમાં મૌન રૂમમાં મુકી આવ્યા.ત્યાં નંદુકાકા હતા જે બધી રીતે સૌ હરીભક્તોને મદદ કરતા હતા. મને ત્યાં રહ્યાને ત્રીજા દીવસે એટલે કે શનિવારે  માતા સરસ્વતીની પ્રેરણાથી ‘પુ.મોટાને વંદન’એ શિર્ષકથી એક કાવ્ય લખ્યુ. મને કોઇ ખ્યાલ જ નહોતો કે એ દીવસે પુજ્ય મોટા કૌભાકર્ણ આશ્રમથી ચાર દીવસ માટે આ આશ્રમમાં આવ્યા હતા.એટલે પુજ્ય નંદુકાકા રવિવારે સવારે મારી રૂમના બારણે ટકોર મારી કહે ’પુજ્ય મોટા આવ્યા છે,તારે દર્શન કરવા હોય તો તુ બહાર આવ’. મને આશ્ચર્ય થયુ. હું મેં લખેલ કાવ્ય લઈ બહાર આવી પુજ્ય મોટા બેઠા હતા ત્યાં બેઠેલા સત્સંગીઓની સાથે બેઠો. ધાર્મિક વાતો પત્યા બાદ મેં લખેલ કાવ્ય વાંચવા વિનંતી કરી.મેં ગઈકાલે લખેલ કાવ્ય “પું.મોટાને વંદન” ઉભા થઈ તેમની સામે વાંચ્યુ.પુજ્ય મોટાએ મને તેમની પાસે બોલાવી ખભો થાબડી મને કહે ’તું જીવનમાં આવુ લખતો રહેજે તારા પર માતા સરસ્વતીની કૃપા થશે’. એ તારીખ ૧૧મી મે ૧૯૭૧ હતી જે દીવસથી મેં મારા જીવનમાં મારી માવલડી સરસ્વતીની કૃપા મેળવી જે અત્યારે મને અનુભવાય છે. મારા મગજનો યોગ્ય રીતે ઉપયોગ થતા હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો સાથ પણ મળ્યો જે જીવનનો અનુભવ છે. ભણતરની સાચી કેડી પકડતા બી.કૉમની ડીગ્રી મેળવી. બી.કૉમના છેલ્લા વર્ષે કૉલેજના નાટકમાં પિતાજીનુ પાત્ર મેં ભજ્વ્યુ એ નાટકમાં મને ’બેસ્ટ ઍક્ટર ઓફ ધી કૉલેજ’ નો ઍવોર્ડ મળ્યો. ભણતર અને સાહિત્યનુ ચણતર સાથે રહેતા તારીખ ૯-૯-૧૯૭૪ના રોજ આણંદમાં ‘ગોપાલજીત એન્ડ હીઝ ઑરક્રેસ્ટા’ની સ્થાપના કરી. ફીલ્મી ગીતોના આ કાર્યક્રમને હું સંભાળતો અને ત્રણ ગાયકના અવાજમાં ગાયનો પણ ગાતો હતો. એક વખત ગીત હરીફાઈ હતી તો મેં “અરૂણોદય”કાવ્ય લખ્યુ જેને આણંદના સંગીત શિક્ષકે કમ્પોઝ કર્યુ. તે ગીત અમારા ગ્રુપ દ્વારા હરિફાઈમાં રજુ  કરાયુ. આણંદમાં ગીત હરિફાઈમાં પ્રથમ નંબર આવ્યો. ત્યાર બાદ ખેડા જીલ્લાની હરિફાઈમાં પણ પ્રથમ નંબર આવ્યો. અને પછી ગુજરાત રાજ્યની હરીફાઈમાં અમારા ગ્રુપને સરકારના ખર્ચે ભુજ લઈ જવાયા. ત્યાં રાજ્ય હરીફાઈમાં અમારા ગ્રુપનો બીજો નંબર આવતાં રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર મળ્યુ અને તે ગીત બીજે દીવસે ભુજ રેડીયો સ્ટેશન પર વગાડ્યુ હતુ. આ બધુ મારી માવલડી સરસ્વતી અને કમળાબાની કૃપાએ શક્ય બન્યુ.

મારી માવલડીના પ્રેમનો અનુભવ મને ત્યારે થયો જ્યારે આ અનુભવેલ પ્રસંગથી જીંદગીમાં યાદ અને રાહ મળી. એમાં થયુ એવુ કે અમારા ગ્રુપને કૉલેજોમાં કાર્યક્રમોમાં મદદ કરવાની તક મળતી શરૂ થઈ. આણંદ અને વિધ્યાનગરમાં વર્ષના અંતે કૉલેજમાં કાર્યક્રમોમાં સંગીત વગાડવાની અને કાર્યક્રમને રજુ કરવાની તક મળી. સામાન્ય રીતે વિધ્યાર્થીઓને પ્રેકટીસ કરાવી   હુ સાંજે નવ વાગે ઘેર આવી જઉ. એક વખત હુ બીજે દીવસે કાર્યક્રમ હતો એટલે તે કામમાં થોડો વધારે સમય જતા રાત્રે અગીયાર વાગે ઘેર પહોંચ્યો તો ઘર બંધ કરી ઘરમાં બધાજ સુઈ ગયા હતા. મેં બારણુ ખખડાવ્યુ તો મારા પપ્પાએ ના ખોલ્યુ. મારે બહાર બારણા આગળ સુઈ જવુ પડ્યુ. બીજે દીવસે મારા પપ્પા મને કહે આવુ રાત્રે મોડા સુધી ભટકવાની જરૂર ક્યાં છે. સમયસર ભણવાનુ અને ઓફીસમાં મારી સાથે કામ કરવાનુ. આજ પછી આવુ મોડુ આવવાની કોઇ જરૂર નથી. જો આવુ કરીશ તો તને અહીં નહીં રહેવા દઉ. મારા પિતાજી વકીલ હતા વેચાણવેરા અને ઇન્કમટેક્ષનુ કામ કરતા હતા. હું કૉલેજથી આવી અને મદદ કરતો હતો.એટલે જીવન જીવવાનુ માર્ગદર્શન મને આપતા હતા.

સમય આવતા માતાની કૃપા થાય જે અનુભવાય. વડોદરાની ફિલ્મ સ્ટુડીયોના માલિક અમારા આણંદના હતા. મને પ્રેરણા થઈ કે આણંદના ટાઊનહૉલમાં આણંદના કલાકારો કાર્યક્રમ કરે તો બધાને તક મળે પોતાની લાયકાત બતાવી શકે.પણ એક વસ્તુ છે કે સ્થાનીક કલાકારોના કાર્યક્રમમાં કોઇ પૈસા ખર્ચી ટીકીટ ના લે કારણ તે વ્યક્તિને ઓળખતા હોય. પણ  માતાની કૃપાએ મને પ્રેરણા મળી કે આ કાર્યક્રમાં હુ ફીલ્મી કલાકારને લાવુ તો તેને જોવા માટે પણ ટીકીટ લઈ લોકો આવે.તે ધ્યાનમાં રાખી ૨૬મી જાન્યુઆરી ૧૯૭૬ના રોજ સીને સર્કલ, આણંદની સ્થાપના કરી જેના મુખ્ય સલાહકાર લક્ષ્મી સ્ટુડીયોના માલિક પુનમભાઈ સી.પટેલ, સાથે નગરપાલિકાના પ્રમુખ અને લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી નવનીતભાઈ શાહ પણ મદદ કરતા હતા અને કાર્યક્રમ નિયામક હુ હતો પ્રથમ કાર્યક્રમમાં ફીલ્મી ગીતો અને હાસ્ય પ્રસંગ નક્કી કર્યો. ફીલ્મી કલાકારો ને લાવવાની જવાબદારી મારી એટલે હુ તેમને લેવા વડોદરા જવાનો હતો. મે મારા મમ્મી,પપ્પા અને મારા ભાઈને કાર્યક્રમના પાસ આપ્યા અને કાર્યક્રમ જોવા આવવા કહ્યુ.  મારા મમ્મીને માતાએ પ્રેરણા કરી અને કાર્યક્રમમાં આવવાની હા કહી. હું તો ઘેરથી વહેલો નીકળી ગયો હતો.મારે વડોદરા કલાકાર લેવા જવાનુ હતું. કાર્યક્રમ સાડા છ વાગે શરૂ થઈ ગયો હુ સાડા પાંચે આણંદથી કાર લઈ નીકળી ગયો. હું કલાકાર લઈ સાડા સાત વાગે ટાઊનહૉલ પર આવ્યો. હૉલમાં લાઈટો ચાલુ કરી દીધીને કાર્યક્રમ અટકાવ્યો. પ્રથમ હુ પ્રવેશ્યો મારી પાછળ ગુજરાતી કલાકાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતા પ્રવેશ્યા. પ્રેક્ષકો ઉભા થઈ તાલી પાડી આવકારવા લાગ્યા. હુ સીધો સ્ટેજ પર ગયો. કલાકારો પ્રથમ સીટો પર બેસી ગયા અને કાર્યક્રમ શરૂ થતા મારુ ગાવાનુ શરૂ થયુ. ગીત પુર્ણ થતા ઉપેન્દ્રભાઈ ઉભા થઈ તાલી પાડી મને એ ગીત ફરી ગાવાની ઓફર કરી તે ગીત તેમને ગમ્યુ હતુ. તેથી મારે એ ગીત ફરી ગાવુ પડ્યુ.

આ કાર્યક્રમ પુરો થયા બાદ હુ બાર વાગે ઘેર ગયો બારણુ ખખડાવતા મારા પિતાજીએ આવીને બારણુ ખોલી મને બાથમાં લઈ લીધો અને બચી કરી કહે બેટા મારી ભુલ હતી હવે  કદી તને બહાર નહી સુવા દઉ. માતાની કૃપા જ તને કલાની કેડી ઉપર લઈ જાય છે.તારા જીવનમાં માવલડીની કૃપા થઈ છે જે તારી લાયકાતે મને દેખાઈ.
***************************************************************

પિતાની રાહ ફાધર ડૅ


                                 પિતાની રાહ          ફાધર ડૅ     

તાઃ૧૬/૬/૨૦૧૫                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

.            .ચંદુભાઈ આજે મંદીરથી પાછા આવતા હતા.ત્યારે તેમના હાથમાં લાકડી છતાંય અપંગતા લાગતી હતી. મગજમાં વિચાર ચાલતો હતો કે હવે પત્નિ સવિતાનો સંગાથ નથી એટલે તેના અવસાન બાદ તેમને ઘણી વખત તે યાદ આવતી.આજે તેમને એવુ સંભળાયુ કે હવે તમે એકલા શા માટે જીવી રહ્યા છો. પરમાત્માને પ્રાર્થના કરો કે જીવને હવે દેહથી મુક્તિ આપે.એવુ સવિતાબેન બોલી  રહ્યા છે.આ વાક્ય સાંભળ્યા બાદ મનમાં ભુતકાળ યાદ આવ્યો.
.            .આજથી ચાલીશ વર્ષ પહેલા તેમના નાના ભાઈએ તેમના માટે એપ્લાય કરેલ એટલે તે તથા તેમના પત્નિ સવિતાબેન પુત્ર કિંજલ અને દીકરી દિશા સાથે અમેરીકા આવ્યા.અમેરીકા આવ્યા બાદ તેઓ હ્યુસ્ટન આવ્યા કારણ અહીંનુ વાતાવરણ ભારતના જેવું એટલે કે બહુ ગરમી કે ઠંડી પડે નહીં. ચંદુભાઈએ  નોકરી માટે ઘણા પ્રયત્ન કર્યા પણ ભારતીય હોવાથી કોઇ સફળતા ના મળી કારણ તેમને ખબર પડી કે એક ભારતીય સાચી મહેનતથી કામ કરે તેને ટાય કે કોટની જરૂર નથી તે પાંચ અમેરીકનનુ કામ એકલો શ્રધ્ધાથી કરી શકે.અંતે  એક મોટા ગ્રોસરી સ્ટોરમાં કસ્ટમરને મદદ કરવાની નોકરી મળી. સમય તો કોઇથી પકડાયતો નથી. પાંચ વર્ષ થઈ ગયા બંન્ને બાળકો ભણતરને મહત્વ આપી મહેનત કરી ભણી રહ્યા હતા. દીકરો અને દીકરી સારા માર્ક્સે આગળ વધી રહ્યા હતા.સવિતાબેનને ખાવા કરવાની નોકરી એક ભારતીય હૉટલમાં મળી હતી તેઓ પણ મહેનત કરી પતિને સાથ આપતા હતા.
સમયની સીડી તો સૌએ ધીમે ધીમે જ ચડવી પડે ઉતાવળ કરીએ તો પડી જવાય અને આફતના વાદળ વરસતા જીવને ભટકાવાનુ શરૂ થાય અમેરીકામાં તો સમય પ્રમાણે પ્રસંગો આવે અને તે પ્રમાણે સૌ સાથે ચાલે. મને તો અહીંના પ્રસંગોમાં બહુ સમજ ના પડે કારણ આપણા હિંન્દુ ધર્મમાં તો તહેવાર પ્રમાણે આપણે ઉજવણી કરીયે અને તે પણ કુટુંબમાં સાથે રહીને.એક વખત એવુ થયુ કે મેં એક નવુ મકાન રાખ્યુ તો તેની જાણ એક ઘરડા અમેરીકન માજી કે જેમના પતિનુ અવસાન થયેલ એટલે ઘરડા ઘરમાં ત્રીજે માળે રહેતા હતા અને તે જ્યારે સ્ટોરમાં આવે ત્યારે તેમને હું ઘણી મદદ કરુ અને કોઇક વખત તેમના રહેઠાણે મુકી આવું.તેમને મારા નવા મકાનની જાણ થઈ.તો તે તેમની ચર્ચમાંથી મારા માટે પવિત્ર ફોટો લાવ્યા હતા તો તે મારે ઘેર આવી મને ભેંટ આપવાની ઇચ્છા હતી તો એક દિવસ સ્ટોરમાં આવી તેમને મદદકરી તેમનો માલ તેમની ગાડીમાં મુકવા ગયો ત્યારે કહે.આવતી કાલે ફાધર ડે છે તો તુ મને ઘરડાઘરથી લઈ જઈ તારુ નવું ઘર બતાવીશ. મેં કહ્યુ હું કાલે સવારે આવી તમને ઘેર લાવીશ.
.           .બીજે દીવસે સવારે સાડા આઠ વાગે તેમને લેવા ગયો.તે ત્રીજા માળેથી નીચે આવી ગયા હતા. અને સામે બોકડા પર એક ઘરડા ભારતીય પતિપત્નિ બેઠા હતા તેઓ કોઇકની રાહ જોતા હતા. હું જેને લેવા આવ્યો હતો તેમને લઈ મારા ઘેર આવ્યો. તેઓ મારા ઘરમાં પ્રવેશતા અંગ્રેજીમાં જીસસને પ્રાર્થના કરતા ઘરમાં પ્રવેશ્યા ને ત્યારબાદ ખુરશીમાં બેસતા પહેલા મને મારી પત્નિને તેઓ લાવેલ પવિત્ર ફોટો હાથમાં ભેંટ આપ્યો. ત્યારબાદ ચા નાસ્તો લીધા બાદ. તેઓને પાછા મુકવા માટે અગીયાર વાગે હું ઘરડાઘરે ગયો તો પેલા માબાપ હજુ તેમના દીકરાની રાહ જોતા બેઠા હતા.મે તેમને પુછ્યુ તમે તો સાડા આઠથી રાહ જુઓ છો. તો પેલા પિતા કહે મારો દીકરો ડૉકટર છે એટલે તે થોડા કામમાં હશે આજે ફાધર ડે છે એટલે તેનો ફોન આવ્યો હતો કે હું તમને લેવા આવીશ અને આપણે કૅક કાપીશુ તો તમે તૈયાર રહેજો એટલે અમે રાહ જોઇએ છીએ.
.          .ત્યારે મને મનમાં ઘણોજ ઉંડો વિચાર આવ્યો કે આ દેશમાં માબાપ ને પ્રેમ આપવાનો એ એકજ દીવસ છે જે ફાધર ડે અને મધર ડે કહેવાય બાકી માબાપ કેવી રીતે જીવી રહ્યા છે તેની સંતાનને કોઇ ચિંતા નથી.આજ અમેરીકન હવા અને માબાપને સલામ.

===================================================================

જન્મદીનની શુભેચ્છા


.                         .  જન્મદીનની શુભેચ્છા

તાઃ૨૦/૯/૨૦૧૪                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુબેનના જીવનસંગાથી,ને કૈલાસબેનના વ્હાલા જમાઇ કહેવાય
એવા પ્રેમી અલ્કેશકુમારનો,આજે પચાસમો જન્મ દીવસ ઉજવાય
.                                   ………………….અનુબેનના જીવનસંગાથી.
મળ્યો પ્રેમ માતા કોકીલાબેનનો,ને પિતા ચંન્દ્રકાન્તભાઇથી સંસ્કાર
ઉજ્વળ જીવનની રાહ મેળવી ભણતરથી,એ તો લાયકાતેજ દેખાય
બન્યા એ જીવનસાથી અનુબેનના,ત્યાં જશભાઇને સસરા કહેવાય
સાળા નિતીનભાઇ હરખાય,સંગે ભુમીભાભીને અનંત આનંદ થાય
.                                  ……………………અનુબેનના જીવનસંગાથી.
પુત્ર અદીતને આનંદ અનેરો,પપ્પાનો આજે જન્મદીવસ ઉજવાય
પુત્રી આર્યાનાતો દોડતી આવી,પપ્પાને પ્રેમે ચુંબન પણ કરી જાય
આશિર્વાદ અંતરથી આપવા,આજે તો પ્રદીપ રમા સંગે આવી જાય
સંતજલાસાંઇની પરમકૃપા મળે અલ્કેશકુમારને,એજ પ્રાર્થના થાય
.                                   ………………….અનુબેનના જીવનસંગાથી.

==============================================
.              .પુજ્ય કૈલાસબેન અને શ્રી જશભાઇના જમાઇ શ્રી અલ્કેશકુમારની આજે પચાસમી
જન્મદીનની ઉજવણીએ પરમકૃપાળુ સંતજલાસાંઇને પ્રાર્થના કરીએ કે તેમને જીવનમાં તન,
મન અને ધનથી પરમાત્મા શાંન્તિ આપે અને ભક્તિ અને સંસ્કાર સાચવી ઉજ્વળ જીવન રહે
તેજ અમારી  શુભેચ્છા.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ,રમા,રવિ,હિમા,દીપલ,નિશીતકુમારના જય જલારામ.

સ્નેહાળ રાત્રી


.                                               .સ્નેહાળ રાત્રી

તાઃ૨૮/૮/૨૦૧૪                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

.         .પોરબંદરની સાંકડી શેરીમાં રામજી મંદીરની બાજુમાં આવેલ મકાનોમાં ત્રીજા નંબરના
મકાનમાં  મનુભાઈ પરિવાર સહિત રહેતા હતા. મળેલા સંસ્કાર અને માબાપના પ્રેમને કારણે
જીવનમાં ભક્તિ અને ભણતરને પકડી ઉજ્વળ જીવનનીરાહ મેળવી લેતાં તે સરદાર હાઇસ્કુલમાં
શિક્ષક તરીકેની નોકરી મેળવી  હાઇસ્કુલમાં વિધ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન,ગુજરાતી,હીન્દીઅને
સંસ્કૃત ભાષા શિખવી રહ્યા હતા.તેમની પત્ની સવિતાબેન પણ માબાપે આપેલ રાહે કૉલેજમાં
બે વર્ષ ભણ્યા બાદ યોગ્ય પાત્ર દેખાતા માબાપે તેને મનુભાઇ સાથે લગ્ન કરી સંસારની કેડી
આપી હતી. સવિતાબેન ભણતર અને મળેલ સંસ્કાર પ્રમાણે બુધ્ધિને યોગ્ય માર્ગે લઈ જતા
દેખાતા હતા કારણ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પતિને પગે લાગીને ચા નાસ્તો  બનાવી
ઘરમા કરેલ મંદીરમાં જ્યાં મા અંબા,મા કાળકા,મા દુર્ગા, માતા પાર્વતીજી,શ્રી ભોલેનાથ,
સીતારામ, અને સંત શ્રી જલારામ તથા સાંઇબાબાની પુંજા આરતી કરતા હતા.
.                 .સમય તો કોઇથી પકડાતો નથી. હા તેની સાથે ચાલવા પ્રયત્ન કરો તો થોડો લાભ
મળે. લગ્ન બાદ  મનુભાઇને ઘરમાં થતી પુંજાને કારણે પરમાત્માની કૃપા મળતી હોય તેમ
લાગતુ હતુ. તેમને સ્કુલમાં પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરવાની તક મળી.
વિધ્યાર્થીઓનાસ્પેશ્યલ ક્લાસ મળ્યા અને આવકપણ વધી.તેમને સવિતાની ભક્તિનો
જ આ પ્રતાપ છે તેજણાતા તેમણે પણ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઇ તૈયાર થઈ
ભગવાનની પુંજા કરવાની શરૂ કરી દીધી. લગ્ન બાદ ત્રીજા વર્ષે રાજકોટની હાઇસ્કુલમાંથી
તેમને જે પગાર અહીંની સ્કુલમાં મળતો હતો તેનાથી ડબલ પગારની ઓફર આવી.તેમણે
સવિતાને વાત કરી અને તે વાતમાં સહમત થતા તેઓ માર્ચ માસમાં રાજકોટમાં એક મકાન
ભાડે રાખીને સ્કુલમાં નોકરી શરૂ કરી દીધી.
.             .દરરોજ સવારમાં સુર્યના ઉદયને વંદન કરી પાણીથી અર્ચના કરવાની ટેવ મનુભાઇને
બાળપણથી માબાપની ભક્તિએ માર્ગદર્શન મળેલ.તેઓ દરરોજ સુર્ય અર્ચના કરતા અને
ત્યારબાદપ્રભુને દીવો અગરબત્તી કરી ચા નાસ્તો કરી નોકરી કરવા નીકળી જતા.તેમના
પત્ની પણ સમયસર ઉઠી ચા નાસ્તો તૈયાર કરી સ્નાન  કરી પુંજન અર્ચન કરી રસોડામાં
આવી તેમના પતિની સાથે ચા નાસ્તો કરતા.આ તેમના જીવનની દરરોજનીરીત હતી.
સમય તો રોકાય નહીં.ચાર વર્ષ બાદ સવિતાબેને દીવાળીના આગલે દીવસે પુત્રને જન્મ
આપ્યો માતાની કૃપાએ અને પ્રેરણાએ માબાપે તે સંતાનને નિખીલ નામ આપ્યુ. અને તે
નામને સાર્થક કરવાનો પ્રયત્નકરતો હોય તેમ માબાપને અણસાર થતો.અને તે તેના
અભ્યાસમાં મળતી લાયકાતથી દેખાતુ.
.               .સમયતો કોઇથી પકડાતો નથી, પણ કોઇપણ જીવ તેની સાથે ચાલવા પ્રયત્ન કરે
તો પરમાત્માની  કૃપાએ થોડો લાભ મળે છે.સવિતાબેને નવરાત્રીના નવમા દીવસે પુત્રીને
આગમન આપ્યુ.પવિત્ર દીવસે જન્મ થયો.માતાની અસીમ કૃપા અને સવિતાબેનની નિર્મળ
ભક્તિએ જ દીકરીનુ પૃથ્વીપર આગમન થયુ અને તેને સાધના નામ આપ્યુ. નાનપણથી
જ તે પોતાના મોટાભાઇને વ્હાલ કરતી. ભાઇની સાથે બેસીને ચા નાસ્તો કરતી  અને તેની
થાળીમાંથી પણ એ ખાઇ જતી અને રમત પણ રમતી. સમય ચાલવા માંડ્યો. નિખીલે હાઇસ્કુલ
પ્રથમ  ક્લાસે પાસ કરી અને કૉલેજમાં પણ પ્રવેશ મળી ગયો.ભણતરમાં ઘણા સારા માર્ક્સ
મળેલ તેથી તેને કૉલેજમાં બે વર્ષ બાદ મેડીકલમાં પ્રવેશ મળી ગયો. જો કે સાધના તો
નિખીલને વ્હાલથી ડૉક્ટર કહેતી એ તેની ટેવ હતી.અને સમય આવતા જ્યારે નિખીલને
મૅડીકલમાં પ્રવેશ મળ્યો ત્યારે તેણે સાધનાને બાથમાં લઈ કહ્યું જો બહેનતુ મને ડૉક્ટર
કહેતી હતી ને તે હવે હુ ડૉક્ટર થવાનો કેવો તારો વ્હાલ હતો જે મને યોગ્ય માર્ગે લઈ જાય છે.
.             .સાધના પણ માબાપને વ્હાલ કરતી અને સમય આવતા હાઇસ્કુલમાંથી ઘણા જ
સારા માર્કે પાસ થઈ. તેની ઇચ્છા એ હતી કે તે યોગ્ય રીતે ભણતર મેળવી જીવનના પાયાને
મજબુત કરે.તેણે ભણતરમાં ઘણી સારીરાહ લેતાં તેને કૉલેજમાં પ્રોફેસરની નોકરી મળી અને
તે પણ ઘણી જ સારી રીતે કરી રહી હતી. નિખીલ પણ  સમય આવતા ડૉકટરની ડીગ્રી મેળવી
લઇ અને તેને પણ સરકારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ.નોકરી બાદ બીજા વર્ષે તે જ
હોસ્પીટલમાં નર્સની નોકરી કરતી તેમની જ જ્ઞાતિની રાગીણી નામની છોકરી જેના માબાપ
પણ  ડૉક્ટર છે તેમણે સામેથી નિખીલને વિનંતી કરી અને તેના માબાપની સાથે વાત કરી
તેમની દીકરીને તારી સાથે પરણાવવાની ઇચ્છા વ્યક્ત કરી.સવિતાબેન અને મનુભાઇને
જ્યારે આ માહિતી મળી ત્યારે તેમને  ઘણો જ આનંદ થયો કારણ તેમના દીકરાને તેના
વ્યવસાયમાં કામ કરતી છોકરી અને તેના માબાપ પણ તે વ્યવસાયમાં છે એટલે હા પાડી
અને માતાની કૃપા થતા સમયસર નિખીલના લગ્ન રાગીણી સાથે થઈ ગયા. બંન્ને એક જ
વ્યવસાયમાં જોડાયેલ હોઇ કોઇપણ જાતની અડચણ કે તકલીફ ન હતી પડતી.અને તેથી
ત્રણ વર્ષ બાદ બંન્ને એ પોતાના માબાપની પરવાનગી મેળવી એક નવુ ઘર વેચાતુ લઈ
જીવનની નવી કેડી શરૂ કરી.
.             .પ્રેમની કેડી પકડીને ચાલતા મનુભાઇ હવે નિવૃત્ત થયા એટલે હવે કુટુંબની કોઇ
જવાબદારી રહી નહીં તેમના પત્નિ પણ નિખાલસ પ્રેમથી ભક્તિ પકડીને પોતાનો સંસાર
ચલાવી રહ્યા હતા.તેઓ બન્ને મળેલ માનવજીવન સાર્થક કરી જીવી રહ્યા હતા. તેમના સંતાનો
પણ વડીલોના આશિર્વાદ મેળવી માનવતાની મહેંક પ્રસરાવીરહ્યા હતા.જીવનમાં સમય તો
કોઇથી પકડાતો નથી પણ તેની સાથે ચાલવા સાચી શ્રધ્ધાએ પ્રયત્ન કરી એ તોપરમાત્મા
કૃપા કરે અને સાચી રાહ પણ મળે. એક વખત નવરાત્રીના સમયે મનુભાઇને તેમના ઘણા જુના
મિત્ર  દામોદરભાઇ મુલાકાત થઈ. તે દસ વર્ષ કેનેડા તેમના સાળાને ત્યાં રહ્યા હવે કાયમ
માટે તે ભારત પાછા આવી ગયા. વર્ષો પછી જુના મિત્રને મળતા ઘણોજ આનંદ થયો.
મનુભાઇએ તેમને ઘેર આવવાની વિનંતી કરી. અનેરવિવારે તેમની પત્ની સાથે મનુભાઇને
ત્યાં આવ્યા.લાંબાસમયે મળ્યા એટલે સાથે બેસી નાસ્તો કર્તા ઘણી બધી જુની યાદોને યાદ
કરી આનંદ કર્યો. દીકરો નિખીલ ડૉક્ટર થયો તેની પત્ની નર્સ છે,બેબી સાધના પણકૉલેજમાં
પ્રોફેસરની નોકરી કરે છે તેવાત કરતા હતા અને તેજ વખતે સાધના કૉમ્પ્યુટર પર કૉલેજનુ
કામ પતાવી રસોડામાંથી ચા લઈ પપ્પા મમ્મી અને મહેમાન માટે આપવા આવી  આવેલા
મહેમાનને પગે લાગીઅને પાછી પોતાની રૂમમાં ગઇ. દામોદરભાઇ એ મનુભાઇને પુછ્યુ કે
આ દીકરી પરણી છે કે કુંવારી છે.તો મનુભાઇએ કહ્યુ કે હમણા બે વર્ષથી કોલેજમાં પ્રોફેસરની
નોકરી મળી છે હજુ કુંવારી છે. દામોદરભાઇને પોતાની પત્નીએ વાત કરતા કહ્યુ કે તમારા
નાના ભાઇ રણછોડભાઇનો દીકરો મનોજ એન્જીનીયર છે અને હજુ કુવારો છે તો મને યોગ્ય
લાગે છે કે તે દીકરા માટે આ દીકરી યોગ્ય પાત્ર છે. તો જો તમને યોગ્ય લાગતુ હોય તો
આપણે   આગળ વધીયે. મહેમાનોના ગયા બાદ બીજા શનિવારે મનુભાઇએ અને સવિતાબેને
તેમની દીકરીને લગ્ન માટેવાત કરી. સાધનાએ કહ્યુ કે તમને જે યોગ્ય લાગે તે કરો હું તે
કરવા તૈયાર છું.મનુભાઇએ બીજે દીવસે દામોદરભાઇને ફોન કરી કે તમે તમારી અનુકુળતાએ
તમારા ભાઇને અને તેમના દીકરાને લઇને મળવા અને વાતચીત કરવા આવો દામોદરભાઇએ
તેમના ભાઇ સાથે વાત કરી મનુભાઇને ફોન કરી જણાવ્યુ કે આવતા  બુધવારે સાંજે છ વાગ્યા
પછીતમારે ઘેર આવીશું. સમય પ્રમાણે તેઓ ઘેર આવ્યા સાધના પણ કૉલેજથી પાંચવાગે
આવી ગઈ હતી.મનુભાઇએ વાતચીત કર્યા બાદ દીકરી સાધનાને બોલાવી તે આવી અને
પછી આવેલામનોજને તેમણે કહ્યુ કે બેટા તમે બંન્ને થોડી વ્યક્તીગત વાતો કરી પછી અમને
પરવાનગી આપો. બાજુની રૂમમાં મનોજ અને સાધના વાતચીત કરી બહાર આવ્યા પિતાને
મનોજે સાધના સાથે લગ્ન કરવાની હા પાડી.અને વાર તહેવાર નક્કી કરી  તેમના લગ્ન પણ
થઈ ગયા. તેમના સંતાનો નિખીલ અને સાધના પણ પોતાની જીવનની કેડીને યોગ્ય માર્ગે
ચાલતા હતા.
.               .તેમનો નાનો દીકરો રાકેશ ભણતરમાં થોડો પાછળ છે તેવું પિતા મનુભાઇ અને
માતા સવિતાબેનનેલાગતુ હતું તેમણે ઘણી વખત તેને કહ્યુ પણ છતા તેની રાહ બદલતો
ન હતો. અંતે માતાએ અંબામાતા અને કુળદેવી કાળકામાતાને દીવો કરી પ્રાર્થના કરી કે
તેમના દીકરાનેમાતા સાચા માર્ગે લઈ જઈ જીવનની જ્યોતપ્રગટાવે. નવરાત્રીનો તહેવાર
આવી રહ્યો હતો એક રાત્રે સ્વપ્નામાં માતાએ સવિતા બેનને રાહ બતાવી કેઆવી રહેલી
નવરાત્રીએ શ્રધ્ધા રાખીને  એક વખત જમીને દરરોજ સાંજે ઘરમાં માતાના નામે દીવો
કરવાનુ દીકરાને કહો. આ સ્વપ્નાની વાત તેમણે તેમના પતિ મનુભાઇને કહી.તેમણે
ઘરમાં મંદીરમાં દીવો કરી પ્રાર્થના  સહિત વંદન  કરી વિનંતી કરી કે હે પ્રભુ હે માતાજી
આ નવરાત્રીએ દીકરો નહી કરે તો હું અપવાસ અને નવરાત્રી કરીશ. નવરાત્રીના બે
દીવસ પહેલા જ માતાએ દીકરા રાકેશને કહ્યુ કે બેટા આપણા હીન્દુ તહેવારમાં  નવરાત્રી
એ પવિત્ર તહેવાર છે તુ આ વખતે નવરાત્રી કરીશ તો તને મા કૃપા કરી બધી રીતે સાચી
રાહે લઈ જશે.દીકરાએ  મમ્મીને પુછ્યુ કે નવરાત્રીમાં શુ કરવાનું તો મમ્મી કહે દરરોજ
એક વખતજમવાનુ અને રાત્રે ગરબામાં જઈ  આરતી કરી પાછુ ઘેર આવી જવાનુ.સારૂ
મમ્મી હુ આ નવરાત્રી  કરીશ. રાત્રે સવિતાબેને પતિને વાત કરી . રાકેશ આ નવરાત્રી
કરશે. નવરાત્રીના નવેનવ દીવસ રાકેશે સાચા પ્રેમ અને સ્નેહથી માતાની શ્રધ્ધાથી સેવા કરી.
.            .માતાની અસીમ કૃપાનો અનુભવ થયો હાઇસ્કુલમાં અને કૉલૅજમાં ઘણા સારા માર્કસથી
પ્રથમ ક્લાસેપાસ થયો અને પોતાના જીવનની કેડી વકીલ તરીકે શરૂ કરી. જીવનમાં સાચી રાહ
માતાની સ્નેહાળ રાત્રીથી  મળી ગઈ એજ માતની કૃપા એજ સાચી ભક્તિ અને એજ પવિત્ર કર્મ.

====================================================================

સંસ્કાર


                                                                       સંસ્કાર

           તાઃ૧૮/૯/૨૦૧૨                                                                પ્રદીપબ્રહ્મભટ્ટ

           મમ્મી બહાર બારણે બાવો આવ્યો છે.એવું મને બારીએથી દેખાય છે. મારા સ્કુલ જવાના સમયે અહીં આવીને ભીખ કેમ માગતા હશે.મને કંઈ સમજ નથી પડતી.હે ભગવાન આ લોકો આ રીતે કેમ જીવતા હશે તે મને સમજાતું નથી.નીરૂબેન રસોડામાં ગેસ ચાલુ કરી દાળ અને શાક ધીમા તાપે બનતા મુકી ઘરના મંદીરમાં સંત જલારામ બાપા અને સંત સાંઈબાબાની માળા કરતા હતા.તેમનો દીકરો અનુજ સ્કુલમાં ભણવા જવાની તૈયારી કરતો હતો.તેર વર્ષના અનુજને તેની મમ્મીએ ઉત્તમ જીવન જીવવા માટે ભણતરનુ મહત્વ સંસ્કારમાં આપેલ.એટલે અનુજ વહેલો ઉઠી નાહી ધોઇ ભગવાનને પગે લાગી પાંચદસ મીનીટ પલાંઠીવાળી બંન્ને સંતોને વંદન કરી લેતો.એ જ્યારે મમ્મી ઉઠીને ચા માટે બોલાવે ત્યારે ઉપલા માળેથી આવ્યો મમ્મી કહીને નીચે આવી મમ્મીને પગે સ્પર્શી જય જલારામ મમ્મી કહે અને મમ્મી તેને બાથમાં જકડી બચી કરી લેતી આ તો દરરોજની વાત થઇ.ઘણી વખત તે લેશનમાં મશગુલ હોય ત્યારે મમ્મી ઉપર આવી કાન પકડી કહે ચલ બેટા ચાનાસ્તો નથી કરવાનો.

               સમય તો કોઇ ના હાથમાં નથી.ખુદ રામ ભગવાનને પણ સમય આવતાં જંગલમાં જવું પડ્યુ હતું.પંદર વર્ષ પહેલા નીરૂબેનના લગ્ન વડોદરામાં રહેતા રાવજીભાઈના એકના એક દીકરા રાજેન્દ્ર સાથે થયા હતા.નીરૂબેનને એક મોટી બહેન હતા જે લગ્ન બાદ દીલ્હી રહેતા હતા.લગ્ન પછી નીરૂબેન વડોદરા રહેવા આવી ગયા.તેમના પતિ સરકારી કચેરીમા ક્લાર્કની નોકરી કરતા હતા.પગાર સારો હતો રજાઓ પણ સારી એવી મળતી હતી અને પાછી ખાધેપીધે શાંન્તિ હતી. પણ તેમને બહાર ફરવાનો શોખ પહેલેથી હતો અને રજા મળી કે ફરવા જતા રહે. નીરૂબેનને તેમના માબાપ તરફથી સંસ્કાર મળેલા એટલે સવારે ઉઠી સાસુ સસરાને પગે લાગી નાહી ધોઇ સેવા કરી રસોડામા જઇ રસોઇ તૈયાર કરી ઘરમાં કપડાલત્તા સફાઇ કરવી એ રોજીંદુ બની ગયુ હતું.સાસુ સસરાને કંઇજ કહેવુ ના પડે તે હંમેશાં ધ્યાનમાં રાખતા હતા.તેના પતિ હંમેશાં આઠ વાગે ઉઠે તેમની નોકરી દસ થી છ વાગ્યાની હતી એટલે મોડા ઉઠે.નીરૂબેન તેમના માબાપને ત્યાં અને અહીંયા પણ સવારે સાડા છ વાગે ઉઠી જતા અને સેવા તથા ઘરકામ કરતાં.સાસુ સસરાને પણ આ વહુ માટે માન થયુ કે સંસ્કારી દીકરી છે એટલે તેમના છોકરાને જીવનમાં કોઇ તકલીફ નહીં પડે.

                સાસરા પક્ષમાં  નજર કરીએ તો નીરૂબેનના સસરા એ સરકારી કચેરીમાં પટાવાળાનું કામ કરે.ઓફીસના બારણા આગળ બેસી રહેવાનુ અને સાહેબ બોલાવે એટલે અંદર જઇ જે કહે તે કામ કરવાનું. જ્યારે બપોરના ખાવા માટે સમય  મળે ત્યારે બહાર જઈ લારી આગળ ઉભા રહી ચા નાસ્તો કરવાનો અને પછી બીડી પીવાની.સરકારી નોકરી હતી એટલે તેમને  બધા સરકારી લાભ મળે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો દીકરો નટવર સરકારી સ્કુલમાં માસ્તરની નોકરી કરતો હતો અને તેની પત્ની સરીતા પણ સ્કુલમાં નોકરી કરતી હતી. બીજો દીકરો રાજેન્દ્ર સરકારી કચેરીમા ક્લાર્કનુ કામ કરતો હતો.ત્રીજો દીકરો નરેન્દ્ર ગામમાં એક અનાજની દુકાનમાં રજીસ્ટર પર કામ કરતો હતો. અને દીકરી નંદીની સ્કુલમાં ભણી અને લગ્ન બાદ તેના પતિ મનહરભાઇ સાથે નડીયાદમાં રહેતી હતી.

                રાજેન્દ્રભાઇની ઓફીસમાં કારદાકીય કામો થતા હોય એટલે મકાન,મિલ્કત,છુટાછેડા,લગ્ન રજીસ્ટર કે વિદેશ જવાના કાગળો તૈયાર કરી સાહેબ પાસે જઈ સહી કરાવી પરત આપવા આ તેમનું રોજનુ કામ.ઓફીસમાં બહારથી આવેલા માણસોનો દેખાવ,પૈસાનો ઉછાળો અને મોટી મોટી વાતો એ સાંભળી અને જોઇને ઘણી વખત મુંઝાય અને પરદેશ જવાનો વિચાર મનમાં થાય કરે.પણ  હવે છત્રીસ વર્ષે શુ કરવાનુ? લગ્ન થઈ ગયે બે વર્ષ થઈ ગયા અને તેની પત્નિ નીરૂએ બાળકનો જન્મ આપ્યો અને એ પણ એક વર્ષનો થઈ ગયો.પણ જગતમાં માયા અને કાયાનો મોહ કળીયુગમાં કોઇને છોડતો નથી. માબાપે આપેલા સંસ્કાર એ જીવને સદમાર્ગે લઈ જાય નહીં તો પછી એવું પગલુ ભરાય કે ના અહીંના કે ના તહીંના રહેવાય.રાજેન્દ્રને પણ એવી માયા લાગેલ કે અહીંના કરતાં અમેરીકામાં જીવન જીવવાની મઝા આવે.પૈસે ટકે શાંન્તિ મોટર લઈ ફરવાનું અને એય હાયબાય કરીને  લ્હેર કરવાની.એક દીવસ અમેરીકાથી આવેલી ડોલી તેના કાયદાકીય કાગળો લઈને આવેલ.તેના લગ્ન થયેલા પણ તેનો અમેરીકન પતિ રોમી દારૂ સીગરેટ અને બીજી સ્ત્રીયોના સંબેધમાં હોવાથી રાત્રે ઘેર ના આવે.બહાર રખડ્યા કરે અને રાતની  જોબ એક મોટા અમેરીકન શાકભાજીના સ્ટોરમાં રજીસ્ટર પર કરે.ડોલીની સાથે લગ્ન થયે બાર વર્ષ થયેલ પણ પતિનો કોઇ જાતનો સાથ નહી.એક બાળક થયેલ પણ જીવનમાં કોઇ જાતની શાંન્તિ નહી. તે એક મૉટેલમાં ખાવા કરવા જતી અને જીવન જીવી રહી હતી.એક દીવસ તેના પતિ ઘરમાં તેના બાળકની સામે બહારથી લાવેલ સ્ત્રીની સોડમાં બેસી અને નખરા કરે જે સારુ ના કહેવાય તેથી ડોલીએ પોલીસને બોલાવી અને પેલી અડધા કપડા પહેરેલી સ્ત્રીને પોલીસને સોપી દીધી. આ પ્રસંગથી તેનો પતિ ખુબજ અકળાયો અને ત્રીજે દીવસે કોર્ટના કાગળ લઈને છુટાછેડાના સ્ટેમ પેપર પર સહી કરાવી અને જતો રહ્યો. ડૉલી બહુંજ દુખી થઈ એટલે એ જ્યાં નોકરી હતી  તેજ મૉટેલમાં માલીકને વાત કરી નિરાધાર બતાવી તેના છોકરા સાથે રહેવા જતી રહી. મોટલનો માલીક સુરેન્દ્રનગરનો હતો અને તેને તેના સાળાએ બોલાવેલ અને મૉટલ લઈ આપી હતી.તે પોતે જલારામ બાપા અને સાંઇબાબાનો ભક્ત હતો.એટલે કોઇ જીવને દુઃખી ના જુએ અને થાય તે રીતે મદદ કરે.એટલે એણે જ ડૉલીને મોટેલમાં રૂમ આપી બાબાને ચાઇલ્ડકેરમાં મુકી આવે અને લઈ આવે.

                   ડૉલી પણ અમેરીકન હોઇ લીપસ્ટીકલાલી અને પૅન્ટ પહેરતી એટલે બહુ ઉંમરનો ખ્યાલ ના આવે.એક બે વખત ઓફીસમાં આવી અને રાજેન્દ્ર પર નજર બગડી હતી એટલે એક દીવસ તે બહાર નાસ્તો કરવા લઈ ગઈ અને પછી પોતાની ઇચ્છા બતાવી કે તારે મારી સાથે લગ્ન રજીસ્ટર કરી અમેરીકા આવવુ છે. રાજેન્દ્રની મનની ઇચ્છા હતી અને સામેથી વિનંતી આવી એટલે એ ડૉલીને કહે હું તો હજુ કુવારો જ છું.મારે અમેરીકા જવુ છે એટલે હું રાહ જોઉ છું.તારી સાથે હું લગ્ન રજીસ્ટર કરી લઉ અને પછી હું તારી સાથે અમેરીકા આવી જઉ.કોઇ જાતનો મને વાંધો નથી.ડૉલી ઓફીસમાં કોઇને પુછે તે પહેલા તેણે બધાને જણાવેલ કે કોઇ કંઇ જ કહેશો નહીં.એણે કાયદાકીય કાગળો ગેર રીતીથી તૈયાર કરાવી લગ્ન કરી લીધુ.અને ડૉલી સાથે બહાર જવા ઘેર નીરૂને કહે હું મારી ઓફીસના કામ માટે અઠવાડીયુ બહાર જવાનો છુ.અને તે રીતે એ ડૉલીનો જીવન સાથી બની ગયો.અમેરીકા જવાનો સમય આવ્યો એટલે નીરૂ જોડે ઝગડો કરી તેને ગમેતેમ બોલી તને આ નથી આવડતુ અને તે નથી આવડતુ તેમ કહી ઝગડા શરૂ કર્યા. અને જવાના દીવસે કહે તારી સાથે રહેવામાં કાંઇ જ જીવનમાં મળવાનુ નથી.એટલે હું જતો રહું છું.તારે જેમ કરવું હોય તેમ કરજે. અને આ રીતે તે ડૉલી સાથે અમેરીકા જતો રહ્યો.

                 મારૂ તારૂ કરતાં જીવનમાં કોઇથી સમય રોકાતો નથી.અમેરીકા આવે આજે નવ વર્ષ થયા શરૂઆતમાં તો ડૉલી તેની બગલામાં ભરાઇ વ્હાલનો વરસાદ વરસાવતી. પણ તેના આ બીજા પતિને ખબર નહીં કે તે એવું તે શું કામ કરે છે કે દરરોજ રાત્રે એક બે વાગે આવે.રાજેન્દ્રની તાકાત પણ નહીં કે તેને પુછે કે કેમ મોડી આવે છે.રાજેન્દ્ર મૉટેલમાં સફાઇ અને રહેવા આવનારની જરૂરીયાત પુરી કરે અન અને  ડૉલીના બાળકનું ધ્યાન આપવાનું.આવુ ઘણા વર્ષ ચાલ્યું પણ આને ખબર ના પડે કે ડૉલી મોડી કેમ આવે છે.એક દીવસ તો જાતે તેની અજાણમાં તે તેની પાછળ ગયો અને જોયુ તો ડૉલી તો એક અમેરીકન મૉટલમાં ત્યાં રહેવા આવેલ ગ્રાહકોની સાથે પડી રહી તેમની મનોકામના પુર્ણ કરતી હતી.રાજેન્દ્રને ઘણુંજ દુઃખ થયું એને એમ થયુ કે તે માયાના મોહમાં ફસાઇ અહીં આવ્યો પણ તેનુ જીવન રોળાઇ ગયું.હવે કોઇ આરો નહીં.પણ એક દીવસ મક્કમ મને કોઇને કહ્યા વગર ભારત પાછો આવી ગયો.તેના માબાપ ગુજરી ગયા હતા બીજા કોઇને મળાય તેમ હતું નહી કારણ તે ખોટા રસ્તે જઈ તેની સંસ્કારી પત્ની નીરૂને છોડીને એ કહ્યા વગર જતો રાહ્યો. નીરૂને કાંઇ જ ખ્યાલ ન હતો એટલે એ સમાજ થી બચવા તેના બાળકને લઈને ડાકોરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં એ તેના બાળકને ભણાવતી અને એક ગુજરાતી હોટલમાં ખાવા કરતી હતી.શની રવિ તે મોડી જતી કારણ તે રાત્રે દસ વાગ્યા સુધી કામ કરતી હતી.અનુજ પણ હવે બધુ સમજી વિચારી કામ કરતો અને ભણતો.સમયની સીડી તો જીવને મૃત્યુ મળે ત્યાં સુધી સમજીને ચઢવી પડે.શની વારે સવારે નવ વાગ્યાના સમયે એક દાઢી વાળો માણસ તેના ઘર આગળ આવી હાથ ધરી ભીખ માગવા આવ્યો. અનુજે તેને ઉપલા માળની બારીએથી જોયો.તે બોલતો હતો તે તેની માતાએ સાંભળ્યુ તેણે પણ ઉપરેથી જોયુ અને મનમાં વિચારની સાથે નીચે આવી બારણા આગળથી તે ભીખ માગતો દાઢી વાળો ચહેરો જોતા જ તે વર્ષો પહેલાનો સહેવાસ ઓળખી ગઈ.તે બહાર નીકળી તે વખતે અનુજ પણ બોલ્યો મમ્મી આવાને શું કામ ખાવા આપે છે?તે બારણાના ઉંમરા આગળ ઉભો રહ્યો તેની મમ્મી બહાર જઈ ભીખ માગનારની નજીક જઈ કહે તમારે ભીખ માગવાની ના હોય તમે તો મારા પતિ છો એમ કહી પગે લાગી.રાજેન્દને તરતજ ખ્યાલ આવ્યો કે આ તો મારી પત્ની નીરૂ છે જેને હું છોડીને ચાલી ગયો હતો.તે પગે લાગી કહે આ તમારૂ ઘર છે તમારે ભીખ માગવાની ના હોય.રાજેન્દ્ર તેને બાઝી પડ્યો અને તેને પગે લાગવા નમ્યો ત્યાં નીરૂ કહે ના હોય અને ચલો તમે ઘરમાં.અનુજ વિચારતો જ રહ્યો કે આવુ કેમ?ત્યારે રાજેન્દ્ર કહે બેટા હું તારો પિતા છું અને તારી મમ્મીને છોડીને અમેરીકા નાસી ગયો હતો હવે હું પસ્તાઉ છું. તારી મમ્મીએ સંસ્કાર સાચવી તને જીવનની ઉજ્વળ કેડી બતાવી મને મારા મોહમાટે ખુબ જ દુઃખ થાય છે.તારી મમ્મીએ તને જીવન અને ભણતર આપી તને મા અને બાપનો પ્રેમ આપ્યો ધન્ય છે એના માબાપે આપેલ સંસ્કારને.

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જન્મદીને યાદ


.    પુજ્ય સાહેબને ૯૦મા.                           .(૨જી ઑગસ્ટ ૧૯૨૧)

.                            જન્મદીને યાદ.

.                                                  કૌટુમ્બીક વૃક્ષ રૂપે.
.તાઃ૩૦/૭/૨૦૧૧______________ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્કુલના મારા સાહેબ હતા,ને નામ છે અંબાલાલ
.      ખડોલ ગામથી આણંદ આવ્યા લઈ કાશીબાને સાથ
.            જન્મદીનનો આનંદ અનેરો,ભોજનમાં ઉજવાય છે આજ

દીકરા મોટા વિનુભાઇ ને સંગે  સ્મીતાભાભીનો સહવાસ
.              સંસ્કાર દીધા દીકરા જીગરને ને દીકરી ઉર્વીમાંય દેખાય

દીકરી બીજી હતી વ્હાલી જેનુ નામ મધુબેન પ્રેમે બોલાય
.             જમાઇ સતીષકુમાર છે જેનો સહવાસ બધાથી મેળવાય.
સંતાનમાં દીકરો મીતેશ છે,ને દીકરીને સોનલ કહેવાય
.                સંસ્કાર સિંચન મળ્યા સાહેબથી,ના બાળકોથી ભુલાય.

ત્રીજા સંતાન દીકરા વસંતભાઇ જેમને સહવાસ વિણાબેનનો
.                મોટી દીકરી તો શીતલ, અને વચેટ દીકરી છે ચાંદની
દીકરો એક છે નામ તેનું આકાશ,ત્રણેય સંતાનમાં છે સાથ
.             અમને મળેલ પ્રેમ અનોખો,અમારાથી ના કદીય ભુલાય

સૌથી નાના દીકરા રાજુભાઇ છે,ને સાથે અમીબેનનો સાથ
.             સંતાનમાં છે બે વ્હાલી દીકરીઓ,નીકી રુહીથી ઓળખાય
પ્રેમ હ્ર્દયથી દેતા અમને,ના કદી રમા,રવિ,દીપલથી ભુલાય
.            અમને મળેલ આઉજ્વળ પ્રેમે,અમારા જીવન મહેંકી જાય

++++++++++++++++++++++++++++++++++++++++++
.            આણંદના મારા હાઇસ્કુલના શિક્ષક પુજ્ય અંબાલાલ સાહેબના ૯૦મા જન્મદીનની યાદ
રૂપે તેમના કુટુંબના પ્રેમને કદી ના ભુલાય તે ભાવનાથી આ કૌટુમ્બીક વૃક્ષ તેમની સેવામાં અર્પણ
કરુ છુ. કોઇપણ ભુલ હોય તો દીકરો સમજી માફ કરશોજી,
લી.આપનો સ્કુલી સંતાન
.          પ્રદીપ બ્રહ્મભટ્ટ્ના વંદન સહિત જય જલારામ.             તાઃ૩૦ મી જુલાઇ ૨૦૧૧. હ્યુસ્ટન.

==================================================

પુ.સાહેબ અને બાને


      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.

તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી

ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા

ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા

આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી

બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા

વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની લાગણીદઇને,દીધા અમને હૈયાનાહેત

વસંતભાઇનો પ્રેમ,વિણાબેનની લાગણી અમનેમળી
શીતલ આકાશ ચાંદનીનો પ્રેમ,રવિ દીપલને મળ્યો

રાજુભાઇનો પણ પ્રેમ મળ્યો,જાણે ભાઇ ભાઇના પ્રેમ
અમીબેનના લાગણી સ્નેહ,અમે હૈયેથી મેળવી લીધા

રવિદીપલના ઉજ્વળજીવનમાં,આશીર્વાદ મળી ગયા
બાદાદાને અને કાકાકાકીને,વંદનકરતાં કૃપામળી ગઇ

ઉજ્વળજીવનનીકેડી જોતાં,જીવનમાં શાંન્તિઆવીગઇ
સાર્થકજીવનની રાહમળી,ને સાચુસગપણ મળ્યુ અહીં

*****************************************
          આણંદથી અમેરીકાની સફરમાં અમને તેમના સંતાન ગણી
મારા પુજ્ય શ્રી અંબાલાલ સાહેબ પુજ્ય કાશીબા તથા તેમના ત્રણેય
દીકરાઓએ મને ભાઇનો પ્રેમ આપી સંપુર્ણ સહકાર આપ્યો.આ દેશમાં
ઘરમાં સ્થાન આપી મને,રમાને,રવિને તથા દિપલને ભાવી ઉજ્વળ
કરવામાં તનમનથી સાથ આપી ઉભા કર્યા છે તે આભાર વ્યક્તકરવા
આ લખાણ તેઓને પ્રેમ સહિત યાદગીરી તરીકે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ તથા દીપલના જય શ્રી કૃષ્ણ.

ગુજરાતી સાહિત્ય સરીતા


            ગુજરાતી
                              સાહિત્ય
                                               સરિતા

 તાઃ૨૦/૪/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુ     ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
     જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા     રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી    તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.

સા    સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ     હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય    ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.

     સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી     રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા    તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે. 

       હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ

૧૭મી જાન્યુઆરી


                                ૧૭મી જાન્યુઆરી

  તાઃ૧૭/૧/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો ખુલી જ્યાં અવનીપર ત્યાં માતાપિતા હરખાય
દિકરીના દેહને નિરખી સગાવ્હાલાના હૈયે આનંદથાય

૧૭મી જાન્યુઆરીનાદિને અવનીપર આગમન થયેલ
વ્હાલા મારા મોટી બહેનનો ૬૪મો જન્મદિન ઉજવાય

જલાબાપાને  પ્રાર્થના કરુ સાથે સાંઇબાબાને વિનંતિ
દેજો ઉજ્વળ જીવન રહે ભક્તિસંગે નારહે કોઇ વ્યાધી

પ્રેમ મળ્યો છે સાચો અમને ના દીઠો કોઇ સ્વાર્થ કંઇ
ભક્તિપ્રેમથી કરતાં વ્હાલી દીકરીઓ રેખાસપના સંગ

પ્રેમાળ અમારા લાલજી સંગે સથવાર બની સદા રહે
આંટીઘુટીની વ્યાધીમાં સાંઇભક્તિમા પ્રેમે વળગી રહે

સાચીભાવના ને સાચોપ્રેમ બેનનો અમોને મળી જતો
પ્રભુ પ્રાર્થના મનથી કરીએ સર્વસુખ જગના મળી રહે

જલાબાપાનેસાંઇબાબાની સાચી ભાવનાએ પુંજાકરીએ
ઉજ્વળ જન્મ થાય અમારો એવુ સંતથી સદા માગીએ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++
              મારા પુજ્ય મોટીબહેન શકુબેનનો આજે જન્મદિન છે તો તે પ્રસંગે સંત
શ્રી જલારામ બાપા તથા શ્રી સાંઇબાબાને અંતરથી પ્રાર્થના કરીએ કે સારાઆરોગ્ય
સહિત લાંબુ આયુષ્ય અને તેમની સર્વ મનોકામના પુર્ણ કરે.