સફળતાનો સહવાસ


.     .સફળતાનો સહવાસ   

તાઃ૮/૧/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનને સંબંધ સ્પર્શે,જે અનેક સમયનો સંગ આપી જાય
ના કોઇની તાકાત જગતમાં,કે એ સહેવાસથી એ દુર થઈ જાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
મોહ એતોછે કળીયુગની કેડી,અવનીપર મળેલ દેહને સ્પર્શી જાય
આગમન થયેલ જીવથી જગતપર,નાકોઇ દેહથી જીવનમાં છટકાય
પવિત્રરાહની કેડી શ્રધ્ધાભક્તિથી મળે,જલાસાંઇની રાહ મળી જાય
નાઆફત અડે જીવનમાં,ત્યાં દેહને સફળતાનો સહવાસ મળી જાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
મળેલદેહની એજ લાયકાત જીવનમાં,દરેક પગલે પ્રભુકૃપા મળી જાય
સરળ જીવનની રાહે રહેતા,સગા સંબંધીઓનો નિર્મળ પ્રેમ મેળવાય
અનંત આનંદની કેડી મળે જીવનમાં,ના કોઇજ અપેક્ષા સ્પ્ર્શી જાય
નિર્મળ જીવનમાં જીવન જીવતા,મળેલ ઘરનુ આંગણુ પવિત્ર થઈજાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
=======================================================

		
Advertisements

ક્યાંથી ક્યારે


.      .ક્યાંથી ક્યારે     

તાઃ૫/૧/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સ્પર્શે જીવને અવનીપર,એ કુદરતની કરામત કહેવાય
ક્યાંથી આવશો ને ક્યારે જશો,નાકોઇ જીવને કદી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધાભક્તિએ મેળવાય.
કરેલ કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપર દેહ મળે દેખાય
પ્રાણી પશુ કે માનવદેહ અવતર,દેહ મળતા રાહને મેળવાય
દેહને સ્પર્શે છે કરેલ કર્મ,જીવને ક્યાંથી ક્યાંય એ લઈ જાય
પ્રેમની પાવનરાહે જીવતા જીવને,જલાસાંઇની રાહ મળી જાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધાભક્તિએ મેળવાય.
મળેલ દેહથી થયેલ કર્મથી,જગતપર આવનજાવન સ્પર્શી જાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,જીવને જગતપર ફેરવી જાય
નાકોઇ જીવને સ્પર્શે સમય કે ના કોઈ જીવથીય કદી છટકાય
એજ પાવનકૃપા છે પ્રભુની જગતપર,નિર્મળ જીવનથી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધાભક્તિએ મેળવાય.
======================================================

પ્રેમનો સ્પર્શ


.          .પ્રેમનો સ્પર્શ
તાઃ૪/૧/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહનો સંબંધ અનેરો,જીવને અનેક સ્પર્શથી સમજાઈ જાય
નાકળીયુગથી કોઈ જીવ છટકે,જે અવનીપરના આગમનથી દેખાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
પાવનકર્મથી રાહ મળે માનવતાની,જન્મમરણના બંધન આપીજાય
કરેલકર્મ એ દેહનાસંબંધ અવનીએ,જે માબાપાની કૃપાએ મેળવાય
નિર્મળરાહે જીવન જીવતા જીવપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થાય
મળેલપ્રેમનો સ્પર્શ થાય જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
કર્મના બંધન એતો કુદરતની કેડી,નાકોઇ જીવથી જગતમાં છટકાય
દેહ મળે અવનીપર જીવને,એજ કુદરતની સરળ સમયલીલા કહેવાય
માનવજીવનની મહેંક પ્રસરે મળેલદેહની,જે ભક્તિપ્રેમથી જ મેળવાય
પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની રાહે જીવાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
======================================================

જન્મ અને મરણ


.     .જન્મ અને મરણ  

તાઃ૨૩/૧૨/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણ નો સંબંધ છે જીવને,જગતમાં ના કોઇથીય છટકાય
કાયામાયાની તો સાંકળછે અદભુત,એ દેહના વર્તનથીજ દેખાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
મળે જીવને માવનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય.
કર્મના બંધન એ સંબંધ જીવના,જગત પર દેહ મળતા જ દેખાય
પાવનરાહ એ પવિત્ર કર્મની કેડી,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી થાય
ઉજવળ જીવન એ કૃપા પ્રભુની,સંત જલાસાંઇની કેડીએ મેળવાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીપર,જે જન્મમરણના બંધનેજ દેખાય
મળેલ દેહનો સંબંધ કરેલકર્મથી,એ પશુપક્ષી માનવદેહ આપી જાય
વાણીવર્તનને ભક્તિ મળે માનવદેહને,જે જીવને સદમાર્ગે દોરી જાય
જીવને સંબંધ છે દેહથી અવનીએ,જે સમય સમયેજ સમજાઈ જાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
====================================================


		

	

શીતળતાનો સહવાસ


.                         . શીતળતાનો સહવાસ

તાઃ૩૧/૧૦/૨૦૧૭                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને અવનીપર,અનેક સંબંધ સ્પર્શી જાય
અદભુતલીલા અવિનાશીની,જે મળેલદેહને અનુભવથી સમજાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
મળેલદેહ એજીવથી થયેલ કર્મથી,અવનીપરના આગમને દેખાય
માનવદેહ મળે જીવને અવનીએ,જે દેહને સમજણ આપી જાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,ના આશામોહ કદી અડી જાય
શ્રધ્ધા ભાવના એ દેહને સ્પર્શે,જે મળેલ દેહને પાવન કરી જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
નિમિત બને છે માબાપ અવનીપર,જે સંતાનને દેહ આપી જાય
પાવનરાહને પામવા દેહથીજીવનમાં,કૃપાળુ પરમાત્માની પુંજા થાય 
મળેલ દેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સન્માનનીરાહ મળી જાય
એજ કૃપા સંત જલાસાંઇની જીવનમાં,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
=====================================================

ભક્તિનો સ્પર્શ


.       .ભક્તિનો સ્પર્શ 
તાઃ૮/૯/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમ પામતા,માનવદેહને સરળજીવન મળી જાય
અદભુતલીલા છે અવિનાશીની જગતપર,જે નિર્મળ ભક્તિ એજ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
નિખાલસ ભાવથી કરેલ ભક્તિ,જીવને પાવનરાહે પવિત્રકેડીએ લઈ જાય
કર્મના બંધન એજ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવ થઈ જાય
ઉજવળ પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જે દેખાવની દુનીયાને આંબી જાય
મળતી માયાને મળતા મોહને સમજી લેતા,કર્મનીકેડી જીવન સુધારી જાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
કુદરતની સાંકળ છે અદભુત અવનીપર,જે જીવોને અનેક માર્ગે લઈ જાય
સરળ જીવન એજ કૃપા પરમાત્માની,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
લઘર વઘર એ કળીયુગથી અડકે દેહને,જગતમાં ના કોઇનાથીય છટકાય
આગમન વિદાય એતો છે કુદરતનીલીલા,સરળ જીવન જીવતાએ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
==========================================================

સમયનો સંગાથ


..Image result for . સમયનો સંગાથ..
.     .સમયનો સંગાથ  

તાઃ૮/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દેહને મળે પાવન રાહ અવનીએ,જ્યાં જીવનમાં સમયનો સંગાથ મેળવાય
પવિત્રરાહને પામીને જીવતા દેહને,અનેકનો અનંત નિખાલસપ્રેમ મળીજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
સમય ના પકડાય કોઇથીય જગતમાં,એ મળેલ દેહને મૃત્યુ સુધી લઈ જાય
આવનજાવન એબંધનછે દેહના અવનીએ,જે કુદરતની અજબકૃપા કહેવાય
કરેલકર્મ એ જીવનનીકેડી જગતપર,એસમયને સમજીને નિર્મળતાએ જીવાય
પાવનપ્રેમની રાહ મળે દેહને,જ્યાં નિખાલસ રાહે પરમાત્માને પ્રાર્થના થાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
નિર્મળ ભાવના એ પવિત્ર રાહ છે જીવની,ના અપેક્ષાનીકેડી કોઇ શોધાય
એજકૃપા સંત જલાસાંઇની પ્રદીપપર,પવિત્રભક્તિની નિર્મળરાહ આપી જાય
નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે ના કોઇજ મોહમાયાનો સંબંધ પણ થાય
કૃપાએ ના જીવને જન્મની કેડી મળે,જે દેહને અંતે મુક્તિ માર્ગથી સમજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
===============================================================