પવિત્ર કુટુંબ


...Image result for હિન્દુ ધર્મ...
.          .પવિત્ર કુટુંબ
તાઃ૨૮/૬/૨૦૧૭     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતમાં પવિત્ર હિંદુ કુટુંબ જે પરમાત્માની કૃપા.
  પતિદેવ     પવિત્ર પત્ની
શ્રી વિષ્ણુભાઇ    શ્રીમતી લક્ષ્મીબેન  
શ્રી સુર્યભાઈ      શ્રીમતી રાંદલબેન  
શ્રી શંકરભાઈ     શ્રીમતી પાર્વતીબેન 
શ્રી ગણપતિભાઈ   શ્રીમતી રિધ્ધીબેન,શ્રીમતી સિધ્ધીબેન
શ્રી રામભાઈ      શ્રીમતી સીતાબેન
શ્રી કૃષ્ણભાઇ     શ્રીમતી રાધાબેન
શ્રી પવનભાઇ   શ્રીમતી અંજનીબેન
શ્રી બ્રહ્માભાઇ   શ્રીમતી ગાયત્રીબેન
શ્રી હનુમાનજી     શ્રીમતી સુવર્ચલાબેન
    આ પવિત્ર પરિવાર છે જે દુનીયામાં વસતા હિંદુઓ માટે પરમાત્મા 
તરીકે ઓળખાય છે.અને સાચી વાત એછે કે તમે શ્રધ્ધાથી તેમણે બતાવેલ
ભક્તિમાર્ગને સમજી સેવા કરો તો જીવનુ કલ્યાણ થાય અને જીવને મુક્તિમાર્ગ
પણ મળી જાય.
========================================================

ફયુનરલ-હળવે હૈયે


.                     . ફયુનરલ-હળવે હૈયે”

શબ્દની સાંકળ     તાઃ૮/૧૦/૨૦૧૫      પ્રદીપ બ્રહ્મભટ્ટ

  ફ રી પૃથ્વીપર આવવુ હોય તો મોહમાયાને ચોટી રહેવુ.
      યુ ગ એ પરમાત્માની લીલા છે. જેમાં જીવે દેહ મળતા જીવવુ પડે.
          જર કોની કેવી છે તે અનુભવથીજ પરખાય  છે.
            ર મત ગમત એ સમય પસાર કરવાની કેડી છે.
               લ ખ્યા લલાટે લેખ વિધીના કોણ શક્યુ છે જાણી રાજા હોય કે રાણી.
  હ જુ તમારી પાસે સમય છે સાચી ભક્તિએ પ્રભુ કૃપા મળશે.
       ળ ની જેમ જો વાંકા ચુકા થઈ ગયા તો આફતની વર્ષા થશે.
             વે લણ એ રોટલી બનાવે પણ જો બૈડે પડે તો હાડકુ તોડી નાખે.
હૈ યેથી નીકળેલ પ્રેમ હંમેશા શાંન્તિ આપશે.
      યે કહેના મુશ્કિલ હૈ કી હમ પહલે જનમમેં કૌન થે.

==============================================

કળીયુગ


 .                       .કળીયુગ

તાઃ૨૦/૮/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો મળી ત્યાં મોહ લાગ્યો,જીવને માયા વળગી ગઈ
પ્રેમની નાની એક જ  જ્યોતે,આ  જીંદગી  જકડાઇ ગઇ

શીતળતાનો સંગ મળે જ્યાં,નિર્મળતા આવી મળે તઇ
મોહમાયાની ચાદર છુટે ,પામર જીવન સચવાય અહીં

લાગણી મોહને આઘી મુકતા,કળીયુગ છટકી જશે ભઇ
નાલાગણી કે ના માગણી,જીવને જગતમાં મળશે અહી

ઉજ્વળતાની સાચીરાહ,જલાસાંઇની કૃપાએ આવે ભઈ
શુ લાવ્યા શુ લઈ જવાના,ના સાધુબાવાને ખબર અહીં

કળીયુગની આ કાતર સીધી,ભોળપણમાં છેતરે છે અહીં.
મળે મુક્તિ માર્ગ જીવને,જ્યાંઅવનીએ સાચી ભક્તિ થઈ

+++++++++++++++++++++++++++++++++++

આપતી ગઈ


.                         .આપતી ગઈ

તાઃ૨૫/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળેલ શાંન્તિ જીવનમાં આનંદ આપતી ગઈ
સમજણ સાચી પામી લેતા નિર્મળતા આપતી ગઈ

તનથી કરેલ  મહેનત  ઘરમાં લક્ષ્મી આપતી  ગઈ
નિર્મળતાનો  સંગ રાખતા મને શાંન્તિ આપતી ગઈ

સ્નેહની સાચીસાંકળ પકડતા જગે પ્રેમ આપતી ગઈ
પ્રીતનીકેડી મનથી પકડતા સાચોસ્નેહ આપતી ગઈ

સરળ ભાવનાએ પેન પકડતા લખાણ આપતી ગઈ
મળી હ્યુસ્ટનમાં લેખકોની પ્રીત પ્રેરણા આપતી ગઈ

ઉજ્વળતાની રાહ મળતા જીવને  સ્નેહ આપતી ગઈ
પ્રેરણા આવી દ્વાર ખોલતા કલમને રાહ આપતી ગઈ

આજકાલની ચિંતા છોડતા જીવને કેડી આપતી ગઈ
જલાસાંઇની સાચીભક્તિ નિખાલસતા આપતી ગઈ

મોહમાયાની કેડીને છોડતા સુખશાંન્તિ આપતી ગઈ
સાચી રાહ જીવને મળતા પ્રભુની કૃપા આપતી ગઈ
=====================================

મળતો સંકેત


.                   . મળતો  સંકેત  

તાઃ૬//૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવડી પકડી ચાલતો માનવી,કિનારો શોધતો જાય
મળે નાએકે લહેરપાણીની,ત્યાંથીજ એ મુંઝાતો જાય

લાગણીને પકડી ચાલતો માનવી,મુંઝવણ લેતો જાય
સાથીને શોધતો ડગલે પગલે,નિરાધાર એ થતો જાય

સરળ જીવનને શોધવા ચાલે,દીવસ રાત અહીંને તહીં
બાળપણને ભુલાઇ ગયું અને જુવાનીમાં ભટકે છે અહીં

કલમની કેડી ના કાતર જેવી,જીવને જ્યોત આપે છે ભઈ
પ્રેમ નિખાલસ પામી લેવા,ગુજરાતી મળી ગયા છે અહીં

કરેલ કામની કદમ ના શોધો,એ તો મુક્તિ સ્વર્ગની થઈ
ભક્તિ કેરા સંગનેરાખતા દેહે,આદર સત્કાર થશેજ અહીં

લેખ લખેલા જીવના જગે,ના કોઇથી અવનીએ છટકાશે
જલાસાંઈની જ્યોત મેળવતા,ના જીવનમાં એ ભટકાશે

કદર કામની કાલેજ બોલશે,નાકોઇ અપેક્ષા રાખશો અહીં
ઉજ્વળ પ્રેમની રાહ મેળવી,જીવન સાર્થક થઇ જશે ભઇ

++++++++========++++++++========

કોણ અને ક્યારે


Krupa

.                        .કોણ અને ક્યારે
 
તાઃ૨૧/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ તમને ક્યારે મળશે ના કોઇને સમજાય.
કોણ તમને ક્યારે રળશે ના કોઇથી કહેવાય.
કોણ તમને ક્યારે ધરશે ના કોઇને સમજાય.
કોણ તમારી જીંદગી વેડફશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી કેડી તોડશે ના કોઇથી એ કહેવાય.
કોણ તમારી આબરૂ બનશે ના કોઇને સમજાય.
કોણ તમારી કાયા તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારૂ મોં બંધ કરશે ના કોઇને સમજાય.
કોણ તમારી લાગણી તોડશે ના કોઇને કહેવાય.
કોણ તમારી કાતર બનશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી લાકડી બનશે ના કોઇને સમજાય.
કોણ તમને સાથ આપશે એ સમયથી સમજાય.
કોણ તમારો મોહ તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારો અંત લાવશે એ પ્રભુકૃપાએ સમજાય.

+++++++++++++++++++++++++++++++++++

વિચારનીકેડી


                          .વિચારનીકેડી

 તાઃ૨૪/૧૨/૨૦૧૨                 પ્રદીપબ્રહ્મભટ્ટ

આજકાલને આવકારતા જીવનમાં સવાર પડી ગઈ
.            શું કરવુ ને શું ના કરવુ તે વિચારતા સાંજ પડી ગઈ
માનવમનને ના મોકળાશ મળી કોઇ જીવનમાં અહીં
.           આફત આવે કે લાફત વાગે કાંઇજ સમજ આવે નહીં
જીવનને જકડતી કેડી મળતાં વ્યાધીઓ મળતી થઈ
.            લાગણીની પકડી લાકડી જીવે નિર્મળતા ભાગી ગઈ
સિધ્ધીના સોપાન શોધતા જ આવી પડ્યો નીચે અહીં
.            મનની મુંઝવણ ના સંગે ચાલે ઉજ્વળતા મળી  ગઈ
અંતરની છોડતા લાગણીઓને સાચીરાહ પકડાઇ ગઈ
.           સમજ સમજને શોધતાં અંતે વિચારની કેડી મળી ગઈ.

)(((((((((()(((((((((((((((((()))))))))))))))())))))))))))(

જીવ ને જગત


.                         જીવ ને જગત

તાઃ૯/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

*સમયને જગતમાં કોઇ પકડી શક્યુ નથી.
*જીવને મળેલ દેહની અપેક્ષા અધુતી રહેતા તેને જન્મ મળે છે.
*પ્રાણી અને પશુના દેહની જીંદગી એ બીજા પર આધારીત હોય છે.
*આજકાલના બંધન દરેક દેહને વળગેલ છે સાચી ભક્તિ જીવને બચાવે  છે.
*મારાની મમતા અને તારાનો તિરસ્કાર એ જ જીવનને ભિંજવી રાખે છે.
*મળતો પ્રેમ એ જીવની લાયકાત અથવા કર્મનાબંધન જે જીવનો ભુતકાળ છે.
*જ્યાં મોહમાયાના સંબંધ છે ત્યાં સતકર્મોનો સહવાસ કદી રહેતો જ નથી.
*જન્મ દેનાર માતા અને પાલનહાર પિતાને સદા નિર્મળ ભાવનાથી જોવા જોઇએ.
*જગના બધા બંધન નાશ પામે જ્યાં સાચા સંતની ભક્તિ થાય અને વર્તન સચવાય.
*કળીયુગની કાતર સૌપર ચાલે છે,પણ જ્યાં પરમાત્માની સાચી ભક્તિ છે ત્યાં અટકે છે.
*અપેક્ષા એ જીવની માગણી છે.કૃપાએ જીવની સાચી લાયકાત છે,જે ભક્તિએ જ મળે છે.

.      જીવ અને જગતની આ સમજ દરેક દેહને સ્પર્શે છે તેમાંથી કોઇ જ છટકી શકતુ નથી.
અને એટલા માટે માનવદેહથી સદમાર્ગે જવાય તો જીવનો ઉધ્ધાર થાય અને મુક્તિ મળે.

*************************************************************

વાંધો ક્યાં?


                              વાંધો ક્યાં?

તાઃ૨૪/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળતાં દેહ મળે છે.કયો એ જીવના કર્મ પ્રમાણે મળે છે.
માનવ જન્મ મળે તો તે જીવને પરમાત્મા તક આપે છે જે ઉધ્ધાર કરી શકે.
માનવીના જીવનમાં ધણા પ્રસંગો એવા મળે છે જેમાં બીજી વ્યક્તિઓને વાંધો હોય છે.
……..જે માર્ગદર્શન આપે છે….
* સંતાન તરીકે તમે માબાપની સેવા ન કરો તો………
* માતાના પ્રેમને મેળવી તમે સંસ્કાર ન સાચવો તો…….
* પિતાનો પ્રેમ પામવા તેમણે બતાવેલ સાચી રાહ પકડીને ન ચાલો તો……..
* પ્રભુનો પ્રેમ અને કૃપા મેળવવા સાચી ભાવનાથી તમે ભક્તિ ન કરો તો…….
* પત્નીને પતિનો અને પતિને પત્નીનો સાચા સહવાસથી સાથ ન આપો તો…….
* સંતાનની ભુલને સુધારવા તેને જીવનમાં સદમાર્ગે દોરવા માર્ગદર્શન ન આપો તો……
* દેખાવની દુનીયાથી બચવા અને માનવજીવનની સાર્થકતામાં દોરવણી ન આપો તો……
* જીવનમાં મારુ અને તારુમાં ભેદભાવ રાખી જીવતા હો તો ……….
* સંજોગ અને સમયને જો તમે પકડીને ન ચાલો તો……….
* મોહ માયા અને કળીયુગની સાથે જો જકડાઇ રહેશો તો………
* સંતાનને જીવનની સાચી કેડી પકડાવી તમે સાથ નહીં આપો તો…….
* માળાના દરેક મણકે તમે પરમાત્માનું સ્મરણ નહી કરો તો………
* માનવ જીવનની કેડીને તમે પવિત્ર રાખી પળપળ નહીં સાચવો તો……..
…………..અને…………..
=====ભક્તિનો સાચો માર્ગ મેળવી તમે જન્મ સાર્થક કરશો તો મને કોઇ જ વાંધો નથી.

++++++++++++++++++++++++++++++++++++++++++++

ઉજ્વળ જીવન


.                      ઉજ્વળ જીવન

તાઃ૩/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર એ ઉજ્વળ જીવનનો પાયો છે જે જીવને મુક્તિ માર્ગ બતાવે છે.
.                   .જ્યાં…………
*માબાપને હંમેશાં વંદન થાય.
*સવારમાં પરમકૃપાળુ પરમાત્માની ઘરમાં પુંજા થાય.
*સવારમાં સ્નાન કર્યા પછી જ રસોડામાં પગ મુકાય.
*ભક્તિ ભાવ એજ માનવ જીવનનો અરીસો છે તે સમજાય.
*આવતીકાલને સામે રાખી જીવન જીવતાં સરળતા મળે છે.
*બાળપણમાં ભણતરને,જુવાનીમાં મહેનતને અને ઘડપણમાં ભક્તિને મહત્વ અપાય.
*લગ્ન પછી પતિની રાહને પકડી ચાલતાં સંસારી સુખ મળે છે.
*દેખાવને દુર કરી સંતાન અને પતિથી મોહ રાખવો અને ભક્તિથી માયા રાખવી.
*કોઇપણ ભુલ એ મનુષ્ય સ્વભાવ છે,પણ ક્ષમાએ મુક્તિનો માર્ગ છે.
*દેહ મળતાં જીવે સવાર,બપોર અને સાંજનો ખ્યાલ રાખવો પડે જે જરૂરી છે.
*નિસ્વાર્થ ભાવથી કરેલ કર્મ એ સફળતાનો પાયો છે.
*મારા અને તારા એ શબ્દને સમજતાં વ્યાધીઓ દુર ચાલી જાય છે.
*ભગવા ને સ્પર્શ કર્યા વગર થતી ભક્તિ એજ ભક્તિમાર્ગ છે.
*જન્મ આપનાર માતાપિતાના આશિર્વાદ એજ પ્રભુની સાચી કૃપા છે.
*દેખાવની ભક્તિ એ નર્કની સીડી છે ટીલાં ટપકાંએ એની નિશાની છે.
……..ઉજ્વળ જીવનનો પાયો એ સાચા સંતનો આશરો જ છે,જે સ્વર્ગના દ્વાર ખોલે છે.

**********************************************************