જરૂરીયાતી જીવ


                     જરૂરીયાતી જીવ

તાઃ૨૭/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતમાં આ જોઇએ કે તે જોઇએ
                    પણ જગમાં સૌથી પહેલી તેને મા જોઇએ
નિર્મળ પ્રેમની ધાર લેવા મન નિખાલસ જોઇએ
           ઉજ્વળ આભને આંબવાને ભક્તિ સાચી જોઇએ
પિતાપ્રેમને પામવા સંતાને વંદન કરવા જોઇએ
           ભણતરની કેડી મેળવવા મહેનત કરવી જોઇએ
ભાઇ બહેનના બંધન લેવા લાગણી સાચી જોઇએ
          પતિપરમેશ્વર પારખવાને વિશ્વાસરાખવો જોઇએ
જન્મ સફળ જોવા સંતાને આશિર્વાદ લેવા જોઇએ
           કર્મના બંધન સૌને છે એ સૌએ સમજવું જોઇએ
લાગણી,મોહમાયાને દુરરાખીજીવન જીવવું જોઇએ
          સતકર્મી જીવોને જલાસાંઇનો પ્રેમ મળવો જોઇએ

++++++++========++++++++========

Advertisements

એકથી દસ


                            એકથી દસ

તાઃ૧૨/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો અંબેમાતા નો,ને બગડો બહુચરામા નો
           તગડો તુળજામાતા નો,નેચોગડો ચામુંડામાનો
પાંચડો પાવાગઢવાળીમાનો,ને છઠ્ઠે છોગાવાળી
            સાતડો સંતોષીમાતા નો,ને આઠડે અષ્ટભુજાળી
નવડો મા નવદુર્ગા નો,ને દસે દશામા દયાળી

              આ તો થઈ
                                    મા
                                          ભક્તિની બલિહારી.

++++++++++++++++++++++++++++++++++++

મંગળ કિરણ


                              મંગળ કિરણ

તાઃ૧૧/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમતાની પકડી આંગળી,આ કાયા ચાલી જાય
મળે ભક્તિ જલાસાંઇની,તો દેહથી મુક્તિ મળી જાય.

શરણુ લીધુ સહવાસ કાજે,સંગ સંગ ચાલી જવાય
અટકી જાય આ વાસ સાથીનો,જ્યાં બુધ્ધિ બદલાઇ જાય.

મારું એ તો મેં કહ્યુ,તારું કહેતા જીભ અચકાય
આપણુ એ ભાસે છે દુર,જ્યાં સ્વાર્થને સચવાય.

ભેદની ચાદર જ્યાં ઓઢી દેહે,માનવતા ચાલી જાય
પડે સોટી ભગવાનની,ત્યાં સાચી સમજ આવી જાય.

મળે જ્યાં દેહને પ્રભાત જગે,ત્યાં સંધ્યાકાળ મળી જાય
ભક્તિ કેરા પ્રભાત મળતાં,ના કદી સંધ્યાકાળ દેખાય.

આજની આજ એ આજ છે,ગઇ કાલ એતો ભુતકાળ
સમય પકડી ચાલતા,થઇ જાય ઉજ્વળ આવતી કાલ.

મળે મમતા માની સંતાનને,તો જીભ સચવાઇ જાય
પિતાના આશિર્વાદ લેતાં,આ ભવસાગર તરી જવાય.

ઘરનુ એક જ હોય બારણુ,જ્યાંથી ગૃહમાં પ્રવેશ થાય
ભક્તિને ના બારણા કોઇ,ત્યાં પ્રભુ કૃપાએ જ પ્રવેશાય.

ભણતર છે જીવનનું ચણતર,જે બુધ્ધિથી મેળવાય
મહેનત સાચા માર્ગે કરતાં,મળેલ જન્મ સાર્થક થાય.

===============================

સમજણ શબ્દની


                          સમજણ શબ્દની

તાઃ૬/૧૦/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

………….

કરી લીધેલા કામ જગતમાં,ના રાખવો તેમાં કોઇ ક્ષોભ
મળી જાય જ્યાં માણસાઇનો સંગ,ઉજ્વળ જીવન ચારે કોર.

………..

ખરી ભક્તિ થાય છે ઘરમાં,ના મંદીર તમારે જાવું દુર
સમયને પકડી ચાલી લેતાં જ,જીવને મળે છે ભક્તિના સુર.

…………

ગર્જતા મેધ ના વરસે તેટલા,જેટલા વાદળ છે અથડાય
શાંન્ત પાણી શીતળ લાગે,પડો ત્યારે જ ઉંડાઇ જાય સમજાઇ.

………..

ઘરનુ ઘરમાં ને બહારનુ બહાર,જ્યાં સમજ આ આવી જાય
સફળ  સંસાર આ થઇ જ જાય,ને જીવન ઉજ્વળ પાવન થાય.

????????

……….

ચતુરાઇના એક ચણથી,જીવનમાં સાચે માર્ગ મળે
શોધતા આખી જીંદગી ભાઇને,ના સાચી કોઇ પાળ મળે.

……….

છળ કપટથી દુર રહેતાં,જગે પ્રેમ પારકાનો મેળવાય
ઉજ્વળ જીવને કેડી મેળવતાં,જન્મ સાર્થક જીવનો જીવાય.

………..

જન્મ મરણ છે જીવના બંધન,છે અણસાર પરમાત્માનો
સાચી પ્રીત જ્યાં થાય પ્રભુથી,મળે મુક્તિ જીવને જન્મમરણથી.

……….

ઝંઝટ જગમાં દેહને વળગે,જે  દેખાય છે અઢળક મોટી
આવે આંગને વ્યાધીઓ દોડી,એતો જીવને દઇ જાય છે સોટી

.????????

……….

ટળી જાય આ મોહ માયા જગતના,ને દુર ભાગે છે દ્વેષ
મળે પ્રેમ સાહિત્ય સરીતાનો હ્યુસ્ટનમાં, ના પહેરવો બીજો વેશ.

………

ઠળીયો એક મળે જગતમાં,જે જમીનમાં જ દટાય
ઉગી નીકળે અવનીએ,ત્યાં અજબ તેનો સ્વાદ મેળવાય

………

ડગલુ ભરવું સમજીને,તો ના ક્યાંય કદીય ફસાય
સાચવવાની ટેવ પડે જ્યાં,ત્યાં પરમાત્મા રાજી થાય

………

ઢગલો જોઇ નાંણાનો,ના કદી મોહ મનથી રખાય
રાખતા મોહ જીવનમાં,જીવન ઢગલાંમાં દટાઇ જ જાય

……..

ણનો સંબંધ ફેણથી છે,જે રાહ સમયની જુએ
મળી જાય એક જ તક,ત્યાં જીવનમાં ઝેર ભેળવે

………

તમારું તમારું જીભથી બોલાય,જ્યાં ખાડાને ખોદાય
પડીને કોઇ બહાર નીકળે,ત્યાં મેં મદદ કરી  બોલાય

………

થવાનું જગમાં ના જાણે કોઇ,છતાં ભોળા જ ભોળવાય
નાણાંના ચમત્કારને જોતાં,અતિના અણસારમાં લબદાય

………

દાન કરવું ના માન લેવા,એ તો અભિમાન જ કહેવાય
સાચું દાન પ્રેમનું જગતમાં,જેનાથી માનવતા મેળવાય

……..

ધજા ધર્મની કળીયુગમાં,ના જીવનો ઉધ્ધાર કરી જાય
લહેર કરે ને માણે મઝા,અંતે કળીયુગમાં જ એ ભટકાય

……..

નથી રહ્યુ અભિમાન રાજા રાવણનું,ઉંમરો જ્યાં ઓળંગાય
પરમાત્માની સોટી એક પડતાં,નાશ થાય છે આ અવતાર

……..

પાદુકાની પરખ થતાં જ,શીશ આ ઝુકી જાય
એક અણસાર મળતાં,જીવન આ બદલાઇ જાય

………

ફરક એટલો પ્રેમમાં,એક દેખાવે દોરી જાય
બીજો મળે વણ માગ્યો,જે દીલમાં પ્રસરી જાય

………

બને આ જીવન સાર્થક,જ્યાં દેહને સાચી રીતે સમજાય
પગલે પગલુ સાચવી લેતાં,મોહમાયા દુર ભાગી  જાય

………

ભાગ્ય લખેલા મિથ્યા થાય,જ્યાં જલાસાંઇ ને ભજાય
દુઃખના ડુંગર નજીક ના આવે,એતો પાતાળમાં પહોંચી જાય

………

મળેલ માનવ જન્મ જીવને,જ્યાં જીવથી મુક્તિને મેળવાય
ડગલે ડગલુ સમજી ચાલતાં,જીવ પર પ્રભુકૃપા થઇ જાય

………

યાદ કરી ભુતકાળને  જગતમાં,જીવન ના વેડફાય
આવતી કાલની ચિંતા રહેતા,ઉજ્વળ ભવ થઇ જાય

……….

રામ નામની લગની સાચી,દેહ ભક્તિ એ મલકાય
કૃપા મળતા જીવને જીવનમાં,સઘળુ મળી જાય

………

લખેલા લેખ દેહના અવનીએ,કદી મિથ્યા કોઇથીય કરાય
સરળતાનો સંગ મળે જીવનમાં,જ્યાં ભક્તિ સાચી થાય

………

વંદન કરવા માતપિતાને,ને ગુરૂજીનુ કરવુ સન્માન
મળી જાય આશિર્વાદ બંન્નેના,સાર્થક જન્મ બને સાકાર

………

શું  ની વ્યાધિ સૌને જગમાં,ના કોઇથીય તરછોડાય
રાજા રંક કે હોય ભિખારી,સૌ એમાં જ છે લબદાય

………

ષનો સંબંધ સંતોષથી,જે આંખ બંધ કરી અનુભવાય
મળી જાય મહેંક પ્રભુની જ્યારે,ત્યારે એ તો સમજાય

………

સરસ મઝાની સોટી દેખાય,પણ પડે જ્યાં બરડે આજે
ત્યારેજ યાદ આવે માતાનુધાવણ,ના બીજી સોટી કોઇ માગે.

……….

હતો એકલો જવાનો એકલો,શાને વ્યાધી વળગી આજ
વમળમાં આ જીવ બંધાણો,સુધરશે ક્યાંથી આવતી કાલ

………

ળ ને સંબંધ પળપળથી,જ્યાં એ સચવાઇ  જાય
ના વ્યાધીની પળ આવે,એતી દુરથી જ ભાગી જાય

ક્ષ………

ક્ષતી એક જો મળે જીવનમાં,તો ચેતીને તમે ચાલજો
ભવસાગરથી ઉગરી જાશો,ને જન્મ ઉજ્વળ પણ કરશો.

જ્ઞ………

જ્ઞાનની જ્યોત મળે ભક્તિથી,જે સદમાર્ગે જ દોરી જાય
ધીમે ધીમે પકડી લેતાં જીવનમાં,જન્મ સફળ કરી જાય

===============================

અજબ ગજબ


                        અજબ ગજબ

તાઃ૧૯/૭/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ આ દુનીયા છે,ગજબ આ ધરતી છે
અજબ આ કુદરત છે,ગજબ આ સાગર  છે

અજબ આ આકાશ છે,ગજબ આ તારલા છે
અજબ આ પ્રેમ જ છે,ગજબ આ ડંડો પણ છે
અજબ આ મેઘનાદ છે,ગજબ આ ગર્જના છે
અજબ આ વિજળી છે,ગજબ આ વરસાદ છે

અજબ આ માનવી છે,ગજબ આ દાનવ છે
અજબ આ ભક્તિ છે,ગજબ આ એની શક્તિ છે 
અજબ આ કલમ છે,ગજબ આ એની લીલા છે
અજબ એ અજબ જ છે,ગજબ એ ગાયબ પણ છે

@@@@@@@@@@@@@@@@@@@

વિચાર ધારા


                       વિચાર ધારા

તાઃ૨૫/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી ભક્તિ કરી તુ લેજે
જીવની શાંન્તિ મેળવી લેજે

                            સ્વાર્થ સ્નેહને મુકી દેજે
                            સાંકળ મોહની તોડી દેજે

ભક્તિ જ્યોત તુ સમજી લેજે
સાર્થક જીવન કરી તુ લેજે

                            સંતાન નો સહવાસ મેળવી
                            પાવન જીવન પામી લેજે

કરજે પ્રેમ ને લેજે પ્રેમ
જીવન તારુ રહેશે હેમખેમ

                            લાગણી માયા ને મોહ છોડી
                            જીવનને લેજે ભક્તિથી જોડી 

માગણી કરજે મનથી પ્રભુથી
આંગણે આવે પ્રભુ ખુશીથી

                           પ્રદીપને પ્રેમ સાચી ભક્તિથી
                     રમા,રવિ,દીપલ સંગે જલાસાંઇથી

++++++++===============++++++++

મેળવેલી લાયકાત


                         મેળવેલી લાયકાત

તાઃ૧૬/૬/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને જ્યારે સમયનુ ભાન થાય ત્યારે એ તેને પકડવા પ્રયત્ન કરે.
સમય તો કોઇથી પકડાતો નથી જ,હા તેની સાથે ચાલી શકાય પણ તે માટે મન,લગન, 
મહેનત  અને વિશ્વાસનો સહારો લેવો જ પડે.
માબાપનો પ્રેમ અંતરથી લેવા માટે તેમની સેવા મન,કર્મ અને વચનથી થાય તો મળવાની
શક્યતા છે.
સંતાન થવુ એ લાયકાત નથી પણ તે વર્તનથી સાર્થક થઇ શકે છે.
ભાઇબહેનનો પ્રેમ એ દેખાવથી નથી મળતો એ તો એક બીજાની આંખોથી જણાઇ આવે છે.
મનથી મહેનત કરતાં ભણતરની લાયકાત મેળવાય છે.
તનથી મહેનત કરતાં ઉજ્વળ સોપાન મેળવવાની લાયકાત મળે છે.
પતિપત્નીના પ્રેમમાં અન્યો અન્યના નિશ્વાર્થ પ્રેમની સાંકળ એ પાયો છે.
કોઇપણ કાર્યની સફળતામાં મળેલા સહકારની સરળતા ઉત્તમ ટેકો છે.
લખવું એ તો નાના બાળકનુ કામ છે પણ તમારા લખાણને કોઇ વાંચે તેમાં તો પ્રેમાળ લહીયાઓનો
સાથ છે જે પર મા સરસ્વતીનો હાથ છે.
              અને અંતે ……..
………..સાચી લાયકાત ન મેળવાય તો તે લ્હાય છે જેનાથી જીવનમાં કાતર મુકાય છે.

                       =====================================