વંદન માતૃભુમીને


.

.

.

.

.

.

.

.

.

.

.                        વંદન માતૃભુમીને

તાઃ૧૫/૮/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારત મારી માતૃભુમી છે,જેનું જગતમાં ઉજ્વળ નામ
ત્રિરંગો એએકતાનું પ્રતીક છે,સન્માને વિશ્વમાં લહેરાય
.                                      ………….ભારત મારી માતૃભુમી છે.
બાપુગાંધી નેતા મળ્યા દેશને,દીધો અહિંસાથી પડકાર
લોખંડી એકતા મળી સાથમાં,જ્યાં વલ્લભભાઇ જોડાય
અનેક વિરોના બલિદાન થતાં,આઝાદીની કેડી પકડાય
સ્વતંત્રતાનો ડંકો વાગતાં,અંગ્રેજો ત્યાંથી ભાગીજ જાય
.                                         …………ભારત મારી માતૃભુમી છે.
નાતજાતને નિચોવી નાખી,તૈયાર ભારતીઓ થઈ જાય
એકબીજાના હાથ પકડીચાલતાં,ના કોઇથી ઉભુ રહેવાય
મળી આઝાદી અમર વીરોથી,જગતમાં નામ તે બોલાય
વંદન મારી માતૃભુમી ભારતને,૧૫મી ઑગસ્ટે ઉજવાય
.                                         ………….ભારત મારી માતૃભુમી છે.

***********************************************
+++++++++++++++++++++++++++++++++++++

Advertisements

ગુજરાત દીન


                            ગુજરાત દીન

તાઃ૧/૫/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાત એ તો ગૌરવ છે ભારતનું,
                             ને  ગુજરાતીઓ તો છે એની શાન 
ઉજ્વળ જીવન,ઉજ્વળ ધર્મમાં,ગુજરાતીઓનુ છે કર્મ
માણીલેવા મળજોજગતમાં,લાવે સુખ શાંન્તિને સ્વર્ગ
                                            …………ગુજરાત એ તો ગૌરવ છે.
આઝાદીનો જ્યાં ડંકો વાગ્યો,શુરવીર બનીને શહીદ થયા
માતૃ ભુમીની રક્ષા કાજે દેહે,હોમાયા ગુજરાતીઓ અપાર
સાર્થકજન્મ અને નામ કીધા,ને ભારતમાતા પણ હરખાય
૧ લીમેએ યાદગાર દીવસ,ગુજરાત સ્વતંત્ર દીન કહેવાય
                                            ………….ગુજરાત એ તો ગૌરવ છે.
ગુજરાતની ગરવી ગાથા છે,જે સૌ ગાયકથી સાથે ગવાય
જયજય ગરવીગુજરાત બોલતાં,પ્રદીપને હૈયે આનંદથાય
પ્રેમ ભાવના જન્મે મળી,અને સ્નેહની સાંકળ પણ બંધાય
જગતમાં વસેલ ગુજરાતી,સૌનો નિખાલસપ્રેમ પામી જાય
                                              …………ગુજરાત એ તો ગૌરવ છે.

*****************************************

ગુજરાતીગુજરાત


                          ગુજરાતીગુજરાત

તાઃ૨૧/૧૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી વાણી ભઈ એવી,લાગે સૌને એ ન્યારી
ગુજરાતીની પ્રીત પણ પ્યારી,પ્રેમે જગમાં જાણી
એવી અમારી આ વાણી,ગુજરાતી ભઈ ગુજરાતી.

સુર્યદેવને પુંજે પ્રભાતે,ને અર્ચના પ્રેમે એ કરતા
સ્નેહની સાંકળમાં રહીને,એ નાસ્તો હળવો જલેતા
પાવન ધરતીની એકૃપા,સંસ્કાર જીવનમાં રહેતા
વડીલને વંદન રોજ કરીને,જીવન ઉજ્વળ કરતા
અવા પ્યારા ગુજરાતી,આખી દુનીયામાં મળતાં.

પાવનભુમી ગુજરાત છે,જ્યાં શૌર્યવીર છે જન્મ્યા
નામની ચિંતા મુકી દઈને,કામ પવિત્ર કરી લીધા
ભક્તિનો પ્રવાહ પણ એવો,જ્યાં સંતોનેય પુંજાય
પાવન કર્મ કરતાં દેહે,આ જન્મ સફળ થઈ જાય
એવી પવિત્ર ભુમી જગમાં,ગુજરાતને જ કહેવાય.

_++++++++++++++++++++++++++++++++

જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત જય ગુજરાત

*******************************************

૧૪મી ઑગસ્ટ,૧૦


                      ૧૪મી ઑગસ્ટ,૧૦

તાઃ૧૫/૮/૨૦૧૦                     પ્રદીપ  બ્રહ્મભટ્ટ

દેશભક્તિ ગીતોનો રેડીયો કાર્યક્રમ,હ્યુસ્ટનમાં

eehaa Radio (AM1480)5 to 6:30PM

Host : Pradip Brahmbhatt

કાર્યક્રમ સાંભળવા નીચેની લીન્ક પર ક્લીક કરો.

http://brahmbhatt.org/blogs/audio/

ગુલામી


                             ગુલામી

તાઃ૭/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુલામીની ચાદર એવી,જીંદગી ભારમાં લબદાય
સ્વતંત્રતાની શોધવા સીડી,સૌના હાથ મળી જાય
                                     ………ગુલામીની ચાદર એવી.
દેહ,દેશ કે જીંદગીપર,કોઇનો જ્યાં ભાર આવી જાય
અટકે જીવનની સરળતા,નામાર્ગ કોઇ સીધો દેખાય
ડગલે પગલે દબાણનોદાવો,ત્યાં સીધ્ધીય દુર જાય
સામે હોય સરળતા જીવનમાં,તોય નાતેને મેળવાય
                                     ………ગુલામીની ચાદર એવી.
રાજનીતિની કાળી ચાદર,જ્યાં મુર્ખાઓ ઓઢી જાય
ઇર્ષાદ્વેશને અભિમાનને લેતાં,સમજના ઝગડા થાય
નિરાધાર ને બેકારી બતાવી,માનવતા હણાઇ જાય
મળીજાય ગુલામી સૌને,ના સહકારવિના બચાવાય
                                       ………ગુલામીની ચાદર એવી.

    ============================

मेरे हाथ


                            मेरे हाथ

ताः४/८/२०१०                           प्रदीप ब्रह्मभट्ट

मेरे हाथ करते फुलोकीवर्षा,जहां प्यार ही मिलता है
बन जाते वो तलवार,जहां देशके दुश्मन दिखते है
                                   …….मेरे हाथ करते फुलोकी वर्षा.
देता सच्चे दीलसेप्रेम,मेरा दिल जहां खुश होता है
दोनो हाथ प्रसारके अपने,सारीखुशीयां बांट देता हुं
दीलमे जागे जोअरमान,उसे प्रभुप्रेम गिन लेता हुं
मिल जाये दिलसे प्यार जहां,मेरे हाथ पैर छुते है
                                 ……..मेरे हाथ करते फुलोकी वर्षा.
मानअपमान अभिमानको,जीवनमें समझ मै पाया
मानदेकर दिलसे बडोको,अपमानको मै दुर भगाता
अभिमान अपने वतनका करके,देशकी शान बढाता
जन्मलिया जीसधरतीपे,उसका रुण कदीना भुलना
                               ………मेरे हाथ करते फुलोकी वर्षा.

_________________________________

અમર રહો


                            અમર રહો

તાઃ૨૧/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગીતના ગુંજનમાં;સંગીતના તાલમાં,
           સ્વરના સહવાસમાં;ભક્તિના ભાવમાં,
ગુંજે ગુજરાત છે;એજ જગતમાં શાન છે.
          મારુ ગુજરાત ભઇ;મારુ વ્હાલુ ગુજરાત છે
                             ………..ગીતના ગુંજનમાં,સંગીતના.
હાથમાં હાથ છે;ખંભા બળવાન છે,
          મળેલા માન એ જ  ભારતની શાન છે;
વીરના બલીદાન થયા;એ તો ઇતિહાસ છે;
         ગરવી ગુજરાત તો ગુજરાતી ગૌરવ છે.
                                  ………ગીતના ગુંજનમાં,સંગીતના.
ગાંધીએ દીધી અહિંસા;સરદાર એ સાંકળ થયા
           નાતજાતને નેવે મુકી,આઝાદી પકડીલીધી
શહીદોના અમરનામ;જગે પહેલુ ભારતનુનામ
          મહેંક માનવતાની,ને પ્રેમજગતમાં પામતાં
                                 ………..ગીતના ગુંજનમાં,સંગીતના.
પરદેશીને પડકાર દીધો,દેહને જોખમમાં મુક્યો             
          જેલના સળીયા ગણ્યા,સહયાત્રી સાંધી લીધા
રામનામની ગર્જના કીધી,સંગઠનની કેડી દીઠી
           ગુંજન આઝાદ ભારત અમર રહો અમર રહો.
                                    ……….ગીતના ગુંજનમાં,સંગીતના.

************************************