મળે સહવાસ


.      .મળે સહવાસ
તાઃ૧૧/૨/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જે સરળ જીવનમાં મળતો જાય
પરમ પાવનરાહ મળે દેહને અવનીપર,નિર્મળ સહવાસે મળી જાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય. 
દરેક જીવને કરેલ કર્મનો સંબંધ અવનીએ,જે દેહ મળતા સમજાય
અનેકદેહો મળે જીવોને જે બંધન આપી જાય,ના કોઇથી છટકાય
કુદરત કેરી રાહને સમજવા જીવનમાં,નિર્મળરાહે જ જીવન જીવાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુભક્તિ કરાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
મનથી કરેલ જપન પરમાત્માનુ પ્રભાતે,સુર્યદેવની અજબકૃપા મેળવાય
ના કોઇ અપેક્ષા અડે જીવનમાં જીવને,કે ના મોહનો સ્પર્શ પણ થાય
પરમ નિખાલસ પ્રેમનો મળે સહવાસ,જે સંબંધીઓને ઓળખાવી જાય
પવિત્ર કર્મની રાહે જીવન જીવતા,મળેલ દેહને પરમાત્માના દર્શન થાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Advertisements

ચંદ્રગ્રહણ


Image may contain: night and sky
.      .ચંદ્રગ્રહણ
તાઃ૧/૨/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી કુદરતની બેકૃપા છે,અવનીપર અનુભવે દેખાય
સુર્યનારાયણનુ આગમન થતા પ્રભાતે,આખી દુનીયાને જગાડી જાય
.... ..જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
માનવદેહને પ્રેરણા મળે પ્રભાતે,જે સુર્યોદય થતા શરીરને પ્રેરણા થાય
સુર્ય કિરણના આગમને દેહને સવાર દેખાય,જે જીવને કર્મે જોડી જાય 
સંધ્યાકાળે સુર્યદેવ અવનીથી દુર જતા,દુનીયાને રાત્રીનો સહવાસ થાય
એઅજબલીલા અવીનાશીની આવનીએ,મળેલ દેહને સંબંધ આપીજાય
.......જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
ઉદય અને અસ્તના સંબંધી છેબે,જે સુર્યદેવ અને ચંદ્રદેવથી ઓળખાય
દુનીયાપર એમની આગમન વિદાય,સવાર સાંજ અને રાત્રી આપી જાય
ચંદ્રદેવનુ આગમન થતા આકાશે,અવનીપર રાત્રીનો સહવાસ શરુ થાય
વિદાયલેતા સવારમાં સુર્યદેવનુ આગમનથતા,દીવસમાં પ્રભાત મળીજાય
.......જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
=======================================================

સન્માનની રાહ


.     .સન્માનની રાહ  

તાઃ૩૧/૧/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહથી સમયને સમજી,પળેપળને પકડી જીવજે ભઈ
નામોહ માયાને પકડતો જીવનમાં,કેના અભિમાન માગતો અહીં
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
સમાજનો સંબંધ એ સમયની કેડી,ઉંમર વધતા મળી જાયછે ભઈ
મળે પ્રેમ મિત્રોનો દેહને જીવનમાં,જે ઉજ્વળરાહ પણ આપીજાય
ના કદી માગણીનો સ્પર્શ રહે જીવનમાં,ના આફત કોઇ મેળવાય
એજ કુદરતની પાવનકૃપા દેહપર,જે મળેલ જન્મ સફળ કરી જાય 
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
અનેક પ્રસંગનો સંબંધમળે જીવનમાં,જે અનેકનો સાથ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે સમાજમાં,ત્યાં પાવનરાહજ મળી જાય
પરમાત્માની અજબકૃપા જગતપર,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
શ્રધ્ધારાખી ભક્તિકરતા જીવનમાં.માનવજીવનમાં નાક્રોધ સ્પર્શી જાય
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
==========================================================

માનવદેહ


.      .માનવદેહ  
 
તાઃ૭/૧/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મમરણનો સંબંધ દેહને,અવનીપર આવનજાવનથી અનુભવાય
કર્મની કેડી સ્પર્શે છે જીવને,જે મળતા દેહથી બંધન આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહનો સંબંધ છે કર્મનો,જે જન્મ મળતા દેહથી સમજાઇ જાય
પવિત્રરાહે જીવન જીવતા જીવનમાં,સરળતાનો સહવાસ મળી જાય
માગણી મોહ કે માયા સ્પર્શેછે દેહને,જે સમય સમયથી સ્પર્શી જાય 
જન્મમરણ એજ કુદરતની કૃપા,જે મળેલ દેહને સમજણ આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહ પ્રાણી પશુનો જીવને,અવનીપર એ નિરાધાર જીવન કહેવાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે દેહને સમયની સમજણ આપી જાય
સવાર સાંજ સમજીને જીવતા દેહને,મળતી ઉંમરનો અનુભવ થઈ જાય
શ્રધ્ધાવિશ્વાસથી કરેલ નિર્મળભક્તિ,પ્રભુકૃપાએ જીવને મુક્તિ આપીજાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
========================================================

પકડ એજ જકડ


.      .પકડ એજ જકડ

તાઃ૧૩/૧૧/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન એ દેહનોસંબંધ અવનીએ,જીવને જન્મ મળતા અનુભવ થાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવ પર,જે આગમન થતા સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
મળેલ દેહ એજ સંબંધ છે જીવનો,જે અવની પર દેહ આપી જાય
પકડેલ રાહ દેહની જગતપર,જન્મ મરણથી જીવને એ સ્પર્શી જાય
અપેક્ષાના વાદળ વર્ષે દેહપર,એ કર્મનીપકડ જે જીવને જકડી જાય
મળેલ દેહને પકડે છે વર્તન,જે જીવનમાં અનેક તકલીફોથી સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
થાય કૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ પુંજન થાય
જીવનો સંબંધ એજ છે કર્મના બંધન,ધરતી પરના આગમનથી દેખાય
દેહને જકડે માયા અને મોહ અવની પર,નાકોઇ માનવદેહથી છટકાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,દેહને પાવન કર્મ પરમાત્મા આપી જાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
=====================================================

સરળ સમય


.          .સરળ સમય 

તાઃ૫/૧૧/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માનો પ્રેમ મળે અવનીએ,જ્યાં જીવથી સત્કર્મ સચવાય
મળેલ માનવદેહને સરળજીવન મળે,જે પાવનકર્મ કરાવી જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
કુદરતની કૃપાએ ધર્મભક્તિની નિર્મળકેડીએ,પવિત્રકર્મ થઈ જાય
ના મોહ કે માયા સ્પર્શે જીવને,ત્યાંજ સત્કર્મની રાહ મળી જાય
અંતરથી કરેલ વંદન અવિનાશીને,ઉજવળ જીવનએ આપી જાય
પવિત્રકર્મ એ સત્કર્મની કેડીએ મળે,જે જીવના કર્મબંધન કહેવાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
આજકાલએ સંબંધ સમયનો અવનીએ,ના કોઇ જ દેહથી છટકાય
જીવને જકડે અવનીપર આવનજાવનથી,જે સમયની કેડી કહેવાય
માનવજીવનની મહેંકપ્રસરે અવનીએ,જ્યાં સત્કર્મથી જીવન જીવાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે દેહને સ્પર્શથી સમજાઈ જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
===================================================

મુકેલ મોહ


.                             .મુકેલ મોહ

તાઃ૨૪/૧૦/૨૦૧૭                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના જીવને એ જકડે,જે મળેલ દેહના વર્તનથી મળી જાય
કરેલ કર્મ એ દેહ આપે જીવને,એ અવનીપર જન્મ મળતા દેખાય
……….એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
નિર્મળ ભાવના એ જીવન જીવતા,દેહથી મોહમાયા દુર ચાલી જાય
મળેલદેહથી કુદરતને વંદન કરતાં,જીવને પાવનરાહ પણ મળી જાય
ભક્તિપ્રેમ એ કૃપાછે પરમાત્માની,જે નિખાલસ જીવનથી સમજાય
કર્મના સંબંધ તો જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને દેખાઈ જાય
……….એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
મારૂતારુ એ દેહના સંબંધ અવનીએ,જે થકી કર્મની કેડી મળી જાય
મોહમાયા તોછે કુદરતની લીલા,વાણી વર્તનથી દેહને એ જકડી જાય
કૃપામળે જ્યાં જલાસાંઇની જીવને,ત્યાં દેહથી અનેક સત્કર્મ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,અંતે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
……….એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.

===================================================