जींदगीकी सफर


.                         जींदगीकी  सफर 

ताः२३/११/२०१८                           प्रदीप ब्रह्मभट्ट  

जींदगीकी सफर हो सुहानी,जहां दीलसे महेंकती राहको पाइ
नहीं मोह रखा जीवनमे चलती राहोमे,ना कोई अपेक्षा रखाई
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
जीवनमे संगाथ मीले पलपलमे,येही अदभुतलीला अविनाशीकी
प्रेमका सागर जीवनमे अनंतआनंद देता,सर्जनहारकी ये क्रुपा
सरळजीवनमें प्रेममीले निर्मळभावे,जो मनको अनंत शांंन्ति दे
नामोह अडे नामाया अडे जीवनमें,येही निर्मळ जीवनकी केडी
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
मळेल मानवदेह जीवको अवनीपर,ये कर्मके संबंधकी निशानी
निर्मळ ओर नीखालस जीवन,जन्ममरणका संगाथ जीवको देता
प्रेम निखालस मीलता जीवनमें,जहां श्रध्धाभावसे भक्तिराह मीले
अनेकराह जगतपर है निराली,मनको सुखशांंन्तिका संगाथ रहे
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
====================================================
Advertisements

કળીયુગની કેડી


.       .કળીયુગની કેડી 

તાઃ૨૯/૧૦/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયનો સંબંધ દેહને અવનીએ,અનુભવની ગંગાએ મનને સમજાઈ જાય
સમય એ કુદરતની લીલા જગતપર,કળીયુગની કાતરથી દેહ ભસાઇ જાય,
.....જે જીવનમાં અનેક કર્મનો સંબંધ આપી,જીવને આફતમોહના માર્ગે પકડી જાય.
જીવને દેહ મળે અવનીએ જે જીવને યુગના કર્મસંગે અનેકરાહે દોરી જાય
મળેલદેહને માનવતાસ્પર્શે જગતપર,જે દેહને વર્તનના અનુભવો આપીજાય
માગણી મોહ એજ કળીયુગની છે કેડી,જગતપર નાકોઇ જ દેહથી છટકાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જયાં પવિત્રરાહથીજ જીવન જીવાય 
.....જે જીવનમાં અનેક કર્મનો સંબંધ આપી,જીવને આફતમોહના માર્ગે પકડી જાય.
સમજણની રાહ મળે દેહને જીવનમાં,જ્યાં પાવનરાહે પરમાત્માની પુંજાથાય
ના અપેક્ષાનો સંગાથ મળે દેહને,જે નિર્મળ જીવનની જ્યોત પ્રગટાવી જાય
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,જીવને નિર્મળતાનૉ સંગાથ મળી જાય
કુદરતની એકૃપા જગતપર જીવને મળે,જ્યાં શ્રધ્ધાભાવથી વંદનઅર્ચના થાય
.....જે જીવનમાં અનેક કર્મનો સંબંધ આપી,જીવને આફતમોહના માર્ગે પકડી જાય.
==============================================================

નિખાલસ જીવન


.      .નિખાલસ જીવન
તાઃ૨3/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા તમે ને ક્યાં તમે જવાના,જગતમાં ના કોઇનેય સમજાય
આ અદભુતલીલા અવીનાશીની અવનીપર,કુદરતની પરમ કૃપા કહેવાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
જીવને મળેલદેહ અવનીપર અનેકરીતે ઓળખાય જે અદભુત લીલા કહેવાય
પશુપક્ષીપ્રાણીને માનવદેહ સમયે મળે,જે થયેલ કર્મથી જીવને મળતા જાય
જીવનેસ્પર્શે કરેલકર્મ અવનીપર,જેને કર્મબંધનથી સમયસમયે દેહ મળી જાય
સત્કર્મ એ પાવનરાહ દેહની જીવનમાં,એજ પવિત્રકર્મનો સંગાથ આપી જાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
આંગણે આવી પ્રેમમળે કુદરતનો,જે નિર્મળજીવન જીવવાની રાહ આપી જાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,ના કોઇ મોહ કે માયાનો સ્પર્શ જીવને થાય
અનંત શાંન્તિની રાહ મળે દેહને,જે નિખાલસ જીવન સંગે પવિત્રરાહે લઈ જાય
કર્મનીપવિત્રકેડી એજ જીવની જ્યોતછે,જે જન્મમરણના બંધનથી દુર રાખીજાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
================================================================

કર્મનો સંબંધ


.       .કર્મનો સંબંધ 

તાઃ૨૨/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કરેલ કર્મ એજ જીવની છે કેડી,જે મળેલ દેહના સ્પર્શથી અનુભવાય
પરમાત્માની પરમકૃપા મળે દેહને,જે જીવનમાં પાવનકર્મ આપી જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
જગતપરનુ આગમન જીવનુ,જે થયેલ કર્મના સંબંધે દેહ આપી જાય
ના કોઇ જીવની તાકાત જગતપર,કે ના કોઇ અપેક્ષાની માયા થાય
માનવદેહ એ કૃપા છે પ્રભુની,જે દેહને સમજણનો સાથ આપી જાય 
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિર્મળ ભક્તિરાહ દઈ જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
શક્તિનો સંગાથ મળે દેહને અવનીપર,જે પાવનકર્મ થતા અનુભવાય
આવી આંગણે પાવનકર્મની રાહ મળે,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
મળેલદેહને શાંન્તિનોસંગાથ મળતા,જીવનમાં પવિત્રભક્તિરાહ મેળવાય
સત્કર્મનો સંગાથ મળતાજ દેહને,પાવન પ્રેમની ગંગા પણ મળતી જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
===========================================================

સંગાથ મળે


.       .સંગાથ મળે    
 
તાઃ૨૧/૧૦/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પ્રેમ છે પરમાત્માનો જગતપર,જીવને અનુભવે સમજાય
સફળતાનો સહવાસમળે દેહને,જ્યાં સર્જનહારનો સંગાથ મળી જાય
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
અવનીપર અજબલીલા છે કુદરતની,જે મળેલદેહને સમયથી દેખાય
કરેલકર્મ એતો બંધન છે જીવના,એ જગતપર દેહ મળતા સમજાય
નાઅપેક્ષા દેહનીહોય જીવનમાં,ત્યાં મળેલદેહ પાવનરાહ મેળવીજાય
સરળ જીવનની રાહ મળતા દેહને,પરમાત્માની કૃપાનો સંગાથ મળે
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
કુટુંબનો સંબંધ એ જીવના કર્મનો સાથ,જે કુળને આગળ લઈ જાય
ઉંમરને તો સમયનો સંગાથ અવનીએ,જેને સમયનો સંગાથ કહેવાય
મળતી માયાને સમજી ચાલતા જીવનમાં,ના આફત કોઇ અડી જાય
એ મળેલ માનવદેહને સમયે સમજાય,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય 
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
========================================================

સમજણ


.        .સમજણ
       
તાઃ૧૯/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમજણનો સંગાથ મળે જીવનમાં,દેહને પાવનરાહ એ આપી જાય
મળેલ માનવદેહને સ્પર્શે કર્મનીકેડી,જે અનુભવનીગંગા વહાવી જાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
દેહ મળે અવનીએ જીવને,જીવના થયેલ કર્મના સંબંધથી મેળવાય
સમય ના પકડાય જગતમાં કોઇદેહથી,પણ સમજણથી એ સચવાય
માનવદેહને સમજણસ્પર્શે જીવનમાં,જયાં સત્કર્મનો સંબંધ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન થાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
પ્રેમ નિખાલસ જીવનમાં મળે,જ્યાં કોઇજ અપેક્ષા જીવથી કદી રખાય
સફળતાનો સંગાથ મળે દેહને,જે જીવને પવિત્રકર્મ તરફ એ દોરી જાય
મળે સમજણની નિર્મળકેડી અવનીપર,જે આગમનનોસ્પર્શ આપી જાય
નિર્મળ જીવનની રાહે જીવતા અંતે,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
============================================================

ભાગતો રહેજે


      .ભાગતો રહેજે    

તાઃ૧૬/૧૦/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતરથી બચવાને માટે,જીવનમાં તુ ભાગતો રહેજે
અનેક પ્રસંગો તને જીવનમાં મળશે,દરેક પગલુ સાચવી ભરજે
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
માનવજીવનએ જીવના દેહનાબંધન,અવનીપર આગમને દેખાય
થયેલ કર્મની આછે કેડી દેહ મળતા,દેહને સંબંધી મળતા જાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે કૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસથી પુંજન થાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
જીવને સંબંધ અનેક દેહથી મળે,જે કરેલ કર્મનાબંધને મેળવાય
પશુપક્ષી એ આધારીત દેહ છે,જગત પર એ નિરાધાર કહેવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જીવને સમજણ આપી જાય
મળેલદેહે પગલે પગલા સાચવીને ભરે,આફતોથી ભાગતા રહેવાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
=======================================================