આશીર્વાદની ગંગા


.       આશીર્વાદની ગંગા
     (શ્રી નરેન્દ્રભાઈનો જન્મદીવસ) 
તાઃ૧૭/૯/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્
     
અનંતપ્રેમની ગંગા વહે જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
મુખ્યપ્રધાન હતા ગુજરાતના,હવે ભારતદેશના વડાપ્રધાનથઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
પવિત્ર કર્મની રાહ મળી જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
પાવનરાહ પકડી ચાલતા નરેંદ્રભાઇને,અનંત પ્રેમની ગંગા મળી જાય
મળ્યો પ્રેમ માતાનો ગાધીનગરમાં,જે પવિત્ર રાહની કેડી આપી જાય
સુખશાંંતિનો સાગર વહેવડાવી ગુજરાતમાં,દુનીયામાં ઓળખાઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,આજે અગ્નોસીત્તેર વર્ષના એ થાય
ગુજરાતની એશાન કહેવાય જગતમાં,જેભારતના વડાપ્રધાન થઈ જાય 
જન્મદીવસની શુભકામના કલમપ્રેમીઓની,જે હ્યુસ્ટનથી પણ મળીજાય
પરમકૃપા મળે પરમાત્માની વડાપ્રધાનને,જે પાવનરાહને પકડાવી જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
============================================================
   ગુજરાતની એ શાન છે જે મુખ્યપ્રધાન થઈ ભારતદેશના વડાપ્રધાન થઈ જાય 
એવા અમારા વ્હાલા શ્રી નરેન્દ્રભાઈનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે હ્યુસ્ટનથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓ તરફથી હેપ્પી બર્થ ડે.
============================================================== 
Advertisements

.પવિત્રભુમી ભારત


                         .પવિત્રભુમી ભારત

તાઃ૨૧/૮/૨૦૧૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહને રાહમળે જ્યાં માળાજપતા,અદભુત શાંંતિ જીવને મળીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
ભારતદેશ એજ ભવસાગર છે,જેમાં ગુજરાત પાવનનાવથી તારી જાય
ગુજરાતમાં જન્મલીધો અજબશક્તિશાળી જીવોએ,દેશમાં વર્તંથીદેખાય
મળેલમાનવદેહની કર્મથી ઓળખાણ થાય,એજ સિધ્ધીસાગર કહેવાય
ગુજરાતીઓની શાન નિરાળી,જે દેહથી અદભુતશક્તિશાળી કર્મ થાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
માનવદેહ મળે ગુજરાતમાં,સરળ સમયે તે દેહ દુનીયામાં પ્રસરી જાય
ગુજરાતની શાન સંગે હ્યુસ્ટનમાં આવ્યા,જે અનેક પવિત્રકર્મ કરીજાય
ધર્મકર્મને સાચવીને ચાલતા,હિંદુ ધર્મને એ અમેરીકામાં પ્રસરાવી જાય
અનેક પવિત્ર મંદીરો કર્યા આધરતીપર,જ્યાં હજારો ભક્તો આવીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય
આઝાદીની પાવનરાહ ગુજરાતીઓએ પ્રસરાવી,દેશનેઆઝાદી મળીજાય 
ગુજરાતના મુખ્યપ્રધાન થયા શ્રી નરેંદ્રભાઇ,પવિત્ર જીવનએ જીવી જાય
માતાનો પવિત્રપ્રેમમળ્યો આશીર્વાદથી,એ ભારતના વડાપ્રધાન થઈજાય
નિર્મળભાવના સંગે પવિત્રકર્મે,ગુજરાતીઓને મળવા હ્યુસ્ટન આવી જાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
=============================================================
   ગુજરાતના મુખ્યપ્રધાન અને હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતીઓના પ્રેમને પારખી હ્યુસ્ટન આવી જાય તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય 
લખેલ છે.   લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

પિતાનો પ્રેમ


 .       .પિતાનો પ્રેમ        
        (Father Day)
તાઃ૧૬/૬/૨૦૧૯          પ્રદીપ બ્રહ્નભટ્ટ  
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,અવનીપરના આગમનને સમજાય 
પાવનરાહનો પ્રેમ પારખીને જીવતા,પવિત્ર સંતાનનુ આગમન થાય
 .....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય. 
સમયને ના પકડાય જગતમાં કોઈથી,પણ સમજણના સંગે ચલાય 
માતાપિતાના પાવનપ્રેમથી આગમનમળે જીવને,જે સંતાન કહેવાય 
ભુતકાળને પાછળ મુકતા મળેલ દેહને,ઉંમરનો સંગાથ મળી જાય 
સમય આવતા જીવનમાં મધર ડે પછી સમયે ફાધર ડેને ઉજવાય 
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય. 
પવિત્રભુમી ભારતછે જગતપર,જ્યાં સંતાન માબાપને પ્રેમઆપીજાય 
બીજાદેશોમાં ફાધરડે મધરડે ઉજવે,જે વર્ષમાં એકવાર જ ઉજવાય 
કુદરતની આ લીલા જગતપર પ્રસરે,જે ક્ળીયુગના આગમને દેખાય 
જીવને મળેલદેહને સમયનો સ્પર્શ થાય,નિર્મળ ભક્તિએજ છટકાય 
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય. 

========================================================= 

ગુજરાતની-શાન


 .          ગુજરાતની-શાન
તાઃ૨૫/૫/૨૦૧૯        પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પવિત્ર ભુમી ભારતમાં માન સન્માનની પાવનકેડી ગુજરાતીઓની દેખાય 
પાવનરાહ પકડી ચાલતા દુનીયામાં,સદમાર્ગ પકડી દુનીયામાં ચાલી જાય
 ...એ ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય 
અપેક્ષાના ના વાદળ સ્પર્શે જે જીવનમાં,સફળતાનો સંગાથ આપી જાય 
મળેલ માનવદેહને માતા હીરાબાનો અનંતપ્રેમ આશીર્વાદથી મળી જાય 
સદમાર્ગને પકડી ચાલતા જીવનમાં,ભાજપનાએ ભાગ્યવિધાતા થઈ જાય 
ગુજરાતને એ પાવનરાહ દેવા,,ગુજરાતના એ મુખ્યપ્રધાન પણ થઈ જાય 
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય. 
મળ્યો કુટુંબનોપ્રેમ જીવનમા,જે નિખાલસ ભાવનાથી પવિત્રરાહ આપીજાય 
નામોહમાયાની કોઇ માગણી જીવનમાં,જે ગુજરાતીઓને સદમાર્ગે દોરીજાય
જયજય ગરવીગુજરાત કહેતા પ્રદીપને,નરેન્દ્રભાઈથી ગુજરાતની શાન દેખાય
ઊજવળ જીવનની રાહ પકડી ચાલતા,નાકોઇજ પાર્ટીની આફત અડી જાય 
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.
=================================================================

 

કલમપ્રેમી ચીમનભાઈ


  
             કલમપ્રેમી ચીમનભાઈ
 
 તાઃ૨૨/૫/૨૦૧૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
 પાવનપ્રેમ પકડીને આવ્યા આંગણે,એ સરસ્વતીબાની કૃપા કહેવાય
 મળ્યો પ્રેમ ચીમનભાઈનો હ્યુસ્ટનમાં,જે ચમનથી આનંદ આપી જાય
 .....એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
 લાવ્યો પ્રેમ માતાનો  પાવનકૃપાએ,તેમને અમારા ઘેરપણ  લાવી જાય
 મળેલ માનવ દેહ અવની પર જીવને,જે વ્હાલા ચમનથીય ઓળખાય 
 કલમની પાવનરાહ પકડીચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને મળીજાય
 માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
 .....એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
 ઉજવળ જીવનની રાહ મળી ચીમનભાઈને,જે પવિત્ર કલમથી દેખાય
 નિખાલસપ્રેમ સંગે આવ્યા દ્વારે અમારે,જે  તેમનોનિર્મળપ્રેમ કહેવાય
 સરળ જીવનનો સાથ મેળવીને જીવતા,કલમથી માતાની કૃપા દઈજાય
 કલમપ્રેમીઓને આનંદ મળે હ્યુસ્ટનમાં,જે ચમનની કેડીએ પણ દેખાય
 .....એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
 ======================================================================
         હ્યુસ્ટનના કલમપ્રેમી શ્રી ચીમનભાઈ કે જે ચમનથી ઓળખાય તેમને  કલમપ્રેમી
 શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.      
  
 . 

ચાવી મળી


       .ચાવી મળી  
તાઃ૫/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની ચાવી મળતા જીવનમાં,અનેક પ્રેમાળ સંબંધીઓનો પાવનપ્રેમ મળી જાય
મળેલદેહને આનંદ મળે અવનીએ,જ્યાં નિર્મળપ્રેમી જીવનમાં આનંદ આપી જાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય. અવનીપરનુ આગમન એ જીવનો કર્મનો સંબંધ,જે ગત જન્મે કરેલકર્મથી મેળવાય
આગમનવિદાય એ કુદરતનીલીલા અવનીપર,એ જીવને દેહ મળતા સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવપર,એજ જીવને માનવદેહ અવનીપર મળતા સમજાય
જન્મમરણ એ સંબંધ જીવનો અવનીપર,જે કુદરતની અદભુતલીલા પ્રભુની કહેવાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય. માનવદેહને મળે પ્રેમ પવિત્ર કલમપ્રેમીઓનો,જ્યાં હ્યુસ્ટનમાં પ્રેમીરાહે જીવન જીવાય
આનંદનો સંગાથ મળતા મળેલદેહને,પરમાત્મા કૃપાએ પવિત્ર જીવનનીરાહ મળીજાય
નામોહ કે માગણીની અપેક્ષા રહે જીવનમાં,એજ સંત જલાસાંઈની પરમકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજા કરતા,દેહને અનંતશાંંતિનો સહવાસ પણ મળીજાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.

=================================================================

ગુજરાતનુ ગૌરવ


Image result for શ્રી નરેન્દ્રભાઈ મોદી
.             .ગુજરાતનુ ગૌરવ            

તાઃ૩૧/૩/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ ને પવિત્રકેડી મળી જીવનમાં,એ  માતાપિતાના આશિર્વાદ કહેવાય
પવિત્ર ભારતદેશમાં માનવતા સાચવતા,વડાપ્રધાનની પાવનરાહ મળીજ જાય
......એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય.
સરળ જીવનની રાહ પકડીને ચાલતા,ઉજવળ જીવનની જ્યોત પ્રગટી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે પકડી ચાલતા,ગુજરાતના મુખ્યપ્રધાન એ થાય
પરમકૃપા મળી પરમાત્માની જીવનમાં,ના કોઈ જ અપેક્ષાય જીવનમાં રખાય
કુટુંબને મળેલ ઉજવળ રાહ અવનીપર,જે પાવનરાહે વડાપ્રધાન થતા દેખાય
......એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય.
જગતપર પવિત્રભુમી ભારતછે,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પાવન કરી જાય
માનવજીવનની મહેંક પ્રસરે જીવને મળેલદેહની,જે સરળ પવિત્રરાહે લઈ જાય
કુદરતની પાવનકૃપા મળે છે કર્મથી દેહને,જે શ્રી નરેંદ્રભાઈના વર્તનથી દેખાય
સુખસાગરની વર્ષા થઈ જીવનમાં,જે વડાપ્રધાન થઈ દેશને પવિત્રરાહે લઈજાય
....એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય.
=================================================================
   ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ જે ભારતના વડાપ્રધાન થયા છે જે ગુજરાતનુ ગૌરવ 
કહેવાય અને મને વિશ્વાસ છે કે તેઓ સતત વડાપ્રધાન તરીકે દેશની સેવા કરશે.તેમને
દુનીયામાં વસતા ગુજરાતીઓ તરફથી અભિનંદન સહિત હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના 
જય જલારામ જય સાંઇબાબા. 
------------------------------------------------------------------