.નિર્મળ શ્રધ્ધા


.          .નિર્મળ શ્રધ્ધા

તાઃ૧૯/૪/૨૦૧૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને,અવનીપર અનેક બંધન સ્પર્શી જાય
કુદરતની આજ છે અજબલીલા,જે નિર્મળ શ્રધ્ધાએજ સમજાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
કર્મના સંબંધ એ જીવને મળેલ દેહના,જન્મ મરણથીજ દેખાય
માનવદેહ એ પરમાત્માનીજ કૃપા,જે કરેલ કર્મથી સ્પર્શી જાય
પવિત્રરાહે ભક્તિ કરતાજ જીવનમાં,સત્માર્ગનો રાહ મળી જાય
જીવને મળેલ આગમન વિદાયથી,જગતમાં ના કોઇથી છટકાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
પરમકૃપા છે સુર્યનારાયણદેવ જગતમાં,પ્રત્યક્ષ દર્શન આપી જાય
સવાર સાંજનો સંબંધ મળે અવની પર,જે ઉદય અસ્તથી દેખાય
પવિત્ર આંગણુ ઘરનું થાય,જ્યાં સવારમાં સુર્યદેવને અર્ચના થાય
પાવન રાહ મળે જીવને અવનીએ,જ્યાં નિર્મળ ભાવનાએ પુંજાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
====================================================
Advertisements

કર્મનુ અજવાળુ


.     .કર્મનુ અજવાળુ    

તાઃ૩૦/૩/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા મળે પરમાત્માની,જ્યાં નિર્મળ ભાવથી ભક્તિ થાય
પાવનરાહ જીવને મળે,જે મળેલ દેહના વર્તનથી અનુભવાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
અવનીપરનુ આગમન એજીવના કર્મની કેડી,દેહ મળે સમજાય
માનવદેહને અનેક બંધન છે સ્પર્શે,જે થયેલ કર્મથી અડી જાય
ના કોઇજ જીવથી છટકાય અવનીથી,જે સમયથી સ્પર્શી જાય
એજ જલાસાંઇ કૃપાએ અંતરમાં,જીવને અજવાળુ આપી જાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
નિર્મળરાહ પકડી જીવનજીવતા,દેહથી સદમાર્ગની રાહ મેળવાય
ના અપેક્ષાની કોઇ જરૂર પડે,કે નામોહમાયા પણ સ્પર્શી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપા થાય
મળેલ દેહના કર્મ એજ બંધન અવનીના,અનેક રૂપોથી દેખાય
......કર્મની પવિત્રકેડી મળતા જીવનમાં,સુખ શાંંન્તિની વર્ષા થાય.
=================================================

સિધ્ધી


.       .સિધ્ધી 

તાઃ૨૪/૨/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેક જીવનુ આગમન અવનીપર,ના કોઇ જીવથી દુર રહેવાય
કર્મની કેડી એજ સ્પર્શે જીવને,જેજીવને દેહ મળતા અનુભવાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
કુદરતની એ લીલા અવનીપર,જીવને કળીયુગ સતયુગથી દેખાય
પાવનરાહને પકડી જીવતા,જીવનમાં સફળ કર્મની રાહ મેળવાય
નાકોઇ માગણી પરમાત્માથી,કે નાજીવને કોઇઅપેક્ષા અડી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સત્કર્મ દેહને સ્પર્શી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
રામનામની નિર્મળભક્તિ જીવનમાં,સદમાર્ગની પાવનરાહ આપીજાય
મળેલ માનવદેહ એજકૃપા પ્રભુની,નાકળીયુગ કે સતયુગ સ્પર્શી જાય
જીવને બંધન છે કર્મના જગત પર,અનેક દેહ મળતા અનુભવ થાય
પ્રેમની પાવનરાહે જીવન જીવતા,સંબંધીઓનો નિર્મળપ્રેમ મળી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
===========================================================

પરમકૃપાળુ શ્રી ગણેશ...Related image...
.      .પરમકૃપાળુ શ્રી ગણેશ
તાઃ૧૪/૧૧/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીનો પરમ પ્રેમ,ને પિતા ભોલેનાથની પવિત્રકૃપા મળી જાય
જગતપર અજબ શક્તિશાળી બન્યાએ,જે પરમકૃપાળુ ગણપતિ કહેવાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
માયામોહને દુર રાખતા માતાનો પરમપ્રેમ મળે જીવનપાવન થઈ જાય
માતા પાર્વતીને અંતરથી વંદનકરતા,મળેલ દેહને ઉજવળતા મળી જાય
માતાનાપ્રેમ સંગે પુત્ર ગજાનંદની કૃપા મળે,માનવતાનો સ્પર્શ થઈ જાય
ઉજવળ જીવન એજ મળેલ દેહના જીવને,અંતે મુક્તિ માર્ગે દોરી જાય
......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
પિતાનો પવિત્રપ્રેમ મળે પુત્ર ગજાનંદને,જે ઉજ્વળતાનો માર્ગ દઈ જાય
ભાગ્ય વિધાતા છે અવનીપરના જીવોના,એમને શ્રી ગણપતિજી કહેવાય
મળે કૃપા પિતા શ્રી શંકર ભગવાનની,જ્યાં પુત્રને પ્રેમથીજ વંદન કરાય
આધીવ્યાધીને આંબે અવનીપર.જે મળેલદેહના જીવને શાંંન્તિએ દેખાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
==========================================================

ભગવાન શંકર


   Pitaji Shivaji 
       .ભગવાન શંકર
તાઃ/૧૧/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિમાર્ગની પવિત્રરાહ મળેજીવને,જ્યાં પરમાત્મા ભોલેનાથની કૃપા થાય 
અજબ શક્તિશાળી એદેવની કૃપાએ,જીવનમાં અનંત શાંન્તિય મળી જાય 
.......ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ગવાનની કૃપા થાય.
માતા પાર્વતીના એ જીવનસાથી,ને ગજાનંદ ગણપતિના એ પિતા કહેવાય 
પાવન કૃપાળુની કેડી દીધી અવનીપર,જે પવિત્રગંગાનુ આગમન કરી જાય 
પરમ શ્રધ્ધાએ પુંજન કરી દુધની અર્ચના કરતા,નાગદેવની પણ કૃપા થાય 
ભક્તિપ્રેમ એજ નિર્મળ ભાવના જીવની,મળેલ દેહને સુખશાંન્તિ આપી જાય 
.......ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય. 
અવનીપર પવિત્ર ભુમી ભારત છે,જ્યાં હિમાલય પર ભોલેનાથની ક્ર્પા થાય 
પરમ કૃપાળુ ભોલેનાથને વંદન કરી પ્રાર્થનાએ જીવને પવિત્ર રાહ મળી જાય 
શ્રધ્ધા ભાવથી શંકર ભગવાનને વંદન કરતા,જીવને મુક્તિ માર્ગ મળી જાય 
આવનજાવનનો સંબંધ છુટતા અવનીથી,જીવ પરમાત્માને શરણે આવી જાય 
.......ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
===============================================================

પવિત્ર ગંગા


.           .પવિત્ર ગંગા  
તાઃ૧/૧૧/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીએ,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
કર્મની શીતળરાહે જીવતા દેહપર,પવિત્રગંગાની વર્ષા થઇ જાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
કુદરતની એજ પવિત્ર કૃપા જીવ પર,જે પાવનકર્મથીજ સમજાય
વાણી વર્તનનો સંબંધછે દેહને,એ સમયસમયે દેહને સ્પર્શી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,જ્યાં જીવનમાં સત્કર્મનો સંબંધ રખાય
નિખાલસ પ્રેમ એ પવિત્રપ્રેમની ગંગા છે,જે નિર્મળ વર્તને દેખાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
શ્રી ભોલેનાથની નિર્મળનિખાલસ ભક્તિએ,ગંગાની વર્ષા થઈ જાય
મહેંક પ્રસરે જીવનની અવનીપર,જે માનવજીવન પાવન કરી જાય
શીતળકર્મથી કૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને મુક્તિએ લઈ જાય
જીવને આવન જાવનના બંધન ના સ્પર્શે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
=====================================================

પવિત્ર નવરાત્રી.       .પવિત્ર નવરાત્રી   

તાઃ૪/૯/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા અનંતપ્રેમની વર્ષાએ,નવરાત્રીના નવદીવસ ભક્તિભાવથી ગરબા ગવાય
તાલીઓના તાલ સંગે રૂમઝૂમ રૂમઝૂમ થતા,તાલી પાડતા પ્રેમનો તાલ મળી જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
નમન કરીને તાલી પાડતા માતા મેલડી,શ્રધ્ધાભક્તિ પારખી કૃપાએ પ્રેમ આપી જાય
અનંત શક્તિ શાળી છે માતા અવનીપર,જે નવરાત્રીના નવદીવસ અનુભવ થઈ જાય
કૃપાની પવિત્રકેડી મળે માતાની,જ્યાં પવિત્ર ભાવનાએ તાલી સંગે ગરબા પ્રેમે ગવાય
અદભુત શક્તિની કૃપા થાય ત્યાં,જ્યાં દાંડીયા લઇને ભક્તો માતાને રાજી કરતા જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
માતા ખોડીયારની કૃપાઅનેરી,જે ગરબે ધુમતી નારીઓને સંસારની પવિત્રકેડી દઈ જાય
જ્યાં કૃપા મળે પવિત્ર માતાજીની જીવને,જગતમાં ના કોઇજ અપેક્ષા કદીય અડી જાય
નવરાત્રી એ પવિત્ર તહેવાર માતાજીનો હિંદુ ધર્મમાં,જે મળેલ દેહનેએ સાર્થક કરી જાય
કુદરતની છે આજ અજબલીલા અવનીપર,જે સમય પકડીને જીવતા અનુભવ થઈ જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
===================================================================