પ્રેમની ઓળખ


.      .પ્રેમની ઓળખ     

તાઃ૯/૬/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે મળેલ દેહથી સમજાઈ જાય
પાવનકર્મની કેડી એસ્પર્શ જીવનો,દેહના બંધનથી સમજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
પ્રેમ નીખાલસ પતિપત્નીનો કુટુંબમાં,માનવતા મહેંકી જાય
નિર્મળપ્રેમનો સંબંધ દેહને,જે જીવનમાં સંતાનો આપી જાય 
માનવજીવન એ જીવની કેડી,દેહને નિર્મળજીવન મળી જાય
આશીર્વાદની રાહ મળે દેહને,જે સરળજીવનનોસાથ આપીજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
કર્મનીકેડી એજ જીવનાસંબંધ,જે અવનીએ દેહથી દેખાઈ જાય
પવિત્રપ્રેમ એ માનવદેહની સમજ,જે દેહને પાવનરાહે દોરીજાય
મનુષ્યદેહ એછે કૃપા પ્રભુની,જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
સમયને સમજી ચાલતા જીવનમાં,નાઉંમર કે દેખાવ અડી જાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
===================================================
Advertisements

નિર્મળપ્રેમ જ્યોત


Image result for નિર્મળપ્રેમ જ્યોત
.     .નિર્મળપ્રેમ જ્યોત 

તાઃ૩/૨/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે જીવને દેહ અવનીપર,કર્મસંબંધે કુદરતની કૃપાએજ મેળવાય
જન્મમરણ એ દેહના સંબંધ,જે જગત પર મળેલ દેહથી સમજાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીએ,જે કુદરતને પ્રેરણા આપી જાય
સંબંધ બંધન એ દેહની કેડી અવનીએ,અનેક કર્મથી ર્સ્પશી જાય
માનવતાની મહેંક પ્રસરે અવનીએ.જ્યાં નિર્મળરાહે જીવન જીવાય
મળે જીવનમાં પ્રેમનિખાલસ,જ્યાં અપેક્ષાના વાદળથી દુર રહેવાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
મળે માબાપનોજ પ્રેમ સંતાનને,જ્યાં નિર્મળ ભાવનાથી વંદન થાય
પતિપત્નીના નિર્મળ પ્રેમે કુટુંબમાં,જીવને સંતાનનો દેહ મળી જાય
સમયના સંગને પકડી દેહે જીવતા,સુખ સાગરની વર્ષાય થઈ જાય
જે જીવનમાં નિર્મળ પ્રેમની રાહ આપે,દેહને સત્કર્મનો સંબંધ થાય 
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
=======================================================

આગમનનો સંબંધ


.     .આગમનનો સંબંધ
તાઃ૧૬/૧૧/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આગમન અને વિદાયનો સંબંધ,જગત પર જીવને મળેલ દેહને સમજાય
સમયના પકડાય જગતપર કોઇથી,એજ અજબકૃપા પરમાત્માની કહેવાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
અનેક પ્રસંગનો સંબંધ છે અવનીએ,જે દેહને આગમન પ્રસંગે આપી જાય
જન્મ મળે જ્યાં જીવને માબાપથી,ત્યાં આવેલસંતાનને વ્હાલ કરવા જવાય
એ આગમન પ્રસંગને માણવાને જવાય,જે મળેલ દેહના સંબધથી મેળવાય
મળેલ દેહથી સામાજીક કર્મને સચવાય,ત્યાં માનવતા મહેંકાવવા આવીજાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
આગળ પાછળને કે માન અને સન્માન મેળવતા,જીવનમાં સત્કર્મ થઈ જાય
કુદરતની આ અજબલીલા જગતપર,દેહને આગમન વિદાયના સંબધે દેખાય
ભણતર ચણતર એ નિખાલસભાવે સમજતા,માન અને સન્માન આપી જાય 
માનવ જીવનની મહેંક પ્રસરે જીવનમાં,ના અપેક્ષાના વાદળ કોઇ અડી જાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
===============================================================

જીવનની મહેંક


.      .જીવનની મહેંક  

તાઃ૪/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ પવિત્રકેડી જગતમાં,જીવને મળેલ દેહને એસ્પર્શી જાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,જીવને કર્મનાબંધનથી સમજાઈ જાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
અવની એજ સ્થળછે જગતમાં,જ્યાં સમય સમયે જીવનેદેહ મળી જાય
કર્મની સાંકળ છે ઉત્તમ જગતમાં,જે જીવને મળેલ દેહથી દેખાઇ જાય
પાવનકર્મએ જીવનો સંગ છે,દેહથી થયેલ શ્રધ્ધાભક્તિ પુંજનથી દેખાય
જ્યાં મોહમાયાના બંધન છુટે દેહથી,જીવ પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
મોહમાયા તો સૌનેસ્પર્શે જીવનમાં,પણ સંત જલાસાંઇની પુંજાયે બચાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પાવનરાહ પવિત્રસંતની કૃપાએજ મેળવાય
કુટુંબની કેડી એતો સૌને સ્પર્શે,જે માબાપના પ્રેમથી આવન થઈ જાય
માનવજીવનની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં પવિત્રકર્મનોસંગ રાખી જીવાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
=======================================================

દેખાવની કેડી


.                   . દેખાવની કેડી

તાઃ૨/૪/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ ધર્મ એ જીવને જકડે,ના જગતમાં કોઇનાથીય છટકાય
પ્રેમ ભાવના પકડી ચાલતા,જીવથી સરળ જીવન મેળવાય
……..કળીયુગ સતયુગએ  જીવની સીડી,જે દેખાવની કેડીએ મળી જાય. મળેલ દેહને સમજી ચાલતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
ના અપેક્ષાના વાદળ અડકે,કે નાકોઇ મોહમાયા સ્પર્શી જાય
માનવ જીવનની  મહેંક પ્રસરે,જે જીવને જ્યોત આપી જાય મળે જીવનમાં પ્રેમની નિર્મળ કેડી,મળતુ દુઃખ દુર થઈ જાય
……..કળીયુગ સતયુગએ  જીવની સીડી,જે દેખાવની કેડીએ મળી જાય. પવિત્રધર્મની રાહમળે જીવને,જ્યાં મનથી નિર્મળભક્તિ થાય શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,મળેલ દેહ પર પ્રભુકૃપા થાય માનવજીવનની મહેંક પ્રસરે,જીવને મુક્તિમાર્ગની રાહ દેખાય કુદરતની અસીમ કૃપા મળતા,જીવને નાકળીયુગ સ્પર્શી જાય
……..કળીયુગ સતયુગએ  જીવની સીડી,જે દેખાવની કેડીએ મળી જાય. =======================================

લાગણી કે લોટી


.               . લાગણી કે લોટી

તાઃ૨/૯/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા માનવદેહે જીવનમાં,એજ સંગાથ આપી જાય
આજકાલને ના આંબે કોઈ,જે માનવ જીવનથી સહેવાય
…………આવી અવનીપર જીવને,મળે લાગણી કે લોટી અથડાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ કલમપ્રેમીઓનો,જ્યાં માસરસ્વતીની કૃપાથાય
અપેક્ષાના વાદળ જ્યાં તુટે,ત્યાં પાવનકર્મ પ્રેમથી થાય
ના અંતરમાં કોઇ અભિલાષા,જ્યાં લાગણીપ્રેમ મળીજાય
………..એજ સાચી રાહ જીવની,જે કળીયુગથી દુર રહીને જીવાય.
વાણીવર્તન સાચવી જીવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
સરળ જીવનનીરાહે ચાલતાય,કદીક કદીક દુઃખ આપીજાય
પડે માથે લોટી તિરસ્કારની,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
એજ કુદરતની અજબલીલા,જે સમયસમયને આંબી જાય
………..માગણીમોહને સમજી જીવતા,આવતી આફત અટકી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

હ્યુસ્ટનનુ ગૌરવ


.                        હ્યુસ્ટનનુ ગૌરવ

તાઃ 6/10/૨૦૧૪                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબકૃપા મા સરસ્વતીની,કલમની કેડી ઉજ્વળ કરી જાય
અનંતપ્રેમની વર્ષા  પામીને,જગતમાં સફળતા આંબી જાય
.                     …………………..અજબકૃપા મા સરસ્વતીની.
શીતળ શબ્દોનો સાથ મેળવી,કલમ પ્રેમીઓને એ પ્રેરી જાય
દેવિકાબેનની શીતળ કલમકેડી,જગતમાં સન્માન પામી જાય
સાહિત્ય સરિતાને હ્યુસ્ટનમાં લાવી,કલમપ્રેમીઓને દોરી જાય
એવા પ્રેમાળ નિખાલસ બેન,ઉજ્વળ જીવન લઈને એ હરખાય
.                    ……………………અજબકૃપા મા સરસ્વતીની.
જ્યાંજ્યાં વસે ગુજરાતી જગતમાં,શીતળ શબ્દોને એવાંચી જાય
કલમનો સંગાથ અનેરો બેનનો,વાંચી નવીનભાઇને આનંદથાય
પ્રદીપને મળે પ્રેરણા કલમની,એજ તેમની ઉજ્વળ કેડી કહેવાય
અનંત કૃપા મેળવી માતાની,કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
.                    ……………………અજબકૃપા મા સરસ્વતીની.
************************************************************
.          હ્યુસ્ટનમાં વસતા ગુજરાતી ભાષા ચાહકોને શ્રીમતી દેવિકાબેનની કલમ
માતા સરસ્વતીની કૃપાનો સાથ આપી પ્રેરણા આપે છે જે કલમની કેડીને યોગ્ય
માર્ગે લઈ જાય છે.સન્માનની શીતળ કેડી એજ તેમની લાયકાત છે જે સાહિત્ય
સરિતાને  વહેવડાવે છે.જે લેખકોને પ્રેરણા આપી હ્યુસ્ટનમાં ગુજરાતી ભાષાની
જ્યોત પ્રગટાવે છે.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમ પ્રેમીઓના અભિનંદન સહિત
.       શ્રીમતી દેવિકાબેનને જય જલારામ અને જયશ્રી કૃષ્ણ.
———————————————————————————-