સન્માન નારીનુ


.      .સન્માન નારીનુ  

તાઃ૯/૩/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનકર્મની રાહ પકડીને જીવતા,જીવોને પવિત્રરાહએ આપીજાય
માનવતાની મહેંક પ્રસરાવી જીવતા,મળેલદેહને પાવનએ કરી જાય
......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્રદેહથીજ ઓળખાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જે સંતાન દેતાજ માતા એ થઈ જાય
મળેલ સંસ્કાર પકડીને ચાલતા,જીવનમાં પવિત્રરાહ દેહને મળીજાય
નિર્મળ જીવનનો સંગાથ મળે,ના કોઇ જ અપેક્ષા જીવનમાં રખાય
મળે મમ્મીના આશીર્વાદ સંતાનને,એજ પિતાને રાજી પણ કરીજાય
.......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
વિરબાઈબેને સંસ્કાર સાચવ્યા,જ્યાં પતિથી સાધુની સેવાએ મોકલાય
જલારામની જ્યોતપ્રગટી સંસારમાં,જ્યાં પ્રભુ ઝોળીલાકડી આપી જાય
પવિત્ર જીવ અવનીપર આવી જાય,ત્યાં જ પત્નિ માતાથી ઓળખાય
નારીદેહની અજબકૃપા જગતપર,અનેક જીવોને માનવદેહ આપી જાય
......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
મળે દેહ નારીનો જીવને સંસારમાં,જે પતિનો પાવનપ્રેમ મેળવી જાય
અદભુતલીલા થાય પરમાત્માની જગતપર,એ માનવદેહ મળતા દેખાય
નારી દેહનુ થાય સન્માન અવનીપર,જે પવિત્રરાહે જીવન જીવી જાય
પ્રદીપને પ્રેમ મળે બહેનોનો હ્યુસ્ટનમાં,અનંતપ્રેમે કલમ પકડાવી જાય 
.......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
=====================================================