જલાસાંઇની જ્યોત


.     .જલાસાંઇની જ્યોત

તાઃ૧૩/૭/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહ એ અવનીપરનો સંબંધ,જે આગમન વિદાયથી સમજાય
પવિત્રરાહની નિર્મળકેડી મળે દેહને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
......જગતમાં પવિત્રભુમી એભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
દેહલીધો અવનીપર અયોધ્યામાં પરમાત્માએ,જે રામના નામથી ઓળખાય
નિર્મળ જીવનની રાહ મેળવીને જીવતા,સંગે સીતામાતાની પણ કૃપા થાય
અનેક જીવોને જ્યોત મળી જીવનમાં,જે પાવનકર્મ કરાવી જીવન જીવાય
મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,એ દ્વારકાધીશ શ્રી કૃષ્ણથીય મેળવાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
સમયની સાંકળ ના પકડાય કોઇથી,એ તો યુગોથી જગતને સ્પર્શી જાય
દેહ મળ્યો જીવને વીરપુરમાં,જે પિતા પ્રધાન માતા રાજબાઈથી મેળવાય
જલારામ નામથી ઓળખાય,ને સંગે વિરબાઇ જીવોને અન્નદાન દઇ જાય
અજબકૃપાળુ જીવનમાં પરમાત્મા પરખકરી,ઝંડોઝોળી આપીને ભાગી જાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
ના માતા પિતા નિમીત બન્યા કે ના કોઇથી એ શેરડીમાં દેહ મેળવી જાય
પરમાત્માની એ લીલા છે શેરડીમાં,જે બાળક આવતા દ્વારકામાઈ લઈ જાય
પાવનજીવનની જ્યોતપ્રગટાવી અવનીપર,જે દેખાવસંગે અભિમાન છોડીજાય
દેહ મુકી દેહ વિદાય સંગે ધર્મ પકડતા,દેહ જમીનમાં વિલીન થઈ જાય છે
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
=============================================================
Advertisements

જય ગંગામૈયા


.      .જય ગંગામૈયા

તાઃ૧૫/૬/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================

બુધ્ધદેવ


.      .બુધ્ધદેવ 

તાઃ૧૯/૪/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમની પાવનકેડીનો સહવાસ મળે,જે નિર્મળ જીવન આપી જાય
મળે સુર્યપુત્ર બુધ્ધદેવની કૃપા,જ્યાં ૐ બુ બુધાય નમઃને સ્મરાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
અવનીપર આવી મળે પ્રભાત,સંગે અસ્તનેય સુર્યદેવથી મેળવાય
અજબ શક્તિશાળી ને એજ કૃપાળુ દેવ છે,જે દર્શનથી સમજાય
બુધ્ધદેવ એ પ્રેમાળ પુત્ર છે સુર્યદેવના,જે તેમની લાયકાતે દેખાય
અવનીપરના અનેક જીવોને શ્રધ્ધાએ,પાવનજીવન એ આપી જાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
આગમન વિદાય જીવનો અવનીએ,એ તો કર્મનો સંબંધ કહેવાય
નિર્મળ ભક્તિ એ સંબંધ જીવનો,જે પવિત્ર રાહે જીવતા મેળવાય
માતાપિતાની કૃપા મળી બુધદેવને,જે તેમની ભક્તિએ મળી જાય
ઉત્તમ જીવન બને માનવદેહનુ,જે બુધદેવની દ્રષ્ટિએ જ મેળવાય 
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
===================================================

માનવતાની મહેંક


.     .માનવતાની મહેંક

તાઃ૧૭/૪/૨૦૧૭     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મ ધર્મને પકડી ચાલતો માનવી,સંબંધનો સંગાથ મેળવી જાય
પરમકૃપાળુ પરમાત્માને વંદનકરતા,માનવતાની મહેંકપ્રસરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
અવની એઆધાર છે જીવનો,જે જગતમાં દેહ મળતાજ દેખાય
ના હાને તરછોડતા જીવનમાં,સંત જલાસાંઈનો પ્રેમ મળી જાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,ને ધર્મએ પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધાનો સંગાથ સાચવતા,નિર્મળતા એ પરમાત્માની પુંજા થાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
માનવદેહ એસ્પર્શે છે જીવને,જે માનવીના વર્તનથી અનુભવાય
કરેલકર્મ એ જીવને છે જકડે,ના કોઇ જીવથી એનાથી છટકાય
પવિત્રરાહ એજ જીવને પ્રેરે,જે જગતમાં માનવતા મહેંકાઇ જાય
અંતરમાં આનંદનીવર્ષા થતા,મળેલ માનવ જન્મસફળ કરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
===================================================

બજરંગી બળવાન


Image result for બજરંગી બળવાન
.     .બજરંગી બળવાન

તાઃ૧/૪/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિશાળી હતા અવનીપર,જે પરમાત્માનેય હરખાઈ જાય
ના જગતમાં તાકાત કોઇની,કે પરમાત્માના દેહનેએ મદદ કરી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
મળેલદેહ માતાનો અવનીએ,જે સીતાજીના નામથી ઓળખાઇ જાય
પરમ ભાવના સંગેજ રહેતા,રાજા દશરથના કુટુંબમાં એ આવી જાય
પરમાત્મા એ લીધેલ દેહ અયોધ્યામાં,શ્રી રામના નામે જ ઓળખાય
રાજા રામને સાથ આપવા લંકામાં,હનુમાનજીનો જ સાથ મળી થાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
ગદા પકડીને સરોવર પાર કરી,પર્વતને પણ કુદી માતાને શોધી જાય
રામની પરમકૃપાને પામી બળવાન થયાએ,જે તેમના વર્તનથી દેખાય
ભોલેનાથની નિર્મળભક્તિ કરી,રાવણ અજબ શક્તિશાળી બની જાય
મોહની માયા લાગતા અવનીએ,માતા સીતાજીની તરફએ લટકી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
=======================================================

ચામુંડા ધામ


Image result for માડી ચામુંડા.
.     .ચામુંડા ધામ 

તાઃ૧/૪/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબાના તાલે મા આવે તારા ભક્તો,ચામુંડાધામને આજે વંદે
ભક્તિમાર્ગની સાંકળ પકડીને,માડી ચામુંડાને રંગોળીએ સૌ રંગે
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
આંગણે આવી ફુલડાં પધારી,માડી તારા ચરણમાં વંદન કરતા
શ્રધ્ધાસ્વીકારી કરેલ પુંજામાડીની,પાવનકર્મ માડી તુઆપી દેજે
ગરબાની રમઝટ સંગે રાખતા,માડી તારા ઝાંઝરીયા સંભળાય
નવરાત્રીના પવિત્રદીવસે મા,તાલીઓનાતાલ મળીગયાછે આજે
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
ચંડી ચામુંડાના ગરબા ગાતા,માડી તારા દર્શન ભક્તોને થાય
તાલી પડે ત્યાં ઘુંઘર સંભળાતા,માડી તારા પવિત્રદર્શન થાય
અંતરમાં આનંદનીવર્ષા પામતા,નિર્મળ જીવનનોસંગ થઈજાય
પવિત્રતહેવાર હિંદુધર્મનો,દુનીયામાં ભક્તોનાપ્રેમે એ ઉજવાય
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
==================================================

. પગે લાગુ માડીને


 Related image
.     . પગે લાગુ માડીને 
તાઃ૨૯/૩/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરમાં આનંદ અનેરો,માડી તારા દર્શનથી જ અનુભવાય
મંદીરઆવી પગે લાગતા માડી,તારા રણકાર સંભળાય જાઈ
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
કૃપાની પાવનકેડી મળી મને,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
તાલી એજ તો પ્રેમ છે મારો,જે માડીને વંદન કરાવી જાય
રાસગરબા એ સમયનીકેડી,જે નવરાત્રીએ સૌને મળી જાય
શ્રધ્ધા મારી ને પ્રેમ નિખાલસ,જીવનને એ પાવનકરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
માડી તારા દર્શન કરવા હ્યુસ્ટનમાં,ગરબાની રમઝટ રમાય
કૃપાની પાવનકેડી દેજે સંતાનને,મળેલ જન્મસફળ કરીજાય
ઉજવળજીવન પામી જીવતા,જીવનમાં કર્મપાવન થઈ જાય
ના અપેક્ષા કે વ્હાલના વાદળ વરસે,મુક્તિમાર્ગે દોરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
=================================================