માનવીની મહેંક


.            .માનવીની મહેંક 

 તાઃ૧૭/૧/૨૦૧૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અજબકૃપાએ જગતપર,અદભુતલીલાઓ અનુભવાય
મળેલ દેહને સંબંધનો સ્પર્શ થાય,જે  થયેલ કર્મથી સમજાઈ જાય
.....પરમકૃપા  મળે પરમાત્માની,જે મળેલ માનવ જીવનને મહેંકાવી જાય.
સરળજીવનનો સંબંધ મળે દેહને,જે નિર્મળરાહે જીવન આપી જાય
ના તકલીફનો કોઇ સ્પર્શ અડે,કે ના મોહમાયાની ચાદર મેળવાય
નિર્મળ ભક્તિની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇની રાહે લેવાય
માનવજીવનને અનંત શાંંતિ મળે,જે ના કોઇ અપેક્ષા આપી જાય
.....પરમકૃપા  મળે પરમાત્માની,જે મળેલ માનવ જીવનને મહેંકાવી જાય.
કુદરતની એજ કૃપા મળેલ જીવપર,જીવને દેહ મળતા અનુભવ થાય
શ્રધ્ધા ભક્તિની પવિત્રરાહે જીવતા,થયેલકર્મથી માનવતા મહેંકી જાય
કરેલકર્મ માનવ જીવનને સ્પર્શે,એ મળેલ દેહના સંબંધને સ્પર્શી જાય
ના અપેક્ષાની કોઇ માગણી રહે,કે ના કોઇજ મોહ  દેહને અડી જાય
 .....પરમકૃપા  મળે પરમાત્માની,જે મળેલ માનવ જીવનને મહેંકાવી જાય.
========================================================
Advertisements

કલમપ્રેમી  દેવિકાબેન


Image result for દેવિકાબેન

 . કલમપ્રેમી  દેવિકાબેન

તાઃ૧૬/૧૨/૨૦૧૭                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા મળી ગઈ માતાની,જે દેવિકાબેનને હ્યુસ્ટનમાં લાવી જાય
પવિત્રપ્રેમથી કલમ પકડતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
માન અને સન્માન મળે બેનને,જે કલમપ્રેમીઓને આનંદ આપી જાય
કલમની ઉજવળરાહને પ્રેરતા,અનેકની કલમને એ સદમાર્ગે લઈ જાય
શબ્દની પવિત્ર સમઝણ પડતા,માનવીના મનનેએ શાંંન્તિ આપીજાય
પાવનકર્મ ને પાવનજીવન એજ કૃપા માતાની,જ્યાં પ્રેમની વર્ષા થાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
અપેક્ષાના વાદળ ના સ્પર્શે,કે ના કદીય મોહમાયા બેનને અડી જાય
નિર્મળ ભાવનાએ કલમને પકડતા,કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાના વાદળનો સંબંધ રહેતા,જીવનમાં ઉજવળતા મળતી જાય
એજ પાવનરાહ કલમની મળી,જ્યાં માતા સરસ્વતીની કૃપા થઇજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
=================================================================
  હ્યુસ્ટનના કલમપ્રેમીઓને માતા સરસ્વતીની કૃપાથી પ્રેરણા આપતા અમારા માનનીય
બેન શ્રીમતી દેવિકાબેન ધ્રુવને ઉત્તમ લેખક તરીકે સન્માનીત કરવામાં આવી રહ્યા છે જે 
હ્યુસ્ટન અને દુનીયામાં રહેતા ગુજરાતી કલમપ્રેમીઓ માટે ગૌરવ છે એ યાદરૂપે આકાવ્ય 
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી સપ્રેમ ભેંટ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 निर्मळ प्रेम


.             निर्मळ प्रेम

ताः२५/११/२०१७              प्रदीप ब्रह्मभट्ट  

निर्मळ प्रेमकी ज्योत जीवनमें,मानवता महेंकाती है
    सुखदुःखकी नाकेडी स्पर्शे,उज्वळ जीवन दे जाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
कर्मबंधन ये जीवको स्पर्शे,जो अनुभवसे समजाती है
    अजबलीला ये कुदरतकी है,जो जन्ममरण दे जाती है
पावनकर्म मानवता महेंकाये,जीवनमें निर्मळप्रेम मिलजाये
    मीले कृपा परमात्माकी,जीवनकी ज्योतको प्रगटाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
मनमें श्रध्धा और प्रेम निखालस,कलमकीकेडी देजाती है
    ज्योत प्रेमकी प्रगटनेसे,अनंत प्रेमकी वर्षा होजाती है
मोहमाया ना स्पर्शे जीवनमें,उज्वळ जीवन वो कर जाती है
    निर्मळ जीवन येही कृपा है,जन्म सफल हो जाता है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
================================================.લાકડીનો ટેકો


…………………….લાકડીનો ટેકો

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને મળે સંબંધ લાકડીનો,જે ઉંમર અડતા દેહને મળી જાય
કુદરતની આ અજબકેડી,જે સહવાસ સંગે દેહને દુઃખજ આપી જાય
……………..એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
સાથમળે ઉંમર મળતા માનવીને,જેદેહને ધરતીપર ચાલન આપી જાય
કુદરતની કૃપાએ મળેલ પગલાં,માનવદેહને સમય સંગે ચલાવી જાય
મળે જ્યાં દેહને સંગાથ આવતીકાલનો,ત્યાં જ લાકડી પકડાઈ જાય
અહીંતહીંનો સંગાથ મેળવવા,ત્રીજા પગનોસાથ લાકડીએ મળી જાય
………………એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
ના સમયના સંગની જરૂર કોઇને,જ્યાં અચાનક લાકડી પકડાઈ જાય
કોઈપણ દેહને જકડી નાખવા જીવનમાં,હાથમાં લાકડીજ આવી જાય
તેજલાકડી શક્તિદે દેહને,જે કોઇકવાર બીજા દેહને ઝાપટઆપી જાય
દુર રહીને ભાગતા રહેવાથી જીવનમાં,કોઇ દુશ્મન થઈને સ્પર્શી જાય
………………એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
==============================================

જલાસાંઇની જ્યોત


.     .જલાસાંઇની જ્યોત

તાઃ૧૩/૭/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહ એ અવનીપરનો સંબંધ,જે આગમન વિદાયથી સમજાય
પવિત્રરાહની નિર્મળકેડી મળે દેહને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
......જગતમાં પવિત્રભુમી એભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
દેહલીધો અવનીપર અયોધ્યામાં પરમાત્માએ,જે રામના નામથી ઓળખાય
નિર્મળ જીવનની રાહ મેળવીને જીવતા,સંગે સીતામાતાની પણ કૃપા થાય
અનેક જીવોને જ્યોત મળી જીવનમાં,જે પાવનકર્મ કરાવી જીવન જીવાય
મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,એ દ્વારકાધીશ શ્રી કૃષ્ણથીય મેળવાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
સમયની સાંકળ ના પકડાય કોઇથી,એ તો યુગોથી જગતને સ્પર્શી જાય
દેહ મળ્યો જીવને વીરપુરમાં,જે પિતા પ્રધાન માતા રાજબાઈથી મેળવાય
જલારામ નામથી ઓળખાય,ને સંગે વિરબાઇ જીવોને અન્નદાન દઇ જાય
અજબકૃપાળુ જીવનમાં પરમાત્મા પરખકરી,ઝંડોઝોળી આપીને ભાગી જાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
ના માતા પિતા નિમીત બન્યા કે ના કોઇથી એ શેરડીમાં દેહ મેળવી જાય
પરમાત્માની એ લીલા છે શેરડીમાં,જે બાળક આવતા દ્વારકામાઈ લઈ જાય
પાવનજીવનની જ્યોતપ્રગટાવી અવનીપર,જે દેખાવસંગે અભિમાન છોડીજાય
દેહ મુકી દેહ વિદાય સંગે ધર્મ પકડતા,દેહ જમીનમાં વિલીન થઈ જાય છે
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
=============================================================

જય ગંગામૈયા


.      .જય ગંગામૈયા

તાઃ૧૫/૬/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================

બુધ્ધદેવ


.      .બુધ્ધદેવ 

તાઃ૧૯/૪/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમની પાવનકેડીનો સહવાસ મળે,જે નિર્મળ જીવન આપી જાય
મળે સુર્યપુત્ર બુધ્ધદેવની કૃપા,જ્યાં ૐ બુ બુધાય નમઃને સ્મરાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
અવનીપર આવી મળે પ્રભાત,સંગે અસ્તનેય સુર્યદેવથી મેળવાય
અજબ શક્તિશાળી ને એજ કૃપાળુ દેવ છે,જે દર્શનથી સમજાય
બુધ્ધદેવ એ પ્રેમાળ પુત્ર છે સુર્યદેવના,જે તેમની લાયકાતે દેખાય
અવનીપરના અનેક જીવોને શ્રધ્ધાએ,પાવનજીવન એ આપી જાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
આગમન વિદાય જીવનો અવનીએ,એ તો કર્મનો સંબંધ કહેવાય
નિર્મળ ભક્તિ એ સંબંધ જીવનો,જે પવિત્ર રાહે જીવતા મેળવાય
માતાપિતાની કૃપા મળી બુધદેવને,જે તેમની ભક્તિએ મળી જાય
ઉત્તમ જીવન બને માનવદેહનુ,જે બુધદેવની દ્રષ્ટિએ જ મેળવાય 
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
===================================================